Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પતિ ધારે તો પત્નીનાં ઘણાં કામ કરી શકે

સમીર ઓફિસે જવાની તૈયાર કરી રહ્યોે હતો. ''મધુ, મારા બૂટ ક્યાં મૂક્યા છે? મારું   ટિફિન તૈયાર થઈ ગયું? આ શું મારા શર્ટમાં બટન પણ નથી ટાંક્યું અને પેન્ટ તો ઈસ્ત્રી વગરનું છે. મારી ડાયરી પણ નથી મળતી. મારું એકેય કામ તે કર્યું નથી. તને ખબર તો છે કે આ બધાં કામ મારાથી નથી થતાં.''

આ વાર્તાલાપથી સ્પષ્ટ જાહેર થાય છે કે જે કામ પત્નીએ નથી કર્યાં એની ફરિયાદ કરવાના બદલે પતિ જાતે પણ એ  કામો કરી શકે છે, પરંતુ પતિ એવું માને છે કે આ કામો પત્નીએ કરવાના હોય છે. એ ઈચ્છે છે કે પત્ની ઘર, પતિ, માતા-પિતા બધાની બરાબર કાળજી લે.

પત્નીએ શું કરવું જોઈએ. એના જવાબોે એની પાસે છે. પણ પોતે પોેતાના અમુક કામો જાતે કરવા જોેઈએ જેથી પત્નીને થોેડી રાહત મળે એવું વિચારવા જેટલી સમજશક્તિ એનામાં નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે  ઘરનું પત્નીનું બાળકોનું કામ કરવાની વાત તો દૂર માત્ર પોતાનું કામ કરવાની જવાબદારી પણ સ્વીકારતો નથી.

આપણા સમાજમાં છોકરીઓમાં નાનપણથી જ જવાબદારી, કુશળતા અને ચોક્સાઈના સંસ્કારો સીંચવામાં આવે છે. નાનપણથી એને પોતાના ભાઈઓનાં કામો કરવાની ટેવો પાડવામાં આવેે છે  અને આગળ જતાં એણે આખું ઘર અને પતિની જવાબદારી પણ સંભાળવી પડશે એવી શિખામણ આપવામાં આવે છે. દીકરી હોય, પત્ની હોય, વહુ  હોય કે મા.

દરેક સ્વરૃપમાં સ્ત્રી પુરુષનું લાલન-પાલન કરે છે.  એનું ભોજન, કપડાં ધોવા-સંકેલવા, ઈસ્ત્રી કરવા, એની વસ્તુઓ સાચવીને  ઠેકાણે  મૂકવી, એના માટે ચા-નાસ્તો બનાવવો વગેરેની સાથે સાથે એક સ્ત્રીએ આખા ઘરની નાની-મોટી કેટલીયે જવાબદારી ઉઠાવવાની હોય છે. એમાંથી સમય મળે ત્યારે એ પોેતાના અંગત કામો માટે સમય ફાળવી શકે છે.

જો કે, કેટલાક પતિ-પત્નીને ચા બનાવી આપે છે, ઘરની સાફ-સફાઈમાં  મદદ કરે છે, શાક સમારી આપે છે અને બાળકોને પણ સાચવે છે, પરંતુ મહદ્અંશે એવા પુરુષો જોવા મળે છે જે દરેક નાની-નાની બાબતમાં પણ પત્ની પર નિર્ભર રહે છે.

માનસી કહે છે કે જો મારે બે દિવસ માટે પણ બહારગામ કે પિયર જવું હોય તો અઠવાડિયા પહેલાં પૂરી તૈયારી કરવી પડે છે. પતિના કપડાં ધોઈને ઈસ્ત્રી કરી તૈયાર રાખવા, નાસ્તો બનાવવો, પૂરી કે  થેપલાં  બનાવવા, એમને જરૃર પડનારી બધી ચીજવસ્તુઓ હાથવગી રાખવી વગેરે તેમ છતાં કંઈ વસ્તુ ક્યાં મૂકી છે એ જાણવા માટે દિવસમાં દસવાર એમના ફોેન આવે અને ઘેર આવીને જોઉં તોે બધું રફેદફે... ક્યાંક  વાળ્યા  વગરના, ખુલ્લા પેપરનાં પાના ઉડાઉડ થતાં હોય તો પલંગ પર અને બાથરૃમમાં ધોયા વગરના મેલા કપડાં પડયાં હોય તોે વળી, રસોડામાં ગંદી  ડિશો અને કપ-રકાબી પડયા હોય. આ બધા પરથી સ્વાભાવિક રીતે જ એવું થાય કે પત્ની આટઆટલું કામ કરતી   હોવા છતાં તેની હંમેશા ટીકા અને ફરિયાદો જ કર્યા કરતો અને એના પર રોફ જમાવતો પતિ શું પોતાનું  નાનું અમથું કામ કે પોતાની સંભાળ પણ જાતે લઈ શકશે ખરો?

