Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વિહાર - યાસીન દલાલ

અંદાજપત્રના અંદાજ નિરાળા

આટલા આકરા કરવેરા હોવા છતાં ભારતમાં માત્ર ૨% લોકો જ આવકવેરો ભરે છે. આ આવકવેરામાંથી પણ અડધોઅડધ શહેરીવર્ગ ભરે છે.

આખરે ૨૦૧૮નું અંદાજપત્ર રજૂ થઈ ગયું છે. હાલની મોદી સરકારનું આ છેલ્લું જેટ ગણાય પણએ ધાર્યા મુજબનું નથી. એમાં કોઈ મોટી રાહત નથી. આવકવેરાના દરમાં પણ ફેરફાર નથી. સ્ટાન્ડર્ડ ડીડકશન રૃા ૪૦/- હાજર ફરીથી આવ્યું છે પણબીજી રીતે રૃા ૩૪/- હજારની છુટાટ પાછી ખેંચી લેવાઈ છે. એ જ રીતે પેટ્રોલમાં એકસાઈઝ ડયૂટીમાં રૃા ૨૯/-નો ઘટાડો થયોછે પણ રૃા ૨/- નો સેસ લાગુ કર્યો છે.

આમ એક હાથે જેટલીએ આપ્યું છે એ જ બીજા હાથે પાછું લઈ લીધું છે. એટલું જ નહીં પણ ટી.વી. અને મોબાઈલની કિંમતો વધવાની છે પણ કૃષિક્ષેત્ર માટે ફાળવણી વધારવામાં આવી છે અને સંરક્ષણક્ષેત્રની ફાળવણી પણ ૭% જેટલી વધારી દેવામાં આવી છે. સિગારેટમાં પણ ભાવ વધવાના છે. આ વરસોની પ ેટર્ન સરકારે જાળવી રાખી છે.

ઈતિહાસ જોઈએ તો ઈ.સ. ૧૮૬૦માં જેમ્સ વિલસને ભારતનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ ૧૮મી ફેબુ્રઆરીએ વાઈસરોયની પરિષદમાં રજૂ થયું હતું. વિલ્સન વાઈસરોયની કારોબારીનો આર્થિક બાબતોમાં જાણકાર તરીકે પસંદ થયા હતાં. આથી એમને બજેટના સ્થાપક કહી શકાય. ૧૮૬૦ પછી દર વરસે દેશનો આર્થિક ચિતાર રજૂ કરતું જેટ રજૂ થાય છે એ સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. આથી ભારતીય પ્રતિનિધિઓને ચર્ચા કરવાનો કોઈ અધિકાર નહોત.

દેશ આઝાદ થયો એ પછી બંધારણની કલમ ૧૧૨ હેઠળ બજેટને માન્ય ગણવામાં આવે છે અને બજેટ સંસદમાં રજૂ થાય એ પછી પાસ થાય છે. આઝાદી પહેલા ૯, ઓકટોબર ૧૯૪૬થી ૧૪, ઓગષ્ટ ૧૯૪૭ સુધી વચગાળાનું બજેટ ત્યારના નાણાપ્રધાન લિયાકતઅલી ખાને રજુ કર્યું હતું. આઝાદી પછી ૨૬, નવેમ્બર ૧૯૪૭ ના રોજ આ.કે. સન્મુખમ શેટ્ટીએ પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ પહેલું બજેટ માત્ર રૃપિયા ૧૭૧/- કરોડનું હતું. આમાંથી અત્યારે મુંબઈમાં એક બંગલો પણ ન ખરીદી શકાય.

આ બજેટમાં અંદાજપત્રિય ખાધ ૨૪.૫૯ કરોડની હતી એ બજેટમાં સંમતિ વ્યક્ત કરાઈ હતી કે ભારત અને પાકિસ્તાને સપ્ટેમ્બર '૪૮ સુધી એક જ કરન્સીનો ઉપયોગ કરશે. આ પહેલું બજેટ સાંજે પાંચ વાગે રજૂ થયું હતું જે પરંપરા ૧૯૯૯ સુધી ચાલુ રહી હતી. ૨૦૦૧થી એ વકતના નાણાપ્રધાન શ્રી યશવંતસિંહાએ ૧૧ વાગે બજેટ રજૂ કર્યું હતું. ૨૦૧૭ થી ૨૮ કે ૨૯ ફેબુ્રઆરીના બદલે પહેલી ફેબુ્રઆરીએ બજેટ રજૂ થાય છે.

