Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સારાંશ - વિનોદ ડી. ભટ્ટ

સામી દલીલ કરે તેવી પત્ની પસંદ નથી કરતા..

આફ્રિકાના કેટલાક દેશોમાં પુરૃષો, તેમની સામે બોલે કે તેમની વાતમાં

સુપર્બ મોડલની સુપર આત્મકથા ભાગ-૫

૬૦ વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરવાના બદલે ૧૩ વર્ષની વારિસે ભાગી જવાનું વિચાર્યૂં

૬૦ વર્ષનો ડોસો ૧૩વર્ષની છોકરીના બદલામાં દહેજમાં ૫ ઊંટ આપવાનો હતો

મેં રોકી રાખવા ઘણી કોશિશ કરી, પણ મારી આંખમાંથી આંસુ વહેવા માંડયા. રડતા રડતા મેં પાપાને કહ્યું, 'હું લગ્ન કરવા નથી ઇચ્છતી. હું આ ઘર નહીં છોડું પાપા, હું તમારી અને મમ્માની સાથે જ રહેવા માંગુ છું'
પાપાએ ભારપૂર્વક ફરી કહ્યું એ બહુ સારો માણસ છે. તારે મારા બોલ પર વિશ્વાસ રાખવો જોઇએ અને હું કહું તેમ જ કરવું જોઇએ.'

હું નીચુ મોઢું કરી ત્યાં જ ઊભી રહી. પાપાની સામે નકારમાં ડોકું હલાવ્યું. પાપાની વાતથી હું બહુ ગભરાઇ ગઇ હતી.

પાપાની વાતને મેં મોઢામોઢ નકારી હોવાથી છેવટે ગુસ્સામાં તેમણે મને ગાલ પર એક તમાચો મારી દીધો. ઘરમાં અત્યાર સુધી કોઇએ પાપાની સામે કોઇ પણ વાતે ના કહેવાતી હિંમત કરી નહોતી. મેં લગ્ન માટે ચોખ્ખી ના કહી દેતા કદાચ તેમનો અહમ ઘવાયો હશે.

મને હવે ખ્યાલ આવી ગયો કે અમારા દેશમાં છોકરીઓના નાની ઉંમરમાં લગ્ન કરાવી દેવાનો રિવાજ છે, એટલા માટે પાપા મારા લગ્ન વેળાસર કરાવી દેવા ઇચ્છતા હતા, તેમાં વળી મેં તેમની સામે અવાજ ઉઠાવતા હવે તો પાપા, ચોક્કસપણે મારા લગ્ન ઉતાવળે જ નક્કી કરી નાંખશે.

પાપાને લાગ્યું હશે કે હું હવે બળવાખોર બની ગઇ છું, મારી છાપ ટોમબોય જેવી બની ગઇ છે. કશી વાતે હું સ્હેજપણ ડર રાખતી નથી. આફ્રિકાનો કોઇ પુરૃષ તેની સામે બોલે કે તેની વાતમાં સામી દલીલ કરે તેવી પત્ની પસંદ નથી કરતો, માટે પાપા હવે મારી ટોમબોય તરીકેની છાપ વધારે ફેલાય તે પહેલા મારૃં નક્કી કરી જ નાંખશે.

બીજે દિવસે સવારે ઊઠીને રોજના નિત્યક્રમ મુજબ હું અમારા ઘેટા-બકરાને ગામની સીમમાં ચરાવવા લઇ ગઇ. આખો દિવસ મારા મનમાં લગ્નના વિચારો જ ચાલતા રહ્યાં. પાપાને આ મુદ્દે કઈ રીતે સમજાવવા તેના પ્લાન પણ હું મનોમન વિચારતી રહી, પણ હૃદયના ઉંડાણમાં મને ખાતરી હતી કે પાપા લગ્ન નહી કરવાની મારી કોઈ જ દલીલ નહીં સ્વીકારે.

ક્યારેક મનમાં એવો વિચાર ઝબકી જતો કે પાપાએ મારા માટે પસંદ કરેલો પતિ કેવો હશે?

