Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડુમસના દરિયા કિનારે રઝળતા શિવલીંગ સાથે દારૃ-બિયરની બોટલો

- ભક્તોની કહેવાતી લાગણી પ્રસંગોપાત જ દુભાય છે : દરિયા કિનારે ઓટ આવી અને ભક્તોની શ્રદ્ધામાં જાણે ખોટ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા.12 જૂન, 2018, મંગળવાર

અપુરતું પાણી ધરાવતી તાપી નદીના કિનારે જ રઝળતી મૂર્તિઓ દેખાય છે એવું નથી. ડુમસના દરિયા કિનારે પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. શનિવારે અહી પધરાવેલા શિવલીંગ સાથે બિયરની બોટલો અને ટીન પણ પડેલા જોવા મળ્યા મળ્યા હતા. અહી ધ્યાન બધાનું ગયું પણ  મોબાલઇ કેમેરામાં ક્લિકથી વિશેષ કંઇ થતું નથી.

ડુમસના દરિયામાં ભરતી હોય કે ઓટ પણ શનિ રવિની રજામાં સહેલાણીઓની તો હમેંશા ભરતી જ રહે છે. ઘણા પર્યાવરણ પ્રેમીઓ મૂર્તીઓને તાપીમાં કે ગમે ત્યાં પધરાવવાની જગ્યાએ દરિયામાં પધરાવવાનું પસંદ કરે છે. દરિયા ભરતી વેળા પધરાવી જવાતી મૂર્તિ કે શિવલીંગ જોકે, બહાર આવી જાય છે.

શિવલિંગની સામે નંદી બેઠો છે અને ચોતરફ દરિયાઇ કીચડ છે ભોળાનાથને એનાથી કોઇ ફર્ક નથી પડતો પણ બાજુમાં બીયરની એક બોટલ પણ દેખાઇ રહી છે. ભાંગ પીનારની બાજુમાં બીયરની ખાલી બોટલ બતાવે છે કે અહીં દારુ બીયર પણ પીવાય છે.

દરેકે આ રીતે તમામ તહેવારો કે અન્ય પ્રસંગોમાં દરિયામાં જ મૂર્તિની પધરામણી કરવી જોઇએ એ જ તાપી મૈયાના ભક્તનું કર્તવ્ય છે એ પછી મૂર્તિ બહાર આવે તો ભક્તોને ચિંતા કરવાની જરુર નથી એવુ પંડિતવર્યએ જણાવ્યુ હતું.

પણ મૂર્તિ બહાર આવે પછી કોણે ધ્યાન રાખવુ અને આગળનું કાર્ય કરવુ એ જરૃર ધ્યાનમાં લેવાવુ જોઇએ તેવી ભક્તોની  લાગણી સાથે તેમણે તસ્વીરો લાગતા વળગતા તંત્રને અર્પણ કરી છે.

'અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે? સંજોગ ઝૂકાવે છે નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે? ' ડુમસના દરિયા કિનારે શનિવારે જે દ્રશ્યો દેખાયા એ જોયા પછી કૈલાશ પંડિતની આ પંક્તિઓની યાદ આવી જાય એ સ્વાભાવિક છે.

Post Comments