આજે દુનિયાના મોટાભાગના દેશોમાં સરકાર માત્ર પ્રજાને સલામતી આપીને બેસી રહેતી નથી પણ જીવનધોરણ ઉંચુ લાવવાના પ્રયત્નો પણ કરે છે. અમેરિકાથી માંડીને અને આફ્રિકન દેશમાં પણ જાતજાતનાં કરવેરા ઉઘરાવાય છે અને એનો ઉપયોગ ગરીબોની સ્થિતિ સુધારવામાં થાય છે આને કલ્યાણ રાજયની વિભાવના કહેવાય છે. આપણે પણ એ જ નીતિ અપનાવી છે પરિણામે કેન્દ્ર અને રાજયો દર વરસે જાતજાતના કરવેરા લાદે છે એમાં આબકારી જકાત, વેચાણવેરો અને આવકવેરા જેવા ટેકસ લાગું થાય છે.

આપણે હમણા જુદા જુદા વેરા નાબુદ કરીને જીએસટી નામનો નવો વેરો લાગું કર્યો. પ્રશ્ન એ છે કે આ કરવેરાનો ઉપયોગ ખરેખર ગરીબો અને પછાતવર્ગોના ઉત્કર્ષમાં થાય છે ખરો? આ આવક ખરેખર જરૃરિયાતવાળા લોકો સુધી પહોંચે છે ખરી? જો હા તો ૭૦ વરસમાં આપણી ગરીબી અને પછાતપણામાં નોંધપાત્ર ફેરફાર કેમ દેખાતો નથી? બલ્કે ઝૂંપડામાં વસનાર અને ફુટપાથ ઉપર સૂઈ જનાર લોકોની સંખ્યા સતત વધતી જ જાય છે.

બેકારીથી આપઘાતનું પ્રમાણ પણ સતત વધતું જ જાય છે.ત આખેઆખા કુટુંબના સભ્યો સામુહિક આપઘાત કરે એવી ઘટનાઓ પણ વદતી જાય છે. શું આપણી આર્થિકનીતિ અને કરવેરાની નીતિમાં કોઈ ખામી છે? બ્રિટીશ યુગમાં બ્રિટિશ હકુમત અને દેશી રાજયો કરવેરામાં મામૂલી વધારો કરતા તો ગાંધીજી ઉપવાસ ઉપર ઉતરતા.

દાંડીકૂચનો હેતું મીઠા ઉપરનો કરવેરો નાબૂદ કરવાનો હતો. સૌરાષ્ટ્રમાં તળાજાના રાજવીએ ટ્રામના ભાડામાં એક પૈસાનો વધારો કર્યો ત્યારે પ્રજાએ મોટું આંદોલન કર્યું હતું. આજે આઝાદ ભારતમાં દરેક ચીજવસ્તુઓ ઉપર દુનિયામાં કયાંય ન હોય એટલા કરવેરા છે. અમેરિકામાં ૭ લાખ ઉપરની આવક ઉપર ૩૧% વેરો લાગે છે. ઈંગ્લેન્ડમાં ૨૮ હજારથી ઉપરની આવક ઉપર ૨૨% વેરો લાગે છે.

ચીનમાં ૪૫ લાખથી ઉપરની ાવક ઉપર ૩૫% વેરો લાગે છે. સિંગાપુરમાં અઢી લાખની આવક ઉપર ૨% અને એક કરોડ ઉપર ૨૮% લાગે છે. પાકિસ્તાનમાં ત્રણ લાખની આવક ઉપર ૨૦% વેરો છે. બાંગ્લાદેશમાં અઢી લાખની આવક ઉપર ૨૫% વેરો છે. દુબઈ, ઓમાન અને મસ્કત જેવા આરબ દેશોમાં આવકવેરો છે જ નહીં. દુનિયામાં આવા ઘણા દેશો છે જયાં વેરો નથી ત્યારે ભારતમાં દોઢ લાખની આવક ઉપર ૩૦%  વેરો લાગે છે.