મારી ઉંમર હજી માત્ર ૧૩ વર્ષની હતી. મેં લગ્ન માટે ગંભીરતાથી વિચાર સ્વાભાવિક રીતે જ કર્યો નહોતો. પણ આ નાની ઉંમરમાં મને પાપાના એક મિત્રના દીકરા જમાહ માટે રોમેન્ટિક લાગણી થઈ હતી. જમાહ મારાથી ઉંમરમાં ખાસ્સો મોટો હતો. પરંતુ હજુ તે કુંવારો હતો. જમાહ તેના પિતાનો આજ્ઞાાકિંત પુત્ર હતો. જમાહ મારી મોટી બહેન અમાનને ચાહતો હતો, પણ અમાન અમારા ભરવાડ જેવી જિંદગી જીવતા યુવાન સાથે લગ્ન કરવા નહોતી ઈચ્છતી.

કારણ એક સ્થળેથી બીજા સ્થળે ઘાસચારાની શોધમાં ફર્યા કરવાની હાર્ડ લાઈફથી તે કંટાળી ગઈ હતી. તે હંમેશા શહેરમાં જઈ કોઈ પૈસાદારને પરણવાના ખ્વાબ જોતી હતી. એટલે જ પાપાએ જ્યારે તેના માટે અમારી કોમ્યુનિટિનો માણસ શોધ્યો ત્યારે એક દિવસ અચાનક તે ઘેરથી ભાગી ગઈ. આજ સુધી તે  કયાં ગઇ કે તે  શું કરે છે તેની કોઈ જાણકારી અમને મળી નથી.

આખો દિવસ ઘેટા-બકરા ચરતા રહ્યા અને હું નજીકમાં બેસીને લગ્નના વિચારો કરતી રહી. મને તો જમાહ સાથે લગ્ન થાય તો કશો વાંધો નહોતો. મારા પાપા અને મોમે આટલા વર્ષો સાથે પસાર કર્યા તેમ હું પણ જમાહ સાથે લગ્ન કરીને એવું જ જીવન જીવી જઈશ.

સૂરજ ઢળવાની તૈયારી થતા, ઘેટા બકરા લઈ હું ઘર તરફ પાછી જતી હતી, ત્યાં જ સામેથી મારી નાની બહેન દોડતી આવી અને ઉતાવળે બોલી, પાપા કોઈકને સાથે લઈને, ઘેર આવ્યા છે. મને લાગે છે કે તેઓ તારી જ રાહ જોઈ રહ્યાં છે.

મને તુરત ખ્યાલ આવી ગયો કે પાપા ચોક્કસ તેમના પ્લાન મુજબ આગળ વધી રહ્યાં છે, મારા વિરોધની જાણે તેમને કશી જ પડી નથી.

મેં દિશા બદલી નાંખી અને બીજા રસ્તે ઘેટા બકરા લઈને સીધી ઘરના પાછળના વાડામાં ગઈ ત્યાં જઈ રોજની જેમ મેં બકરીઓ દોહવાનું શરૃ કર્યૂં. ચાર પાંચ બકરીઓ દોહી રહી એવામાં જ મારા પાપાની બૂમ સંભળાઈ, વારિસ, બેટા ક્યાં છે ? જરા અહી આવ તો.

મારૃ હૃદય એક થડકારો ચુકી ગયું. પણ હવે ગયા સિવાય છૂટકો નહોતો. આવી વિકટ સ્થિતિ વચ્ચે પણ મારા દિલમાં આશાનો એક સિતારો ચમકી ઊઠયો. કદાચ મારા પાપા સાથે હેન્ડસમ જમાહ બેઠો હોય....!

હું આંખો નીચી ઢાળીને ધીમી ચાલે બહાર ઓશરીમાં, જ્યાં પાપા મારી રાહ જોતા બેઠા હતા, ત્યાં આવી. પાપા અને મમ્માનું ઘર છોડીને કોઈ અજાણ્યા પુરૃષ સાથે રહેવા જતાં રહેવાની કલ્પનાથી જ મને ભયની કંપારી છૂટી હતી. તેના બદલે જો જમાહ સાથે મારૃં લગ્ન થાય તો મને થોડી રાહત રહે એવા વિચારથી ઓશરીમાં આવીને મેં મારી ઢળેલી આંખો જરા ઊંચી કરી. ક્ષિતિજે સૂરજ ઢળી રહ્યો હોવાથી આખું આકાશ લાલચોળ દેખાતું હતુ.

હું જેવી બહાર આવી કે તુરત પાપાએ મને નજીક બોલાવી ' અહીં આવ માય ડાર્લિંગ ડોટર' મેં પાપા સાથે બેઠેલા પુરૃષ તરફ નજર કરી લાંબી સફેદ દાઢીવાળા પુરૃષની ઉંમર ઓછામાં ઓછી ૬૦ વર્ષની હશે... !

