Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાવત-મીઠી મધુરી મિઠાઈ

મધુરી ખોયા - ચીલગુજા બરફી

સામગ્રી :  દૂધનો મોલો તાજો માવો ૫૦૦ ગ્રામ, ચીલગુજા ૧૫૦ ગ્રામ, ખાંડ ૩૦૦ ગ્રામ, સાત-આઠ ઈલાયચીની ઝીણો પાવડર, ડેરોરેશન   માટે આઠ-દસ બદામ,  બે-ત્રણ ટીપાં વેનીલા એસેન્સ.

રીત :  માવાને બે વાર છીણી લેવો. જેથી ગડી ભાંગીને સુંવાળો માવો બને. તેને જરા શેકી લેવો. ચીલગુજાના ફોતરા કાઢી નાખવા. મિક્સીમાં ચીલગુજાનો ભૂકો કરવો. માવામાં ક્રશ થયેલા ચીલગુજા ભેળવવા તેમાં ઝીણી વાટેલી ઈલાયચીનો પાવડર પણ મિક્સ કરવો.

એક કડાઈમાં ખાંડ લેવી. તેમાં તે ડૂબે  તેટલું પાણી નાંકી કડક ગોળી વળે એવી ચાસણી  બનાવવી. ચાસણીમાં એસેન્સના ટીપાં અને તૈયાર કરેલ માવો નાંખી તવેથાથી મિશ્રમ બરાબર હલાવવું. માપની થાળીમાં નીચે જરાક ઘી લગાવી બરફી ઠારી દેવી. ઊંધી વાટકી ફેરવી લેવલ એક સરખું કરવું. ઉપર વરખ અથવા બદામના ફાડિયાં ચોંટાડવા. બે-ત્રણ કલાક  બરફી સેટ થાય ત્યારે ચપ્પા વડે મનગમતાં પીસ કરી બરફી  ડબ્બામાં  ભરી લેવી.

થાળીમાં ન ઠારવી હોય તો હાથેથી પૈડા જેવો શેપ  આપીને થાળીમાં છૂટી છૂટી બરફી ગોઠવી વધારે સમય રાખવી હોય તો ફ્રીઝમાં ડબ્બામાં ભરી રાખવી. દિવાળીના અણમોલ તહેવાર માટે એવી મસ્ત મધુરી અનમોલ મીઠાઈ-વળી બનાવવામાં પણ સુગમ છે.

પિસ્તા ગુલ

સામગ્રી  : ૨૦૦ ગ્રામ પિસ્તા, ૧૨૦ ગ્રામ સાકર, ૫૦ ગ્રામ ગુલકંદ, ૧૦૦ ગ્રામ (કાજુ-બદામ-પિસ્તા) ખસખસ, કેસર, વરખ.

રીત :   પિસ્તાને ૩૦ મિનિટ પાણીમાં પલાળી રાખવા પાછી તેને ૧૦ મિનિટ ઉકળતા પાણીમાં નાખી ચાળણીમાં  નિચોવી તેની છાલ કાઢી પેપર ૧ કલાક સુકવવું. પછી તેનોે  પાવડર કરીલેવું.  હવે ગુલકંદમાં કેસર, ખસખસ, ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ નાંખી પુરણ બનાવવું.

હવે સાકરમાં ૧/૩  કપ  પાણી નાખી તેની ૧ તારથી જરાક વધારે ચાસણી બનાવવી. તેમાં પિસ્તા પાવડર નાખી સોફ્ટ બોલ જેવું બનાવી.તેના નાના ગોળા વાળી પેપર પર વણી જરાક જાડું વણવું પછી  તેને હાથથી કોનનો શેપ આપવો. તેમાં ગુલકંદ પુરણ ભરી લેવું પછી બહારની સાઈડ કોન પર વરખ લગાડવું. આ રીતે ૧૫ પિસ્તા ગુલ  તૈયાર થશે.

કાજુ કુંભ (કળશ)

સામગ્રી : ૨૦૦ ગ્રામ કાજુ, ૧૨૦ ગ્રામ સાકર, ૫૦ ગ્રામ (કાજુ-બદામ-પિસ્તા) વરખ એલચી, કેસર.
 