પુરુષોનો બેદરકાર અને સ્વતંત્ર સ્વભાવ

પુરુષ સ્વાભાવિક રીતે જ થોડો બેદરકાર અને સ્વતંત્ર હોેય છે. જેટલી કાળજી અને સંભાળ એક સ્ત્રી લઈ શકે છે. એટલી એક પુરુષ કદી લઈ શકતો નથી. એટલે જ તો નર્સિંગ જેવી સેવા અને સંભાળનું કામ મોટે ભાગે મહિલાઓ જ કરે છે. પુરુષ સ્ત્રીની મદદ વગર પોતાની કાળજી પણ લઈ શકતો નથી.

એટલા માટે પત્ની બીમાર હોય કે ઘરથી બહાર ગઈ હોય ત્યારે પતિ બિલકુલ પાંગળો થઈ જાય છે. આવા સંજોગોમાં પત્નીની સેવા કરવાનું કે બાળકોની સંભાળ  લેવાનું તો દૂર, તે પોતાનું કામ પણ બરાબર રીતે કરી શકતો નથી. ઉછેરવાની જવાબદારી પ્રકૃતિએ નારીને સોંપી છે. આ જવાબદારી નિભાવવા ધીરજ, હિંમત અને માતૃત્વની ભાવનાની  જરૃર પડે છે અને એ સ્ત્રીમાં જ હોય છે.

પુરુષો  માટે પોતાની સારસંભાળ લેવાનું  પણ અઘરું  બની જતું હોવાનું એક કારણ એ પણ છે કે શરૃઆતથી જ એમને ઘરના કામકાજથી દૂર રાખવામાં આવે છે. એના  કારણે  એમને  ઘરના  કોઈપણ કામની જાણકારી હોતી નથી. એટલા માટે એ ઘરની સ્ત્રીઓ પર નિર્ભર રહે છે. કેટલાક પુરુષો કામો કરવામાં નાનપ સમજે છે. આથી તેઓ આવાં કામો કરવાનો પ્રયત્ન પણ કરતા નથી. એમને આ કામો આવડતાં નથી એવું નથી, પણ અમને આવાં  કામો કરવા નથી. 

વિદેશોમાં પુરુષોનો દ્રષ્ટિકોણ આવો નથી ત્યાં ઘરનાં કામો સ્ત્રી અને પુરુષ બંને મળીને કરે છે. એટલા માટે ત્યાં  પુરુષો પણ બાળકોેના ઉછેરનું કામ પણ ખૂબીપૂર્વક કરીને પોતાની સંભાળ પણ લે છે.
ઘરનાં કામોમાં પુરુષોએ પણ મદદ કરવી જોઈએ.

પુરુષો પોેતાનું કામ નથી કરી શકતા એની પાછળ સ્ત્રીઓની મનોવૃત્તિ પણ જવાબદાર હોય છે. સ્ત્રી પોેતાના પતિ કે દીકરાનાં બધાં કામો કરવામાં સુખ અનુભવે છે. એવ્ એવું માને છે કે પુરુષ ઘરનાં કામ કરે એ સારું ન લાગે.

સ્ત્રી ઘરની જવાબદારી નિભાવવાની સાથે સાથે ઘરની બહાર નીકળીને પતિની આર્થિક જવાબદારીમાં પણ મદદરૃપ થાય છે. તો પછી પતિએ પણ પોતાનું કામ જાતે જ કરવાની અને ઘરના કામમાં મદદરૃપ થવાની ટેવ  પાડવી જોેઈએ. જે પુરુષ પોતાનું કોઈ   કામ જાતે ન કરી શકતો હોય એણે પત્નીનાં કામોમાંથી ભૂલો કાઢવી કે એની નિંદા કરવી ન જોઈએ. ઊલટાનું એના કામની કદર કરી એની પ્રશંસા કરવી જોેઈએ. એણે પત્નીનું આત્મસન્માન વધારવામાં  મદદ કરવી જોઈએ.

એની સમસ્યાઓને શાંતિથી સાંભળવી જોઈએ અને એનું યોગ્ય નિરાકરણ લાવવામાં મદદ કરવી  જોઈએ. એક આધુનિક પુરુષની જેમ પત્નીના કામમાં મદદ કરવી જોઈએ.

સ્ત્રીપુરુષ બંને એકબીજાના પૂરક છે. અમુક કામો માત્ર સ્ત્રીઓ જ કરી શકે છે એ સ્વીકારીએ તો સાથે સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે પુરુષ પોતાની ફાવટ અનુસારના કામ કરાવે અને પોતાનું કામ જાતે જ કરે તો સ્ત્રીને ઘણો ટેકો મળે છે.

વળી, એના લીધે પુરુષને એ ફાયદો થશે જ કે એ સ્ત્રીની ગેરહાજરીમાં પણ ઘરનાં પોેતાનાં કામો સરળતાથી કરી શકશે. આજે જ્યારે સ્ત્રીઓ  ઘરની અને બહારની બંને પ્રકારની જવાબદારીઓ નિભાવી પોતાની કાર્યક્ષમતા અને કુશળતા પુરવાર કરી રહી છે, તો પુરુષો ઘરનાં કામો કરીને પોતાની આવડત અને સમજદારી પુરવાર ન કરી શકે?


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar


 

Post Comments