પાપાએ તેમની બાજુમાં બેઠેલા પુરૃષ તરફ ઈશારો કરી મને કહ્યું, વારિસ, મિસ્ટર ગલુલને હેલ્લો તો કહે.

મેં એકદમ ઠંડા અને નિરસ સ્વરે હેલ્લો કહ્યું. એ વૃધ્ધ ડોસો તેની હાથ લાકડીનાં ટેકે ઝુકીને બેઠો હતો. એ મૂર્ખ ડોસલો મારી સામે ટીકી ટીકીને જોયા કરતો હતો.

મારા હેલ્લોનો તેણે કોઈ જવાબ ન આપ્યો. જે નાની છોકરી સાથે તે લગ્ન કરવાના ખ્વાબ જોઈ રહ્યો હતો, તે છોકરીને શું જવાબ દેવો એની તેને કશી ગતાગમ પડી ન હોય તેમ લાગતું હતુ.

મારી સામે લોલુપતાથી જોઇ રહેલા એ વૃધ્ધથી નજર બચાવવા માટે હું નીચું જોઇને ઉભી રહી. મારી તરફ જોઇને પાપાએ કહ્યું, ડિયર વારિસ, શરમાઇશ નહીં. હવે તું જા અને તારૃં બાકીનું ઘરકામ પતાવ.

પછી મિસ્ટર ગલુલ બાજુ નજર ફેરવી પાપા બોલ્યા, 'છોકરી હજી નાની છે એટલે શરમાય છે.'

એ ઢળતી સાંજે ગલુલ સાથેનું મારું લગ્નજીવન કેવું હશે ? તેના જ દુ:ખદ વિચારો આવ્યા કર્યા. ક્યારેય મારા પાપા-મોમથી અલગ રહી ન હોવાથી હવે તેમના વગર આ અજાણ્યા ડોસા સાથે કઇ રીતે રહેવાશે તેના વિચારો જ મારા મનમાં ઘુમરાતા હતા.

મારી ઉંમર નાની હતી એટલે આ ધૃણાજનક અને અણગમો પેદા કરતા ડોસા સાથે સહશયન કઇરીતે માણી શકીશ એવો વિચાર મને નહોતો આવ્યો. માંડ ૧૩ વર્ષની વય હોવાથી જીવનના આ પાસાથી હું બેખબર હતી.

બીજે દિવસે સવારે પાપાએ મને પાસે બોલાવીને પૂછ્યું, ગઇકાલે સાંજે મારી સાથે કોણ બેઠંુ હતું તેની તને ખબર છે ?

'મને ચોક્કસ ખબર નથી, પણ મેં ધારણા કરી લીધી છે.'

'એ તારો ભાવિ પતિ હતો.'

'પણ પાપા, એ તો ઘણો વૃધ્ધ છે.' મને અત્યારે આ આત્મકથા લખતી વેળા માન્યામાં નથી આવતું કે મારા પાપાએ મારો કશો જ વિચાર કર્યા વિના આવા વૃધ્ધને મારા પતિ તરીકે શા માટે પસંદ કર્યો હશે?

ડાર્લિંગ ડોટર, એ વૃધ્ધ છે, તે તો તારા માટે ઊલટું સારી વાત છે. એ ઘરડો છે, એટલે આમતેમ ગમે ત્યાં ભટક્યા નહીં કરે, બીજી સ્ત્રીઓ પાછળ પણ નહીં પડે એટલે ઘરમાં બીજી પત્ની લાવવાનો કોઇ સવાલ જ નહીં રહે, એ તને છોડીને ક્યાંય નહીં જાય. સારી રીતે તારી કાળજી પણ રાખશે.

આટલું કહીને છેલ્લે પાપાએ જાણે કોઇ મોટા ગર્વની વાત કહેતા હોય તેમ ઉમેર્યું, તને ખબર છે એ વૃધ્ધ તારી કેટલી કિંમત ચુકવવાનો છે?

કેટલી?

''પાંચ ઊંટ. તારા બદલામાં એ પાંચ ઊંટ આપવાનો છે' એમ કહી પાપાએ મારી પીઠ થાબડતા કહ્યું, 'મને તારા પર ગર્વ છે''.
 

Keywords saransh,06,february,2018,

Post Comments