Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અસમંજસ પેન્શન યોજના

કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી પેન્શન યોજના સામે દેશભરમાં કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વિરોધ થયા પછી પણ કેન્દ્ર સરકાર તરફથી આ અંગેની સ્પષ્ટતા ન થતાં દેશભરના કેન્દ્રીય કર્મચારીઓ ભારે દ્વિધામાં મૂકાયેલા છે અને આ યોજનામાં સરકારે કરેલા કેટલાક આયોજનો પરત્વ દેશભરના વિવિધ કર્મચારી સંગઠનોએ પોતાની અપ્રિયતા વ્યક્ત કરેલી છે.

દેશમાં જૂની પેન્શન યોજનાને જ ફરી વાર અમલી બનાવવા માટેનું એક આંદોલન ચાલી રહ્યું છે. આ નવી યોજના સામેના વિરોધના અનેક કારણો છે. જો આ યોજના સરકાર ખરેખર અમલી બનાવે તો પેન્શનર દિવંગત થાય પછી પરિવારને પેન્શન કે તબીબી સુવિધાઓનો લાભ મળી શકે તેમ નથી.

સૌથી ગંભીર બાબત એ છે કે નાણાં પ્રધાન અરૃણ જેટલી કોઈ પણ રીતે સંપૂર્ણ અંકુશ પ્રાપ્ત કરવા ચાહે છે, એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે નીતિગત છબરડાઓ થાય (જે સતત થતા જ આવ્યા છે) ત્યારે સરકાર પાસે વધારાનું એવું ફંડ હોય કે જેના દ્વારા સરકાર સ્ટોક માર્કેટ ઇન્ટરવેશનન પ્રોગ્રામ (આ પણ જેટલીના મનનું એક નવું જ દુ:સાહસ છે) અંતર્ગત ઇન્ડેક્સની સ્થિતિસ્થાપકતા જાળવવા મ્યુચ્યુઅલ ફંડોની જેમ જંગી પ્રમાણમાં લે-વેચ કરી શકે.

બહુ જ ગોપનીય રીતે કોંગ્રેસ અને કેન્દ્રની એનડીએ સરકારે મળી આ નવી પેન્શન યોજનાનો ઘાટ ઘડયો છે. ઈસરોના એક નિવૃત્ત વૈજ્ઞાાનિકે કેન્દ્રની આ નવી પેન્શન યોજનાને અદાલતમાં પડકારી છે. આ નવી પેન્શન યોજનાના મૂળ ૨૦૦૩માં પડેલા છે અને ત્યારથી યોજનામાં વિવિધ પ્રોવિઝન ચૂપકિદીથી ઘડેલા છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વેળાએ પ્રાપ્ત થતી ધનરાશિમાંથી કેટલોક ભાગ સરકાર પોતાની પાસે રાખીને એ રીતે એકત્રિત થયેલી રકમને હવે શેરબજારમાં લગાવે છે. કર્મચારીની જિંદગીની એક પ્રકારની કમાણી અને બીજા પ્રકારની બચત તથા ત્રીજા પ્રકારે ઢળતી અવસ્થાના આધાર જેવી આ રકમને કોર્પોરેટ કંપનીઓના શેરમાં લગાવવા સામે કર્મચારીઓમાં અજંપો વધ્યો છે.

ભારત સરકારમાં આવનારા થોડાક જ સમયમાં ભારે રિટાયરમેન્ટ વેવ. એટલે કે નિવૃતતિનો સામટો ઉછાળો આવવાનો છે. અગાઉની સરકારે વાવેલા આ બીજને ઘટાટોપ થતા જો કે હજુ વાર લાગશે પરંતુ બહુ લાંબા ગાળા પછી આ યોજનાને ઇ.સ. ૨૦૦૪ પછી દાખલ થયેલા કર્મચારીઓ બદલી શકે તેમ નથી. જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચે આસમાન- જમીનનો તફાવત છે.

આવનારા રિટાયરમેન્ટ વેવના ગંભીર પરિણામો આવવાના છે. ગુજરાત સરકારના સચિવાલયમાં જ ૬૦ ટકાથી ઉપરનો સ્ટાફ કરાર આધારિત પદ્ધતિથી નોકરી કરે છે. સરકાર ભરતી અંગે અવનારનવાર પ્રધાનોની જીભ પર સવાર થઈને નિવેદન કરે છે પરંતુ ક્યારેય ખરેખર ખાલી જગ્યા અને ભરતીના તુલનાત્મક આંકડાઓ આપવામાં આવતા નથી. કેન્દ્ર અને રાજ્યમાં સમાન અભિગમ છે. વળી કરાર આધારિત જગ્યાઓને સરકાર ખાલી જગ્યા માનતી નથી, જે રીતે નિશ્ચિત પગારધારીઓ (ફિક્સ પગાર) જ્યાં હોય તેને પણ ખાલી જગ્યાઓ માનવામાં આવતી નથી.

આ સરકારી ઇરાદાઓ અને પ્રવૃત્તિનું ભીષણ પરિણામ એ આવ્યું છે કે, આજે દેશની તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર પાસે હાફ હાર્ટેડલી એટલે કે ખંડ દાનત, ખંડ નિષ્ઠા અને ખંડ હૃદયથી જ કામ કરનારાઓની સંખ્યા બહુ જ વધારે છે. એ જ એક મહત્ત્વનું કારણ છે કે સરકારોના શાસનમાંથી હવે કમાન્ડ ઘટવા લાગ્યો છે. આ સ્થિતિ રાજ્ય અને દેશને કઈ તરફ લઈ જશે તે કમ સે કમ શાસન ચલાવતા, નિભાવતા અને એનું નેતૃત્વ સંભાળતા બુદ્ધિમાનો (જો હોય તો) એ વિચારવું પડશે.

કેન્દ્ર સરકારે તેમની નવી પેન્શન યોજનાને હજુ વધુ પારદર્શક બનાવવાની જરૃર છે અને હાલમાં નવી યોજના સામે જે ધૂમાડો છે તે અંગે પોતાના કર્મચારીઓને અસંમજસમાંથી બહાર લાવવા સ્પષ્ટતા કરવી જરૃરી છે. જેમ જેમ દેશમાં તબક્કાવાર પ્રવર્તમાન સરકારના આર્થિક છબરડાઓ વધતા જાય છે તેમ તેમ નિવૃત્તિ પછીના પેન્શન પરત્વે કર્મચારીઓની આશંકા અને દ્વિધા પણ વધતી જાય છે. રાજ્ય કે કેન્દ્ર સરકારમાં જેમને પણ નોકરી કે પદ મળે છે તેઓ જોડાતી વખતે ભાગ્યે જ પેન્શન યોજનાનો વિચાર કરે છે.

જે રીતે લોન લેવાના ડોક્યુમેન્ટસ પર ભારતીય પ્રજા કાયમ વાંચ્યા વિના જ સહી કરતી આવી છે તેવું જ અહીં બન્યું છે. ઉપરાંત બેરોજગારીના વ્યાપને કારણે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે દસ્તાવેજોના દર્પણમાં જોવાનો યૌવન વયે તો સમય જ ક્યાંથી હોય ? આ બધા સંયોગોનો પૂરેપૂરો ગેરલાભ લઈને કેન્દ્ર સરકારે એક અર્થમાં તો મૂળભૂત પેન્શન યોજનામાં ભારે ઉથલપાથલ મચાવી દીધી છે અને હવે એ તબક્કાવાર લોકખ્યાત થતા એની સામેનો અવાજ બુલંદ થયો છે.
 

Keywords tantri,lekh,09,march,2018,

Post Comments