Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વન-ડે ક્રિકેટ : છેલ્લા ૧૨ વર્ષમાં ૧૮ વખત ૪૦૦થી વધુનો સ્કોર

- ૧૨ માર્ચ ૨૦૦૬ના ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા વન-ડે સાથે પ્રથમવાર ૪૦૦નો સ્કોર જોવા મળ્યો હતો

- વન-ડેમાં એક તબક્કે ૩૦૦થી વધુનો સ્કોર પણ 'એવરેસ્ટ' સમાન ગણાતો હતો

- ૧૨ વર્ષ અગાઉ જોહાનિસબર્ગ વન-ડેમાં ૮૭ બાઉન્ડ્રી-૨૬ સિક્સ સાથે ૯૯.૫ ઓવરમાં ૮૭૨ રન થયા હતા

અમદાવાદ, તા. ૧૨ માર્ચ 2018, સોમવાર

આજથી બરાબર ૧૨ વર્ષ અગાઉ વન-ડે ક્રિકેટમાં કોઇ પણ ટીમ ૨૭૫થી વધુનો સ્કોર કરે તો તેના વિજયની સંભાવના ૮૦% ગણી લેવામાં આવતી અને ૩૦૦થી વધુનો સ્કોર કરે તો ચેઝ કરનારી ટીમનો પરાજય લગભગ નિશ્ચિત જ ગણી લેવાતો હતો. પરંતુ ૧૨ માર્ચ ૨૦૦૬ના ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા વચ્ચે જોહાનિસબર્ગ ખાતે રમાયેલી વન-ડે સાથેે ક્રિકેટની રમતનું સમિકરણ સંપૂર્ણ બદલાઇ ગયું છે.

જોહાનિસબર્ગ ખાતે ૧૨ માર્ચ ૨૦૦૬ના રમાયેલી વન-ડેની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં  ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૪૩૪ રન ખડક્યા હતા. આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં ૪૦૦થી વધુનો સ્કોર થવાની આ સૌપ્રથમ ઘટના હતી. જોકે, વન-ડે ક્રિકેટમાં ૪૦૦ના સ્કોેર કરનારી એકમાત્ર ટીમ હોવાનો લુત્ફ ઓસ્ટ્રેલિયા ચાર કલાક માટે જ ઉઠાવી શકી હતી. દક્ષિણ આફ્રિકાએ આ ટાર્ગેટને ૪૯.૫ ઓવરમાં ૯ વિકેટે વટાવીને ઈતિહાસ સર્જી દીધો હતો.

પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ એડમ ગિલક્રિસ્ટના ૪૪ બોલમાં ૫૫, કેપ્ટન રિકી પોન્ટિંગના ૯ સિક્સ સાથે ૧૦૫ બોલમાં ૧૬૪, માઇક હસ્સીના ૫૧ બોલમાં ૫૧ રનની સહાયથી ૪૩૪ રન ખડક્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આખરી ૪ ઓવરમાં ૬૦ રન ફટકાર્યા હતા. જવાબમાં કેપ્ટન ગ્રીમ સ્મિથના ૫૫ બોલમાં ૯૦, ગિબ્સના ૭ સિક્સ સાથે ૧૧૧ બોલમાં ૧૭૫ની સહાયથી દક્ષિણ આફ્રિકાએ રોમાંચક વિજય મેળવ્યો હતો. આ મેચમાં કુલ ૮૭ બાઉન્ડ્રી અને ૨૬ સિક્સ જોવા મળી હતી.

જોહાનિસબર્ગ વન-ડેનો સંક્ષિપ્ત સ્કોર

૧૨ માર્ચ ૨૦૦૬ : ઓસ્ટ્રેલિયા ૫૦ ઓવરમાં ૪ વિકેટે ૪૩૪ (પોન્ટિંગ ૧૦૫ બોલમાં ૧૬૪, માઇક હસ્સી ૫૧ બોલમાં ૫૧, ગિલક્રિસ્ટ ૪૪ બોલમાં ૫૫, ટેલિમાકસ ૧૦-૧-૮૭-૨). દક્ષિણ આફ્રિકા ૪૯.૫ ઓવરમાં ૪૩૮/૯ (ગિબ્સ ૧૧૧ બોલમાં ૧૭૫, ગ્રીમ સ્મિથ ૫૫ બોલમાં ૯૦, લેવિસ ૧૦-૦-૧૧૩-૦, બ્રેકેન ૧૦-૦-૬૭-૫).

