Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોરોના- હર્ષદ રાવલ

બગડતા લીવરની કુદરતી સારવારો

દર્દીની ખોટી ટેવોના કારણે લીવરમાં કોષોની કાર્યક્ષમતા ઘટવા લાગે છે. અને તે નિષ્ક્રિય બનવા લાગે છે જેના કારણે પાચકરસોનું પ્રમાણ અને ગુણવત્તા પણ ઘટવા લાગે છે

ઈશ્વરે શરીરની અદ્ભૂત રચના આપેલી છે. જેટલું શરીરને પોશવા માટે કુદરતી ખોરાકી આપવામાં આવે તો આ શરીર સો વર્ષ સુધી તંદુરસ્ત રીતે ટકી રહે છે. પરંતુ આપણી કૂટેવો જેવી કે તમાકુ ને દારૃનું સેવન, વધારે પડતું માનસિક તનાવ, લીવરમાં થતું કમળાનું ઇન્ફેકશન કે હીપેટાઇટીસ બી નું ઇન્ફેકશન લાંબા ગાળે લીવરને લીવર તથા પેટના રોગો જોવા મળે છે.

આધુનિકતાની દેન સમાન અનેક ભયંકર રોગો ખૂબ ઝડપથી માનવ સ્વાસ્થને ભરડો લઈ રહ્યા છે. પરંતુ આવા રોગો પ્રત્યે દર્દી ત્યારે જ સજાગ બને છે જ્યારે તે આવા રોગોના ભરડામાં બરાબર ફસાઈ ચૂક્યો છે.
'લીવર સીરોસીસ'ના અથવા સીરોસીસ ઓફ લીવરના નામે ઓળખાતો લીવરનો આ રોગ એક ઘાતક રોગ છે તેનું પ્રમાણ છેલ્લા કેટલાક વર્ષોમાં બમણું થઈ ગયું છે.

જેનું મુખ્ય કારણ વ્યક્તિની ખાવાની અને પીવાની ટેવો છે. બહારનો અશુદ્ધ ખોરાક, વધારે પડતી ચરબીયુક્ત વાસી ખોરાક, જંકફૂડ, ગરમ પડતી દવાઓના વધારે સેવનથી અને આધુનિકતાની દોડમાં નિયમિત શરાબ સેવનથી આ રોગ થાય છે. વારંવાર થતો કમળો, પેઈનકિલરનો વધુ ઉપયોગ.

આ રોગ ૩૫ થી ૪૦ વર્ષની આસપાસ થતો હોય છે પુરુષો આ રોગનો ભોગ વધારે બને છે.

પરંતુ હવે મહિલાઓને પણ રોગનું પ્રમાણ વધવા લાગ્યું છે. આવી મહિલાઓ જાણે અજાણે તેમના બાળકોને પણ આ રોગની ભેટ આપતી હોય છે.

લીવર એ આપણા શરીરનું ખૂબ જ અગત્યનું અંગ છે ત્યાં પાચક રસો હોય છે. જે ખોરાકનું પાંચન કરે છે અને સાથે સાથે લીવરમાં લોહીને શુદ્ધ કરવાની પ્રક્રિયા પણ થાય છે. દર્દીની ખોટી ટેવોના કારણે લીવરમાં કોષોની કાર્યક્ષમતા ઘટવા લાગે છે. અને તે નિષ્ક્રિય બનવા લાગે છે જેના કારણે પાચકરસોનું પ્રમાણ અને ગુણવત્તા પણ ઘટવા લાગે છે. લીવર ઉપર નાની નાની ગાંઠો થવા લાગે છે. જેને લીવર સીરોસીસ તરીકે ઓળખવામાં આવે છે.

લીવર એ આપણા માટે ખૂબ જ અમૂલ્ય છે જીવનમાં તે બગડે તો તેને ટ્રાન્સપ્લાન્ટ કરવાની કે તેને ફરીથી સંપૂર્ણ સ્વસ્થ બનાવવાની ઔષધ આધુનિક સાયન્સ પાસે પણ નથી. હૃદયરોગ માટે અને કેટલેક અંશે કિડની માટે આધુનિક સાયન્સે પ્રગતિ કરી છે. પરંતુ લીવરના રોગોમાં એવી કોઈ પ્રગતી કરી નથી.

લીવર બિનકાર્યક્ષમ બનવા લાગે એટલે લોહીની શુદ્ધિકરણની પ્રક્રિયા પણ જોખમાય છે. જેનું ભારે નુકશાન હૃદય અને કિડનીને થાય છે.

હોમિયોપેથીકમાં કિડનીના રોગોની ખૂબ જ સારી અને અસરકારક દવાઓ છે. જેનાથી તમારી કિડની ફરીથી કાર્યક્ષમ બની જાય છે.

લીવર એ આપણા શરીરનું એટલું કાર્યક્ષમ અંગ છે. કે પચાસ ટકા સુધી બગડી ગયું હોય તો પણ અડધું, લીવર તમારા શરીરને ટકાવી રાખે છે. એટલે શરૃઆતમાં આ રોગની જાણ જલદી થતી નથી.

પરંતુ શરૃઆતના સામાન્ય લક્ષણોને જો ધ્યાનમાં લેવામાં આવે તો આપણે આપણા જીવનને બચાવી શકીએ છીએ.

શરૃઆતના લક્ષણોમાં દર્દીને ખાવાં-પીવા પ્રત્યે અરુચિ લાગે.

ખાવાનું જોઈને એને ઊલટી, ઊબકા થાય, શરૃઆતમાં આવા લક્ષણોને ધ્યાનમાં લેવામાં ન આવે તો લીવરની લોહીની નસો ફૂલી જતા ઊલટીમાં કે ઝાડામાં લોહી પડે અને પરિસ્થિતિ વણસવા લાગે.

શરૃઆતમાં જો તમે સચેત બનો અને લીવર ફન્કશન ટેસ્ટ અને S.G.P.T. S.G.Q.T. અને લીવરની સોનોગ્રાફી દ્વારા લીવરની સ્થિતિ જાણી શકાય છે. અને લીવરને બચાવી શકાય છે.

હોમિયોપેથિમાં લીવરની કાર્યક્ષમતા વધારો કરતી કોન્સ્ટીટયુશન દવાઓ કે જે દર્દીનું બંધારણ, સ્વભાવ તેને માનસિક અને શારીરિક ક્ષમતા અને ટેવોને ધ્યાનમાં રાખીને આપતા ખૂબ જ સુંદર પરિણામ આપે છે.

દારૃ પોતાની જિંદગી માટે ઝેર છે એવું જાણતા હોવા છતાં જ તેને છોડી શકતા નથી. તેમની આદત છોડાવવાની પણ હોમિયોપેથીમાં અસરકારક ઔષધો છે. જે તમારા અમૂલ્ય જીવન માટે અર્મૃત સમાન છે.

હોમિયોપેથિક દવામાં નેટ્રમ સલ્ફ ૬ટ પાવરની દવા રોજ ૧ ડોઝ લેવો. સાથે સાથે દર્દીએ સાદો ખોરાક, વ્યાયામ તથા આડઅસર વગરની દવાઓ બગડતા લીવરમાં જીવન સંચાર કરે છે. અને દર્દીનું આયુષ્ય વધારે છે. આધુનિક સારવારમાં અતિખર્ચાળ સારવાર દરેક દર્દીનાં પહોંચની બહાર હોય છે. માટે લીવર સારું તો જિંદગી સારી.

 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments