Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આઇસ ક્રિકેટ : સેહવાગની ટીમ બીજી ટી-૨૦ની સાથે શ્રેણી પણ હારી

સેંટ. મોરીત્ઝ : સ્વિત્ઝર્લેન્ડમાં બરફના મેદાન પર રમાયેલી સૌપ્રથમ ટી-૨૦ સિરિઝમાં આફ્રિદીની આગેવાની હેઠળની રોયલ્સ ટીમે સેહવાગની ડાયમંડ ટીમને ૨-૦થી પરાજય આપ્યો હતો.  બરફ પર ટર્ફ કારપેટ બિછાવીને તૈયાર કરવામાં આવેલી પીચ પર રમાયેલી બીજી ટી-૨૦માં આફ્રિદીની રોયલ્સે ટીમે ૨૦ બોલ બાકી હતા, ત્યારેઆઠ વિકેટથી જીત મેળવી હતી. ડાયમંડ્સ ટીમે સાયમંડ્સના ૫ છગ્ગા અને ૪ ચોગ્ગા સાથેના ૪૨ બોલમાં અણનમ ૬૭ તેમજ મોહમ્મદ કૈફના ૫ છગ્ગા અને ૩ ચોગ્ગા સાથેના ૩૦ બોલમાં ૫૭ની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેેટે ૨૦૫ રન કર્યા હતા. સેહવાગે ૨૨ બોલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૪૬ રન કર્યા હતા. રઝાકે ૪૮ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં કાલીસે ૩૭ બોલમાં ૧૩ ચોગ્ગા અને  ૪ છગ્ગા સાથે અણનમ ૯૦ તેમજ ગ્રીમ સ્મિથે ૩૬ બોલમાં ૭ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૫૮ તેમજ ઓવેશ શાહે ૨૧ બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૪૩ રન ફટકારતાં રોયલ્સ ટીમે ૧૬.૨ ઓવરમાં બે વિકેટે ૨૦૬ રન કરતાં મેચ જીતી લીધી હતી. અગાઉ પ્રથમ ટી-૨૦માં આફ્રિદીની રોયલ્સ ટીમે છ વિકેટથી સેહવાગની ડાયમંડ ટીમને હરાવી હતી. આ ટી-૨૦માં મોહમ્મદ કૈફ, માલિંગા, માઈકલ હસી, જયાવર્દને, ઝહીર ખાન, અજીત અગરકર, તિલકરત્ને, જોગીંદર શર્મા, રમેશ પોવાર, જેક કાલીસ, મેક્કુલમ, વેટ્ટોરી, પાનેસર, ગ્રીમ સ્મિથ, પ્રાયર વગેરેએ ભાગ લીધો હતો.

Post Comments