Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ટોપ બ્રેકેટમાંથી ધોની-અશ્વિન આઉટ

- વાર્ષિક રૃા. ૭ કરોડ મેળવનારા ક્રિકેટરોની A+ કેટેગરીમાં કોહલી, રોહિત, ધવન, બુમરાહ અને ભુવનેશ્વર સામેલ

- પાંચ કરોડ મેળવનારા ક્રિકેટરોની છ કેટેગરીમાં જાડેજા-પુજારા સહિત સાત ખેલાડીઓ

નવી દિલ્હી,તા.૭ માર્ચ 2018, બુધવાર

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ સાઈડ લાઈન થઈ રહેલા ભૂતપૂર્વ કેપ્ટન ધોની તેમજ સ્પિનર અશ્વિનને ભારતીય ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ટોપ બ્રેકેટમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ત્રણેય ફોર્મેટમાં રમતાં સૌથી એલિટ ખેલાડીઓને વાર્ષિક રૃપિયા ૭ કરોડનો કોન્ટ્રાક્ટ આપે છે, જે એ-પ્લસ કોન્ટ્રાક્ટ તરીકે ઓળખાય છે. બોર્ડે આ વખતે એ-પ્લસ કેટેગરીના કોન્ટ્રાક્ટમાં માત્ર પાંચ જ ખેલાડીઓને સામેલ કર્યા છે, જેમાં કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે.

ધોની અને અશ્વિનને બીજી હરોળનો માત્ર એ ગ્રેડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેમાં તેમની સાથે રવિન્દ્ર જાડેજા, ચેતશ્વર પુજારા, મુરલી વિજય, અજિંક્યા રહાણે અને વ્રિધ્ધિમાન સાહા સ્થાન ધરાવે છે. એ ગ્રેડમાં સ્થાન ધરાવતા આ સાત ખેલાડીઓને વાર્ષિક રૃપિયા પાંચ કરોડ ચૂકવાશે.

ત્રણ કરોડ મેળવનારા બી ગુ્રપના કોન્ટ્રાક્ટ પણ સાત ખેલાડીઓને ઓફર કરવામાં આવ્યા છે. બી ગુ્રપના કરાર મેળવનારા ખેલાડીઓમાં લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, યઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડયા, ઈશાંત શર્મા અને દિનેશ કાર્તિકને સ્થાન મળ્યું છે.  જ્યારે રૃા. એક કરોડની રિટનેર ફી ધરાવતા સી ગ્રેડના કોન્ટ્રાક્ટમાં પાર્થિવ પટેલ, અક્ષર પટેલ, કેદાર જાધવ, મનીષ પાંડે, કરૃન નાયર, રૈના અને જયંત યાદવનો સમાવેશ થાય છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ઓક્ટોબર, ૨૦૧૭ થી લઈને સપ્ટેમ્બર, ૨૦૧૮ ના સમયગાળા માટે આ વાર્ષિક કોન્ટ્રાક્ટ કર્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતુ કે, બોર્ડ તેના સરપ્લસ ફંડમાંથી રૃપિયા ૧૨૫ કરોડ પ્લેયર્સ રેવન્યુ-કમ્પન્સેશન ઈક્વલાઈઝેશન ફંડમાં ફાળવશે. સુપ્રીમ કોર્ટેનિમેલી બોર્ડના વહિવટદારોની સમિતિના પ્રયાસો થકી જ  કોન્ટ્રાક્ટની ફીનું સ્ટ્ર્ક્ટચર તૈયાર કરવામાં આવ્યું છે.

ગુજરાતના સાત ખેલાડીઓને કુલ ૨૨ કરોડનો કોન્ટ્રાક્ટ
ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કરેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગુજરાત રાજ્યના કુલ સાત ખેલાડીઓને વાર્ષિક રૃપિયા ૨૨ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગુજરાતના મીડિયમ પેસર જસપ્રીત બુમરાહને સાત કરોડના એ પ્લસ ગ્રેડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જ્યારે પાંચ કરોડ રૃપિયાની રિટેનર ફી ધરાવતા એ ગ્રેડના કોન્ટ્રાક્ટની યાદીમાં સૌરાષ્ટ્રના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પુજારાનો સમાવેશ થાય છે. બરોડાના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને રૃપિયા ૩ કરોડની રિટેનર ફી ધરાવતા ૂબી  ગ્રેડના કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે. જ્યારે એક-એક કરોડની રિટેનર ફી ધરાવતા સી ગ્રેડના કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની યાદીમાં ગુજરાતના વિકેટકિપર પાર્થિવ પટેલ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલને સ્થાન મળ્યું છે.

૨૬ ક્રિકેટરોને કુલ મળીને રૃપિયા ૯૮ કરોડના કોન્ટ્રાક્ટ
ભારતીય ક્રિકેટ બોર્ડે આજે તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, જેમાં કુલ મળીને ૨૬ ક્રિકેટરોને જુદી-જુદી કેટેગરીમાં રૃપિયા ૯૮ કરોડના  કોન્ટ્રાક્ટની ઓફર કરી હતી. બીસીસીઆઇએ એ પ્લસ કેટેગરીમાં પાંચ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જેઓની રીટેનર ફી રૃપિયા ૭ કરોડ છે. જ્યારે આ પછી એ, બી અને સી એમ ત્રણ ગ્રેડમાં સાત-સાત ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. જેમાં એ ગ્રેડના ખેલાડીઓને રૃપિયા પાંચ કરોડ, બી ગ્રેડના ખેલાડીઓને રૃપિયા ૩ કરોડ અને સી ગ્રેડમાં રૃપિયા એક કરોડનો કોન્ટ્રાક્ટ ઓફર કર્યો છે.

ટોચની મહિલા ક્રિકેટરોને રૃપિયા ૫૦ લાખનો કોન્ટ્રાક્ટ
ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ક્રિકેટરો માટે પણ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. જેમાં ભારતની વર્લ્ડ કપ સ્ટાર્સ મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાનાને વાર્ષિક રૃપિયા ૫૦ લાખની રકમ ધરાવતા ટોપ બ્રેકેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ
A+ ગ્રેડ (વાર્ષિક રૃા. ૭ કરોડ )
વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર

A ગ્રેડ (વાર્ષિક રૃા. ૫ કરોડ )
મહેન્દ્ર સિંહ ધોની, આર.અશ્વિન, ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, મુરલી વિજય, અજિંક્યા રહાણે, વ્રિધ્ધિમાન સાહા.

B ગ્રેડ (વાર્ષિક રૃા. ૩ કરોડ )
હાર્દિક પંડયા, લોકેશ રાહુલ, ઉમેશ યાદવ, કુલદીપ યાદવ, યઝવેન્દ્ર ચહલ, ઈશાંત શર્મા, દિનેશ કાર્તિક.

C ગ્રેડ  (વાર્ષિક રૃા. ૧ કરોડ )
પાર્થિવ પટેલ, અક્ષર પટેલ, કેદાર જાધવ, મનીષ પાંડે, કરૃન નાયર, સુરેશ રૈના, જયંત યાદવ.

Post Comments