રીત :  મિક્સરમાં કાજુ પાવડર કરી લેવું ડ્રાયફ્રૂટને પણ મિક્સરમાં  કરકરો પાવડર કરી તેમાં દૂધ અને સાકર પાવડર નાંખી તેના નાના-નાના બોલ (ગોળા) વાળવા. અને સાકરમાં  ૧/૩  કપ પાણી ૧ તારની ચાસણી કરવી. સોફ્ટ બોલ જેવું પુરણ તૈયાર કરવું. હવે નાના લીંબુ જેવા ગોળા વાળી તેમાં ડ્રાયફ્રૂટનું બોેલનું  સ્ટફીંગ ભરવું  અને તેને હાથની મદદથી કુંભનો શેપ આપવો. ઉપર નાળિયેરની જેમ ઊભી નાની બદામ ગોઠવવી. પાનની જગ્યાએ પિસ્તાતને કાપી ગોઠવવા. અને કુંભની કિનારી પર ગેસર ઘૂંટી તેનો કેસરી પટ્ટો કરવો. અને આખા કુંભ પર વરખ લગાડવું.

નોંધ :  આ મિઠાઈનો બનાવતા ફૂડ કલર કે એસેન્સની  જરૃર પડતી નથી. તે પોતાના  ટેસ્ટમાં જ દેખાવમાં સુંદર અને સ્વાદિષ્ટ બને છે. અને ખૂબ  જ ઝડપથી બનાવી શકાય છે.

ડ્રાયફ્રૂટ મિઠાઈ કરિશ્મા

સામગ્રી :  ૨૦૦ ગ્રામં બદામ, ૧૪૦ ગ્રામ સાકર, ૧૦૦ ગ્રામ (કાજુ-બદામ-પિસ્તા), કેસર, એલચી, વરખ. (થોડી આખી બદામ).

રીત :  એક તપેલીમાં પાણી ગરમ મૂકો. પાણી ઉકળે એટલે બદામ નાંખો. 

૧ મિનિટ બોઈલ થાય એટલે બદામને ચાળણીમાં  કાઢીમાં ચાળણીમાંથી બાફેલી બદામ કોટન ક્લોથ પર કાઢી ક્લોથની મદદથી બદામની છાલ કાઢી બદામને ન્યુઝ પેપર પર એક કલાક સુકવવી.  પછી મિક્સરમાં  પાવડર બનાવવો. હવે ડ્રાયફ્રૂટને જરાક જાડું સમારી  લેવું.  કેસરને ઘૂંટી રાખવું. સાકરમાં ૧/૩  કપ પાણી નાખી ચાસણી કરવી. એક તારથી જરાક વધારે ચાસણી કરી તેમાં બદામ પાવડર નાંખી 

સોફ્ટ બોલ જેવું  બનાવવું. પછી તેની નાની નાની પૂરી વણી  તેમાં અડધા ભાગ ડ્રાયફ્રૂટ ભરી તેને વાળી લેવું. અને જે ભાગ વાળ્યો છે તે સાઈડ કેસરનોે જાડો પટ્ટો કરવો તેનોે ઉપર કરકરો બદામનો  પાવડર છાંટવો. અને ઉપર એક સાઈડ વરખ લગાડી  અડધી બદામ ગોઠવવી. (બટર પેપર ઘી લગાડી પછી વણવું)

ફરસાં સ્ટફ સ્વીટ પફ

સામગ્રી :  (બહારનું પડ) :  ૧।। વાડકી ચાળેલો મેંદો, ૦। ચમચીબારીક એલચી પાવડર,૧ ચપટી બેકીંગ  પાવડર (સોડા) ૧ ચમચી  જાયફળ, જાવંત્રી, ચીઝ પાવડર, ૩ ચમચી દેશી ઘી, બરફનું પાણી, તળવા મ્ટે ડાલ્ડા ઘી.

