Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત સામે ICC દાંત વિનાનો વાઘ બની જાય છે : અક્રમનો કટાક્ષ

- ICC ભારતને પાક. સામે રમવા દબાણ ન કરી શક્યું

લાહોર,તા.૧૦ નવેમ્બર શુક્રવાર 2017

પાકિસ્તાનના લેજન્ડરી ફાસ્ટ બોલર વસીમ અક્રમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ પર કટાક્ષ કરતાં કહ્યું છે કે, જ્યારે ભારત સામે આવે છે ત્યારે તો આઇસીસી દાંત વિનાનો વાઘ બની જાય છે. અક્રમે આ કટાક્ષ એટલા માટે કર્યો છે કારણ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે પાકિસ્તાનની ઈચ્છા મુજબ ભારતને તેની સામે ક્રિકેટ શ્રેણી રમવા માટે દબાણ કર્યું નથી. જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને તેના ક્રિકેટરો ધુંધવાયેલા છે. અક્રમે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનના યુવા ખેલાડીઓને એકબીજાની સામે રમવા નથી મળતું તે દુર્ભાગ્ય છે. ક્રિકેટને રાજકારણથી દૂર રાખવું જોઈએ. પાકિસ્તાનની ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં અક્રમે કહ્યું કે, મને નથી લાગતું કે, આઇસીસી પાસે એવી સત્તા છે કે તેઓ ભારતીય ક્રિકેટ બોર્ડને ફરજ પાડી શકે. હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે, વ્યક્તિનો વ્યક્તિ સાથેસંપર્ક થાય તે જરુરી છે અને રમતો તેમજ રાજકારણને જુદા રાખવા જરુરી છે.પાકિસ્તાનના એક સમયના દિગ્ગજ ફાસ્ટ બોલરે ઊમેર્યું કે, ભારત અને પાકિસ્તાનનો મુકાબલો એશિઝ કરતાં પણ રોમાંચક હોય છે. એશિઝને તો માત્ર બે કરોડ લોકો જ નિહાળે છે, જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચને તો એક અબજ થી વધુ લોકો જુએ છે.

Post Comments