Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બીમારીઓ પણ નોતરે છે આનંદ અને રાહતનો અનુભવ કરાવતું ચુંબન

છેલ્લાં કેટલાંક વર્ષોેમાં હિન્દી  ફિલ્મોમાં ચુંબન દ્રશ્યો ફિલ્માવવામાં આવી રહ્યાં છે. અગાઉ બે બતક કે બે ફૂલોને એકમેક સાથે જોડીને ચુંબનના પ્રતિકરૃપે દર્શાવવામાં આવતાં હતાં. જ્યારે આજે નાયક-નાયિકાના એકમેક સાથે ભીડાયેલા હોઠ જોઈને ઘરના વડિલો સંકોચ અનુભવે છે. પણ અહીં આપણે હિન્દી ફિલ્મોના ચુંબન  દ્રશ્યોની નહીં, બલ્કે વાસ્તવિક જીવનમાં કરવામાં આવતી બચીની વાત કરવાની છે.

નિષ્ણાતો કહે છે કે એક મિનિટ સુધી ચુંબન કરવાથી ૨૬ કેલેરી બળે છે. જ્યારે ગાઢ ચુંબન લેવાથી રાહતનો અનુભવ થાય છે. ગાઢ પપ્પી કરવાથી ચહેરાની ૩૪ માંસપેશી સક્રિય બને છે. તેનાથી ઓક્સિટોસીન નામના હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, જેનાથી મનને શાંતિ મળ ેછે અને નિકટ હોવાનો અહેસાસ થાય છે.

એક સર્વેક્ષણ મુજબ પહેલીવાર ચુંબન કરનારાઓને એ વાતનો આભાસ થઈ જાય છે કે તેમનો સંબંધ કેટલો ટકશે. બેઢંગુ ચુંબન અનુભવનો અભાવ દર્શાવે છે. જ્યારે સ્વાર્થી લોકોનું ચુંબન આક્રમક હોય છે. બચી કરતી વખતે જીભનો ઉપયોગ ન કરનારાઓ શરમાળ હોય છે.

આ તો થઈ કિસ કરવાથી થતાં લાભની વાત. પણ નિષ્ણાતો ચેતવણી ઉચ્ચારતાં કહે છે કે બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે માત્ર એક ગાઢ ચુંબન શ્વાસમાં દુર્ગંધ, એલર્જી, વાયરલ, બેક્ટેરિયલ, ફંગલ ઈન્ફેક્શન, દાંત સડવા જેવી સંખ્યાબંધ બીમારીઓ ફેલાવી શકે છે.

કદાચ તમને માનવામાં નહીં આવે, પણ એ હકીકત છે કે ૨૦ મિનિટ સુધી ચુંબન કરવાથી તમારા મોઢામાં તમારા સાથીના મુખમાંથી એવા બેક્ટેરિયા પ્રવેશી જઈ શકે જે તમારા દાંતમાં કૈવેટી એટલે  કે તેમાં કાણુ પાડી શકે. અલબત્ત, આ બધું કાંઈ રાતોરાત ન થઈ જાય.  પણ ચુંબનસાથીને આવી બીમારી ન લાગે તેની કાળજીરૃપે પતિ-પત્નીએ કિસ કરવાથી પહેલા બ્રશ કરવું જોઈએ. અથવા જોરથી કોગળા કરીને પછી માઉથવૉશની મુખ સાફ કરી લેવું જોઈએ.

તબીબોના મત મુજબ ૯૫ ટકા લોકોમાં ઓરલ હર્પિસ વાયરસ હોય છે.  જેમાંથી માત્ર ૧૦ ટકા લોકો જ ચહેરા અને હોઠના હર્પિસ સિંપલેક્સ નામના રોગથી પીડાતા હોય છે. હર્પિસ થવાથી મોઢાની અંદર જખમ, લાલ ચકામા અને પીડાદાયક ફોફીલા ઉઠી આવે છે. હર્પિસગ્રસ્ત મહિલા અથવા પુરુષ એકમેકના અંતરંગ ભાગોને ચુમે તો હર્પિસના જીવાણુ યોનિમાં પ્રવેશી શકે છે. પરિણામે યોનિમાં ખંજવાળ, લાલ ચકામા અને જખમ થઈ શકે છે. આ ઉપરાંત હર્પિસથી પીડિત વ્યક્તિનું  કપ અથવા લિપસ્ટિકનો ઉપયોગ કરનાર વ્યક્તિને પણ હર્પિસ થવાની સંભાવના રહે છે.

નિષ્ણાતો કહે છે કે હર્પિસના દરદીઓએ ઓરલ સેક્સ ટાળવું જોઈએ. તેવી જ રીતે મહિલાઓએ બીજાની લિપસ્ટિક વાપરવાની ભૂલ ન કરવી જોઈએ.

જો કોઈ સ્ત્રી અથવા પુરુષને કોઈ ખાદ્ય પદાર્થની એલર્જી હોય અને તેના ચુંબનસાથીએ તે વસ્તુ ખાધા પછી તેને કિસ કરી હોય તો તે વ્યક્તિને સંબંધિત ખાદ્ય પદાર્થની એલર્જી થઈ શકે છે.  બહેતર છે કે આવી વસ્તુ ખાધા પછી સારી રીતે બ્રશ કરી લીધાં પછી જ ચુંબન કરવાનો પ્રયત્ન કરવો. અથવા કિસ કરવાનું ટાળવું. આમ છતાં ભૂલચૂક થાય અને એલર્જી થઈ જાય તો તુરંત તબીબનો સંપર્ક કરવો.
 

Post Comments