ચાસણી :  ૧ નાની વાડકી ખાંડ, ૧ ગ્રામ ઘૂંટેલું કેસર, ૧ ચમચી દૂધ.

લાહી માટે :  ૨ મોટી ચમચી ચોખાના લોટની જાડી ચોપડી શકાય તેવી લાહી.

સ્ટફ માટે :  ૧૫૦ ગ્રામ રવો બારીક, ૨ ચમચી દેશી ઘી, ૨ ચમચી દૂધનો મસાલો, ૫૦ ગ્રામ દળેલી સાકર, ૨ ટીપાં લીલો રંગ, દૂધ ગરમ કરીને ઠંડુ કરેલું, ૧ ટીપુ પીસ્તા એસેન્સ.

સુશોભન : દેશી ગુલાબની પાંદડી, ૬ બદામ, ૧૦ પિસ્તાની બારીક કતરી, ચાંદીની વરખ, બટર પેપર.

રીત :  સહુ પ્રથમ મેંદામાં એલચી પાવડર, બેકીંગ સોડા, જાયફળ, જાવંત્રી  પાવડર મિક્સ કરવું. ૩ ચમચી દેશી ઘી ગરમ કરી મોણ નાંખી તેને બરફના પાણી વડે રોટલી વણાય તેવો લોટ બાંધી ભીના કપડામાં ૧/૨ કલાક લપેટી રાખવો. હવે પેણીમાં ૨ ચમચી ઘી મૂકી ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે રાખવો. હવે પેણીમાં ૨ ચમચી  ઘી મૂકી ગુલાબી થાય ત્યાં સુધી  ધીમા તાપે શેકવો. તેમાં દૂધનો મસાલો નાંખી દઈ ઉમેરી લેવો.

ઠંડો  પડે તેમાં લીલો રંગ, એસેન્સ બધું નાખી દૂધ જરૃર મુજબના નાના મુઠિયા વળે તેટલું નાંખી નાના નાના  મુઠિયા તૈયાર કરવા.૧ વાડકી ખાંડમાં એટલું જ પાણી નાખી ૨ તારની ચાસણી કરવી.૧ ચમચી દૂધ  નાંખી મેલ કાઢી લીધા બાદ  ઘૂંટેલું  કેસર નાંખી હલાવવી.હવે મેંદાની કણક જે બાંધેલી છે તેને બરાબર  ઘુંટી તેની એકસરખી રોટલી થાય તેવા ગોયણા કરી રોટલી વણવી.

૧ રોટલી ઉપર રઈ લગાડી, બીજી મૂકી ફરી લાહી લગાડી, ૩જી મૂકવી, આમ ઉપર લગાડવી નહીં.હવે  હળવેથી ૨-૧/૨ ' ૨-૧/૨  ના લંબચોરસ  ટુકડા કાપવા. એક ટુકડા પર સ્ટફ કરેલું મુઠિયું બરાબલ વચમાં મૂકી આગળ વાળવું.

સહેજ લાહી લગાડી ચોંટાડવું. બાજુ બંને દબાવી ફેન્સી સકરપારા કટરથી ડિઝાઈન આપવી. આ રીતે બધા તૈયાર થાય એટલે  ધીમા તાપે તળીને છાપામાં કાઢી ચાસણીમાં બોળી તરત કાઢી લઈ એક ડબ્બા થવા મીઠાઈ બોક્સમાં બટર પેપર મૂકી ચાંદીની વરખ લગાડી ઉપર  ગુલાબ, બદામ, પિસ્તા ભભરાવી દીવાળી વખતે સ્વજન તથા દીકરાને સાસરે આપવાથી દેખાવ તથા સ્વાદ બંનેથી બધા ખુશ થઈ ફરી બનાવી આપવા તમને  આગ્રહ કરશે. નડે નહીં, પૌષ્ટિક તેમ જ જલ્દી લાંબો સમય ટકે તેવી ટકાઉ તેમ  જ સસ્તી મીઠાઈ અનેરી લહેજત  આપશે.
- જ્યોત્સના


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar


 

Post Comments