અને આટલા આકરા કરવેરા હોવા છતાં ભારતમાં માત્ર ૨% લોકો જ આવકવેરો ભરે છે. આવકવેરા ઉપરાંત જે બીજા કરવેરા સરકાર ઉઘરાવે છે એનો કુલ સરવાળો રાષ્ટ્રીય ઉત્પાદનનાં ઈન્કમટેકસમાંથી આવે છે. આ આવકવેરામાંથી પણ અડધોઅડધ શહેરીવર્ગ ભરે છે. દુનિયાની એક અજાયબી છે કે ભારતમાં વસતા ૭૫% ખેડૂતો ઉપર કોઈ જાતનો વેરો જ નથી. કોઈ સરકારી કર્મચારી વાર્ષિક રૃા ૫૦/- હજાર કમાય તો એના ઉપર વેરો લાગે તો ખેડૂત પાંચ કરોડ રૃપિયા કમાય તો પણ એના ઉપર વેરો નથી લાગતો.

વિશ્વના કોઈ દેશમાં બે નાગરિકો વચ્ચે આવો ભેદભાવ નથી. બંધારણની કલમ ૧૫ સ્પષ્ટ કરે છે કે એના બધા નાગરિકો સમાન છે અને એમાં ભેદભાવ નથી પણ આપણે ત્યાં અર્થકારણમાં પણ રાજકારણ ઘૂસી ગયું છે. કોઈપણ સરકાર આટલી મોટી વસતીના મત ગુમાવવા તૈયાર નથી. આમ આપણી વેરાની નીતિ પાયાથી જ ખોટી છે.

આટલા કરવેરા ભર્યા પછી એ પૈસા જાય છે કયાં? સરકાર એમાંથી ગરીબવર્ગને અનાજ સસ્તા ભાવે આપે છે જેને સંઘરવા માટે ફુડ કોર્પોરેશન એના અબજો રૃપિયા એના કર્મચારીઓના પગારમાં ખર્ચે છે પણ એની પાસે અનાજ સંઘરવા માટે ગોડાઉનો નથી પરિણામે અબજો રૃપિયાનું અનાજ સડી જાય છે.

બજેટના પ્રત્યાઘાતરૃપે શેરબજારમાં કડાકો બોલી ગયો છે અને શેરના ભાવ ૮૪૦૦ પોઈન્ટ ઘટી ગયા છે રોકાણકારોના ૪૮/- હજાર કરોડ ડૂબી ગયા છે. શિવસેના બજેટથી નારાજ થઈ છે અને ચંદ્રબાબુ નાયડુએ એનડીએમાંથી છૂટા થવાની જાહેરાત કરી છે. કેન્દ્રને ટેકો આપનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ નારાજ છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ તથા ન્યાયમૂર્તિઓના પગાર અનેકગણા વધારી દેવાયા છે જે આ ગરીબ દેશની ક્રૂર મશ્કરી સમાન છે.

તટસ્થ નિરીક્ષકો માને છે કે મોદીને શહેરી મતદારો ઉપર આંધળો વિશ્વાસ છે એટલે એમને નારાજ કરવાનું જોખમ એમણે ઉઠાવ્યું. ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘે જણાવ્યું છે કે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું અશકય છે. એમના મતમુજબ નાણાકીય ગણતરીઓમાં ગડબડ છે. શ્રી ગુલામનબી આઝાદે કહ્યું છે કે, રાજકોષિય ખાધમાં વૃધ્ધિ થઈ છે. હવે એ જોવાનું છે કે સરકાર પોતાના વાયદોઓ કઈ રીતે પૂરા કરે છે. આપણું સરેરાશ નાગરિક દર વરસે રૃા ૩૨૧૭/- જેટલો વેરો ભરે છે.

હોંગકોંગ નામના ટચૂકડા દેશમાં ત્રણ લાખની આવક પર માત્ર ૨% વેરો લાગે છે જે વધીને ૨૦% એ પહોંચે છે અને છતાં આપણા આખા દેશ કરતા ત્યાં કરવેરાની આવક વધુ થાય છે ત્યાં કર્મચારીઓમાં માત્ર એક કમિશ્નર, બે ડેપ્યુટી કમિશ્નર અને પાંચ મદદનીશ કમિશ્નરો છે ત્યારે આપણે ત્યાં હજારો કર્મચારીઓ જલસા કરે છે.

