Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વલસાડ કોસંબાના દરિયામાં ૩ ડોલ્ફીન તણાઇ આવતા કુતૂહલ

- સ્થાનિક રહીશોએ ડોલ્ફીન સાથે ફોટા પાડી વાયરલ કર્યા : ડોલ્ફીન જીવતી હોય દરિયામાં છોડી દેવાઇ

વલસાડ, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

વલસાડ કોસંબા કિનારે ત્રણ ડોલ્ફીન માછલી તણાઇ આવી હતી. જેને લઇ ભારે કુતુહલ ફેલાયું હતુ. આ માછલી સાથે સ્થાનિકોએ ફોટા પાડી સોશિયલ મીડિયામાં  વાયરલ કરતા વલસાડમાં તેની ભારે ચર્ચા ચાલી હતી. જોકે, માછલી જીવતી હોય સ્થાનિકોએ તેની સાથે ફોટા પાડી તેને ફરીથી દરિયામાં છોડી દીધી હતી.

વલસાડ કોસંબા ગામે દીવા દાંડી વિસ્તારમાં ગુરૃવારે બપોરના સમયે ૩ ડોલ્ફીન તણાઇ આવી હતી. ૧૦ થી ૧૨ ફૂટ લાંબી આ ડોલ્ફીનની વાત સ્થાનિકોમાં પ્રસરી ગઇ હતી. જેના પગલે સ્થાનિકોએ તેની સાથે ફોટા પડાવ્યા હતા. ત્યાર બાદ દરિયામાં ઓટ આવી ગઇ હતી, પરંતુ આ ફીશ દરિયામાં પરત નહીં જઇ શકતાં સ્થાનિકો આ ૩ ડોલ્ફીનને દરિયામાં અંદર સુધી લઇ જઇને છોડી આવ્યા હતા.

ડોલ્ફીન ફીશ સાથેના ફોટા આજે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા ચાલી હતી. ઘણા લોકો તો કોસંબા પણ પહોંચી ગયા હતા. જોકે, ડોલ્ફીનને દરિયામાં છોડી દેવાતાં લોકો તેને જોઇ ન શકતાં નિરાશ થઇ પરત થયા હતા.

તિથલમાં ગત ચોમાસામાં ડોલ્ફીનું ઝુંડ જોવા મળ્યું હતું
ગુજરાતના દરિયામાં ડોલ્ફીન દેખાવાની ઘટના સામાન્ય છે. ખાસ કરીને જામનગર, ઓખા પટ્ટીમાં ડોલ્ફીન જોવા મળતી હોવાનું વલસાડ નેચર ક્લબના પ્રિતેશ પટેલે જણાવ્યું હતું. વધુમાં કહ્યું કે, વલસાડમાં પણ ચોમાસા દરમિયાન આ માછલી તણાઇ આવતી હોય છે. ગત વર્ષે પણ ચોમાસામાં વલસાડના તિથલ દરિયા કિનારાથી થોડે દુર ડોલ્ફીનનું ઝુંડ જોવા મળ્યું હતું.

Post Comments