Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી આખરી ટેસ્ટ : ભારત શ્રીલંકાનો વ્હાઈટવોશ કરીને ઈતિહાસ રચવા આતુર

- કોહલીને વિદેશની ભૂમિ પર પહેલી વખત ૩-૦થી શ્રેણી જીતનારા પ્રથમ ભારતીય કેપ્ટન બનવાની તક

- પાલેકલમાં સવારે ૧૦.૦૦થી મેચ શરૃ થશે : શ્રીલંકા ઘરઆંગણે વ્હાઈટવોશની નાલેશીથી બચવાની કોશિશ કરશે

પાલેકલ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

ભારત આવતીકાલથી શરુ થઈ રહેલી શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટમાં ઈતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. શ્રેણીમાં ૨-૦થી સરસાઈ મેળવ્યા બાદ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ભારતીય ટેસ્ટ ઈતિહાસમાં પહેલી વખત વિદેશ પ્રવાસમાં ૩-૦થી હરિફ ટીમને વ્હાઈટવોશ કરવાની સિદ્ધિ મેળવવા તરફ મીટ માંડી રહી છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ૮૫ વર્ષના ઈતિહાસમાં અગાઉ કોઈ ભારતીય ટીમ વિદેશ પ્રવાસમાં આવી સફળતા મેળવી શક્યું નથી. શ્રીલંકા ઘરઆંગણે વ્હાઈટવોશની નાલેશીથી બચવાનો પ્રયાસ કરશે. તેઓ ૨૦૦૪માં પહેલી અને છેલ્લી વખત ઘરઆંગણે ૦-૩થી ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી હાર્યા હતા, જે પછી હવે તેઓ ફરી વખત આવી શરમજનક સ્થિતિને આરે આવી પહોંચ્યા છે. હવે તેઓ વર્લ્ડ નંબર વન ભારત સામે ટકી શકે છે કે નહિ તે જોવાનું રહેશે. ભારતીય સમય પ્રમાણે સવારે ૧૦.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

ભારતીય બેટ્સમેનોને ફોર્મ જાળવવાનો વિશ્વાસ
શ્રીલંકા પ્રવાસમાં ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અજિંક્યા રહાણેએ શાનદાર દેખાવ કર્યો હતો. પુજારાએ બંને ટેસ્ટમાં સદી ફટકારી હતી. જ્યારે રહાણેએ પ્રથમ ટેસ્ટમાં અડધી સદી અને ત્યારબાદ બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી. ધવને પણ પ્રથમ ટેસ્ટમાં ૧૯૦ રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન કોહલીએ પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી. ભારતે સતત બે ટેસ્ટમાં ૬૦૦ કે વધુનો સ્કોર ખડક્યો હતો. ભારતે શ્રેણીમાં કુલ પાંચ સદી ફટકારી છે, જ્યારે શ્રીલંકા તરફથી બે સદી નોંધાઈ છે. હાર્દિક પંડયા, અશ્વિન, સાહા જેવા મીડલ અને લૉ ઓર્ડર બેટ્સમેનોની હાજરીને કારણે ભારતની બેટીંગ લાઈનઅપ વધુ લાંબી અને મજબુત બની છે.

જાડેજાની ગેરહાજરીમાં અશ્વિનના જોડીદાર અંગે સસ્પેન્સ
ટેસ્ટ બોલરો અને ઓલરાઉન્ડરોમાં નંબર વનનું સ્થાન ધરાવતા રવિન્દ્ર જાડેજાની ખોટ આવતીકાલથી શરુ થનારી ટેસ્ટમાં ભારતને સાલશે તે નક્કી છે. ભારતની પાસે અશ્વિન જેવો દિગ્ગજ સ્પિનર અને ઓલરાઉન્ડર છે. જો કે તેના જોડીદાર તરીકે ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને તક આપવામાં આવશે કે પછી ગુજરાતના ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટેસ્ટ કેપ મળશે, તે જોવાનું રહેશે. અક્ષરે તાજેતરમાં ઈન્ડિયા-એ તરફથી સાઉથ આફ્રિકાના પ્રવાસમાં નોંધપાત્ર દેખાવ કર્યો હતો. તેની પાસે વન ડે અને ટી-૨૦ રમવાનો અનુભવ છે, જેના કારણે આવતીકાલે તેને ટેસ્ટ કેપ મળે તો પણ નવાઈ નહિ. રણજી ટ્રોફીમાં રમવાનો બહોળો અનુભવ તે ધરાવે છે.

પાલેકલ સ્ટેડિયમમાં ભારત પ્રથમ વખત ટેસ્ટ રમશે
શ્રીલંકાના કેન્ડીમાં આવેલા પાલેકલ સ્ટેડિયમમાં આવતીકાલથી શ્રેણીની ત્રીજી અને આખરી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. શ્રીલંકા મેદાન પર પાંચ ટેસ્ટ મેચ રમ્યું છે, જેમાંથી ત્રણ ડ્રો થઈ છે. જ્યારે એકમાં તેઓને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડયો હતો. જ્યારે જુલાઈ, ૨૦૧૬માં રમાયેલી છેલ્લી ટેસ્ટમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને ૧૦૬ રનથી પરાજય આપ્યો હતો. ભારત આ મેદાન પર પહેલી વખત ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે. આવતીકાલની મેચમાં વરસાદ વિલન બની શકે છે. આજે સવારે વરસાદને કારણે ગ્રાઉન્ડ સ્ટાફ અને ક્રિકેટરો પરેશાન રહ્યા હતા.

ભારત : કોહલી (કેપ્ટન), રહાણે (વાઈસ કેપ્ટન), ચેતેશ્વર પુજારા, ધવન, કુલદીપ, બી.કુમાર, શમી, મુકુંદ, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, અશ્વિન, લોકેશ, સાહા (વિ.કી.), રોહિત શર્મા, ઈશાંત, ઉમેશ યાદવ.

શ્રીલંકા : ચાંદીમલ (કેપ્ટન), ડી. ચામીરા, ધનંજયા, ડિકવેલા (વિ.કી.), ફર્નાન્ડો, ગામાગે, કરુણારત્ને, કુમારા, મેથ્યૂસ, કે.મેન્ડિસ, ડી. પરેરા, પુષ્પકુમારા, સનદાકન, થારંગા, થિરિમાને.

Post Comments