Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ICCમાં ફેરફારોના વિરોધમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરવાની ધમકીં

- ભારતની સત્તા અને આવક પર કાપ મૂકતો પ્રસ્તાવ ICCમાં રજુ થશે

- ભારતીય ક્રિકેટ બોર્ડની મિટિંગમાં આખરી વિકલ્પ અંગે પણ ચર્ચા થઈ

નવી દિલ્હી, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
દોઢ મહિના બાદ ઈંગ્લેન્ડમાં શરૃ થઈ રહેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ ભાગ ન લે તેવી શક્યતા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલની તા. ૨૪મીથી શરુ થઈ રહેલી મિટિંગમાં ભારતની સત્તા અને આવક પર કાપ મૂકતો પ્રસ્તાવ રજુ થવા જઈ રહ્યો છે. જેના વિરોધમાં ભારત તેના આખરી વિકલ્પ તરીકે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરે તેવી શક્યતા છે. તાજેતરમાં મળેલી ભારતીય ક્રિકેટ બોર્ડની મિટિંગમાં બહિષ્કારના આખરી વિકલ્પને પણ અજમાવવાનો પ્રયાસ થઈ શકે તેમ છે. 
 
ભારતે ૨૦૧૩માં ઈંગ્લેન્ડમાં જ યોજાયેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી. આ વખતે ટીમ ઈન્ડિયા તેના ચેમ્પિયન તરીકેના તાજને જાળવી રાખવા માટે મેદાન પર ઉતરવાની છે. જોકે આઇસીસી તેના પ્રસ્તાવિત ફેરફારોને સ્થગિત ન કરે તો તેને ભારત જેવી મેજર ટીમ વિના જ ચેમ્પિયન્સ ટ્રોફી રમાડવી પડી શકે છે. અગાઉ પણ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના બહિષ્કારની ચિમકી ઉચ્ચારી ચૂક્યુ છે.
 
ભારતીય બોર્ડ આખરી વિકલ્પને અજમાવી શકે 
તાજેતરમા મળેલી ભારતીય ક્રિકેટ બોર્ડની સ્પેશિયલ જનરલ મિટીંગમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલની મિટીંગમાં ભારતનું વલણ કેવું રાખવું તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઈ હતી. બે કલાક ચાલેલી આ મિટિંગમાં બોર્ડના કાર્યકારી પ્રમુખ સી.કે. ખન્ના, જોઈન્ટ સેક્રેટરી અમિતાભ ચૌધરી અને ટ્રેઝરર અનિરૃદ્ધ ચૌધરી તેમજ ભારતીય ક્રિકેટ બોર્ડના સીઈઓ રાહુલ જોહરી હાજર રહ્યા હતા. તેમણે આ મિટિંગમાં જ આઇસીસીમાં રજુ થનારા વહિવટી માળખાના તેમજ આવકની વહેંચણીના નવા પ્રસ્તાવનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ મામલે ભારત તેના અંતિમ વિકલ્પ રૃપે ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરવાનું પગલું પણ ભરી શકે છે. 
 
આઇસીસીએ જ કરારનો ભંગ કર્યો છે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલની મિટિંગમાં રજુ થનારા પ્રસ્તાવમાં ભારતે એવી દલીલ તૈયાર કરી છે કે, આઇસીસીએ જ તેના સભ્યો સાથેના કરારનો ભંગ કર્યો છે. બીસીસીઆઇની સ્પેશિયલ મિટીંગમાં થયેલી ચર્ચામાં જણાવવામાં આવ્યું છે કે, ભારત ૨૦૧૪માં થયેલા આવકની વહેંચણીના તેમજ અમલી બનેલા વહિવટી માળખામાં વિશ્વાસ રાખીને જ ભારતે અત્યાર સુધી આઇસીસીના ભાવિ પ્રવાસ કાર્યક્રમ અનુસારની સિરિઝમાં ભાગ લીધો હતો. હવે જો આઇસીસી તેમાં ફેરફાર કરે તો તે ભારતીય ક્રિકેટ બોર્ડની પીઠમાં છરો ભોંક્યા બરોબર કહેવાય. ભારત રાજકીય કારણોસર જ પાકિસ્તાન સામેની શ્રેણી રમી શક્યું નથી. 
 
ચેમ્પિયન્સ ટ્રોફીનું જંગી બજેટ પણ વિવાદનું કારણ
સુપ્રીમ કોર્ટે નિમેલી વહિવટદારોની પેનલ ભારતીય ક્રિકેટ બોર્ડની ધુરા સંભાળી તે અગાઉ અનુરાગ ઠાકુર પ્રમુખ હતા ત્યારે પણ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી અંગે પ્રશ્નાર્થ સર્જ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે ઈંગ્લેન્ડના બોર્ડને ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન માટે ૧૦ કરોડ ડોલરથી વધુ રકમ આપવાની તૈયારી કરી લીધી હતી. ગત વર્ષે ભારતમાં યોજાયેલા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ માટે આઇસીસીએ માંડ ત્રણ કરોડ ડોલર જેટલી રકમની ફાળવણી કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટના આયોજન માટેની રકમની ફાળવણીમાં આ પ્રકારનો ભેદભાવ રાખવા બદલ આઇસીસીની ઝાટકણી કાઢી હતી. 

Post Comments