Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વલસાડની કોન્વેન્ટ સ્કુલમાં પ્રવેશ માટે રઝળતા સ્કુલના જ વિદ્યાર્થીઓ

- સ્કૂલ સંચાલકો અને સરકાર એક બીજાને ખો આપી રહ્યા છે

- ૧૦ ટકા બેઠકો પર સ્કુલ પોતાની રીતે જ પ્રવેશ આપે એવી શંકા

વલસાડ, તા.12 જૂન, 2018, મંગળવાર

વલસાડની કોન્વેન્ટ સ્કૂલમાં તેમના જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મુદ્દે સ્કૂલ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વાલીઓને ધરમધક્કા ખવડાવાઇ રહ્યા છે. આખો મુદ્દો શિક્ષણાધિકારી પાસે પહોંચ્યો હતો, પરંતુ તેમના દ્વારા પણ કોઇ ખાસ પગલાં ભરાયા નથી. સ્કૂલ ૧૦ ટકા બેઠકોની વહેંચણી પોતાની રીતે કરે એવી શંકા સેવાઇ રહી છે.

વલસાડ કોન્વેન્ટ સ્કૂલમાં સામાન્ય પ્રવાહમાં મેરીટ મુજબ ૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાઇ ગયો છે. જેમાં સ્કૂલના અને સ્કૂલ બહારના વિદ્યાર્થીઓને પણ લેવાયા છે. જેના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવેશ માટે વલખા મારી રહ્યા છે.

સ્કૂલના ૬૦ ટકાથી ઓછા માર્કસ લાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા સ્કૂલ દ્વારા નન્નો ભણાયો છે. બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા મેનેજમેન્ટની બેઠકના નામે કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાયો છે. જેની સામે વાલીઓ પણ કંઇ બોલી શકતા નથી.

આ સંદર્ભે શિક્ષણાધિકારી એમ. એમ. પટેલે જણાવ્યું કે, લઘુમતી શાળા પાસે ૧૦ ટકા મેનેજમેન્ટ બેઠકો હોય છે. જેમાં તેઓ પોતાની રીતે બેઠકો ભરી શકે છે. સ્કૂલના સંચાલકોએ જણાવ્યું કે, અમે મેરીટના આધારે પ્રવેશ આપ્યો છે. વધારાના વિદ્યાર્થીઓ સરકારી ક્વોટા મુજબ ભર્યા છે.

આમ બંને એક બીજાને ખો આપી રહ્યા છે. જેમની વચ્ચે સ્કૂલના બાળકો અટવાઇ રહ્યા છે. કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન નહીં મળ્યું હોય એવા એક વિદ્યાર્થીએ કહ્યું કે, ૧૦ વર્ષ કોન્વેન્ટમાં કાઢ્યા હવે થોડા ઓછા માર્કસને કારણે સ્કૂલ છોડવી પડે એ ખુબ દુ:ખદ છે. આ સ્કૂલ અમારી છે જેમાં અમને પહેલો પ્રેફરન્સ મળે એ અમારો હક છે, પરંતુ અમને અમારો હક મળી શકતો નથી.

Post Comments