અમેરિકામાં બ જેટ આ રીતે રજૂ થતું જ નથી. એમાં કશું ખાનગી નથી રખાતું. એકાદ મહિના પહેલા નાગરિકો પાસેથી સૂચનો માંગવામાં આવે છે અને એનો અમલ કરવામાં આવે છે. આપણા નાણાપ્રધાન શ્રી જેટલી અર્થશાસ્ત્રના નિષ્ણાત નથી વકીલ છે અને છતાં નાણાપ્રધાન બનીને ગોટા કર્યા કરે છે.

અમેરિકામાં ગાલબ્રેથ જેવા અર્થશાસ્ત્રીઓ જ નાણાખાતું સંભાળે છે. સરકારની ટર્મ પૂરી થાય પછી ફરીથી પોતાના ક્ષેત્રમાં જતાં રહે છે. આપણે ત્યાં રાજકારણમાં પ્રવેશેલો મામૂલી ધારાસભ્ય પણ રાજકારણ છોડતો નથી. આજીવન રાજકીય લાભ અને પેન્શન મેળવ્યા કરે છે.

બજેટમાં કુલ ખર્ચ ૧૧.૫૭ લાખ કરોડનું છે ત્યારે કુલ ૧૫.૧૬ લાખ કરોડની છે. કરવેરા સિવાયની આવક ૨.૮૮ લાખ કરોડની છે. મહેસુલી ખાધ ૪.૩૮ લાખ કરોડની છે. રાજકોષિય ખાધ ૫.૯૫ લાખ કરોડની છે. નેશનલ હેલ્થસ્કીમ શરૃ થઈ છે. એમાં પાંચ કરોડ લોકોને આવરી લેવામાં આવ્યા છે પણ એનો અમલ કંઈ રીતે થશે એનો કોઈ ખુલાસો નથી.

નવી ૭૦ લાખ નોકરીઓ ઉભી કરવાનું વચન આપવામાં આવ્યું છે પણ ભૂતકાળમાં વડાપ્રધાન શ્રી મોદીએ ૨ કરોડ નોકરીઓ ઉભી કરવાનું વચન આપ્યું હતું. ૪૭% વસતીને આરોગ્ય વિમા હેઠળ આવરી લેવામાં આવશે એવું વચન અપાયું છે.

ખેડૂતોની ઉપજ ઉપર દોઢ ગણો ટેકાનો ભાવ અપાશે એમ જાહેર કરાયું છે. નકોરીયાત મહિલાઓના પગારમાંથી પી.એફ.ની કપાત ફકત ૮% થશે. પી.એફ.માં સરકારનો હિસ્સો ૮.૩૩% થી વધારીને ૧૨% કરાયો છે. સૌભાગ્ય યોજના હેઠળ દરેક ગરીબના ઘરમાં વીજળીનું જોડાણ અપાશે. ૨૦૨૨ સુધીમાં દરેક ગરીબને આવરી લેવાશે. ગ્રામીણ વિસ્તારોમાં ૫૧ લાખ ઘર બનાવશે.

શહેરોમાં ૩૭ લાખ ઘર બાંધવામાં આવશે. શેરબજારમાં રોકાણકારો પર લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ લાગશે. રાબેતા મુજબ ભાજપના હોદ્દેદારોએ બજેટને આવકાર્યું છે અને વિરોધપક્ષે ટીકા કરી છે. ચેમ્બરો અને મહાજન સંસ્થાઓ બજેટથી નિરાશ થઈ છે. ૧૦ કરોડ પરિવારને રૃા ૫/- લાખનો આરોગ્ય વિમો મળશે. ટી.બી.ના દર્દીઓ માટે રૃા ૬૦૦/- કરોડ ફાળવવામાં આવ્યા છે. દરેક દર્દીને રૃા ૫૦૦/- ની મદદ મળશે.

ફેબુ્રઆરી અને માર્ચ મહિનો દેશભરમાં બજેટના મહિના હોય છે. કેન્દ્રનું બજેટ આવે અન ેરાજય સરકારોના બજેટ આવે. હમણાં આવ્યું એ બજેટ કેન્દ્રનું હતું હવે ગુજરાતનું બજેટ આવશે. પ્રજાએ બંનેનો માર ખાવા તૈયાર જ રહેવાનું છે.
 

Keywords vichar,vihar,10,february,

Post Comments