માત્ર પાકિસ્તાન-વિન્ડીઝ ૪૦૦નો સ્કોરે પહોંચી શક્યા નથી

૧૨ માર્ચ ૨૦૦૬ અગાઉ વન-ડે ક્રિકેટમાં ક્યારેય કોઇ ટીમે ૪૦૦નો આંક વટાવ્યો નહોતો. પરંતુ જોહાનિસબર્ગ ખાતે રમાયેલી ઐતિહાસિક વન-ડે સાથે જ કુલ ૧૮ વાર ૪૦૦થી વધુનો સ્કોર જોવા મળી ચૂક્યો છે. જેમાંથી દક્ષિણ આફ્રિકાએ ૬, ભારતે ૫, ઇંગ્લેન્ડ-શ્રીલંકા-ઓસ્ટ્રેલિયાએ બે-બે અને ન્યૂઝીલેન્ડે ૧ વાર ૪૦૦થી વધુનો સ્કોર કર્યો છે. આમ, ટેસ્ટ દરજ્જો ધરાવતી મુખ્ય ટીમમાંથી પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ જ ક્યારેય ૪૦૦ના સ્કોર સુધી પહોંચી શકી નથી.

બીજી ઇનિંગ્સમાં બે વાર ૪૦૦થી વધુનો સ્કોર

વન-ડેની બીજી ઇનિંગ્સમાં ૪૦૦થી વધુનો સ્કોર થયો હોય તેવું માત્ર બે વાર બન્યું છે. જેમાંની એક મેચ ૧૨ માર્ચ ૨૦૦૬ના ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઇ હતી. બીજી ઘટના ૧૫ ડિસેમ્બર ૨૦૦૯ના ભારત-શ્રીલંકા વચ્ચે રાજકોટ ખાતે રમાયેલી વન-ડેમાં જોવા મળી હતી. જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા ૭ વિકેટે ૪૧૪ અને શ્રીલંકાએ ૮ વિકેટે ૪૧૧ રન કર્યા હતા.

કોણે ૪૦૦થી વધુનો સ્કોર ખડક્યો?

ટીમ

કેટલીવાર

પરિણામ

દ. આફ્રિકા

તમામ ૬ મેચમાં વિજય

ભારત

તમામ ૫ મેચમાં વિજય

ઇંગ્લેન્ડ

બંને મેચમાં વિજય

શ્રીલંકા

૧મા વિજય, ૧મા પરાજય

ઓસ્ટ્રેલિયા

૧મા વિજય, ૧મા પરાજય

ન્યૂઝીલેન્ડ

૧મા વિજય



વન-ડેમાં હાઇએસ્ટ સ્કોર

સ્કોર

ટીમ

વિ.

સ્થળ

વર્ષ

૪૪૪/૩

ઇંગ્લેન્ડ

પાકિસ્તાન

નોટ્ટિંગહામ

૨૦૧૬

૪૪૩/૯

શ્રીલંકા

નેધરલેન્ડ્સ

એમ્સ્ટેલવિન

૨૦૦૬

૪૩૯/૨

દક્ષિણ આફ્રિકા

વિન્ડીઝ

જોહાનિસબર્ગ

૨૦૧૫

૪૩૮/૯

દક્ષિણ આફ્રિકા

ઓસ્ટ્રેલિયા

જોહાનિસબર્ગ

૨૦૦૬

૪૩૮/૪

ઓસ્ટ્રેલિયા

દક્ષિણ આફ્રિકા

જોહાનિસબર્ગ

૨૦૦૬

 

Post Comments