Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડેવિસ કપમાં કેનેડાનો સામનો કરવા માટે ભારતીય ટીમ સજ્જ

- આવતીકાલથી ભારત-કેનેડા વચ્ચે ડેવિસ કપ પ્લે ઓફ

એડમોન્ટોન,તા.૧૩ સપ્ટેમ્બર બુધવાર 2017

ભારત અને કેનેડા વચ્ચે તારીખ ૧૫મી સપ્ટેમ્બરથી એડમોન્ટો ખાતે ડેવિસ કપ વર્લડ ગુ્રપ પ્લે ઓફ મુકાબલો ખેલાવાનો છે. ભારતીય ડેવિસ કપ ટીમના કોચ ઝિશાન અલીને આશા છે કે, ઈન્ડોર્સમાં ખેલાનારા ડેવિસ કપ મુકાબલામાં ભારતીય ખેલાડીઓ કેનેડાને જોરદાર ટક્કર આપશે. કેનેડાનો ટોચનો ખેલાડી રાઓનિક ઈજાના કારણે ડેવિસ કપમાં રમી રહ્યો નથી. જોકે તાજેતરમાં નડાલ, ડેલ પોટ્રો જેવા ખેલાડીઓને હરાવીને આકર્ષણ જમાવનારો યુવા સ્ટાર શાપોવાલોવ ભારત સામે રમવાનો છે.

નોન પ્લેઈંગ કેપ્ટન મહેશ ભુપતિની આગેવાનીમાં કેનેડા પહોંચેલી ભારતીય ડેવિસ કપ ટીમમાં યુકી ભામ્બરી, રામકુમાર રામનાથન, ડબલ્સ સ્પેશિયાલીસ્ટ રોહન બોપન્ના તેમજ સાકેત માયનેની સામેલ છે.
ભારતીય ટીમના કોચ ઝિશાન અલીએ કહ્યું કે, કેનેડા સામેનો ડેવિસ કપ મુકાબલો ઈન્ડોર્સમાં રમાવાનો હોવાથી ભારતને ફાયદો મળશે. ભારત છેલ્લે ન્યૂઝિલેન્ડ સામે ઈન્ડોર્સમાં રમ્યું હતુ અને ત્યારે આપણી ટીમનો દેખાવ જબરજસ્ત રહ્યો હતો. અલીએ ઉમેર્યું કે, ઈન્ડોર્સમાં રમવાના કારણે અહીંનો તડકો કે પવન આપણા ખેલાડીઓને પરેશાન નહિ કરે. આવી સ્થિતિમાં કોઈ પણ ખેલાડીની રમતમાં ૨૦ થી ૨૫ ટકા જેટલો સુધારો આવી જાય છે. ભારત છેલ્લા ત્રણ વર્ષથી વર્લ્ડ ગુ્રપ પ્લે ઓફમાં પ્રવેશ મેળવે છે અને ત્યાર બાદ હારી જાય છે. જોકે આ વખતે ભારતને ફરી વર્લ્ડ ગુ્રપમાં એન્ટ્રી મેળવવાની આ તક છે. ભારતને અગાઉ સર્બિયા, ચેક રિપબ્લિક અને સ્પેન સામે હારીને બહાર ફેંકાવું પડયું હતુ.

Post Comments