Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાસન ભાજપનું છતાં 'પાસ'ના ડરથી મેયર બે કલાક ફ્લેટમાં ગોંધાઇ રહયા

-કાર્યક્રમમાં ગણ્યાં ગાઠયા પાસના કાર્યકરો આક્રમક વિરોધ કરે તો બીજી તરફ ભાજપના નેતાઓની પલાયનવૃત્તિથી

સુરત, તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી  પહેલા ભાજપના કેટલાક નેતાઓનું પાસના નેતાઓ માટેનું સોફ્ટ કોર્નર ભાજપના કાર્યકરો માટે રોષનો વિષય બની ગયો છે. ભાજપના પ્રચાર અભિયાનમાં પાસ કે પાટીદારના ગણ્યા ગાંઠયા યુવાનો વિરોધ કરે છે ભાજપના  કાર્યકરોની ફોજ હોવા છતા ંભાગી જવું પડે છે આ વાત ભાજપના કાર્યકરોને અકળાવી રહી છે.

ગઈકાલે  મેયર પાસ કે પાટીદારના પાંચ સાત યુવાનોથી ગભરાઈને એક એપાર્ટમેન્ટમાં બે કલાકથી વધુ સમય ગોંધાઇ રહ્યાં તે આજે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

સુરતના મેયર અસ્મીતા શિરોયાએ આખા શહેરને ગ્રાન્ટ ફાળવવાના બદલે પાંચ કરોડની ગ્રાન્ટ પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં જ ફાળવી દીધા છે. કરંજ વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટેના અભરખા રાખનારા મેયરને પાંચ કરોની  ગ્રાન્ટ ફાળવ્યા છતાં પણ પાસ-પાટીદાર યુવાનોથી ડરીને રહેવું પડી રહ્યું છે.

ગઈકાલે લંબે હનુમાન રોડ પર પાટીદારના કેટલાક યુવાનો મેયરના પ્રચાર કરવા ગયાં ત્યારે વિરોધ કરવા મંડી પડયા હતા. આ યુવાનોથી ગભરાઈને મેયર બે કલાક ગોંધાઈ રહ્યાં હતા. ભાજપનું રાજ હોવા છતાં મેયર બે કલાક સુધી પાંચ સાત યુવાનોથી ડરી જાય તે ભાજપ માટે ડુબી મરવા જેવી વાત છે.

પાટીદારના કેટલાક યુવાનો સમાજના નામે ભાજપને દબાવી રહ્યાં છે તો બીજી તરફ ભાજપના પ્રચાર દરમિયાન કાર્યકરોની સંખ્યા વધુ હોય છે પણ નેતાઓના આદેશના કારણે તેઓ ઘર્ષણમાં ઉતરતા નથી. ભાજપના નેતાઓનો પાટીદાર યુવાનો સામે પલાયનવાદ કે સોફ્ટ કોર્નર હવે ભાજપના કાર્યકરોને અકળાવી રહયો હોવાનો બળાપો કાર્યકરો વ્યક્ત કરી રહ્યાં છે.

Post Comments