Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાવત : પૌષ્ટિક પાલકની પસંદગી

પાલકની ભાજીનાં પરોઠા

ભાજીનું ફિલિંગ : મેથીની ભાજી ૨૫૦ ગ્રામ, પાલક ૨૫૦ ગ્રામ, સલગમ ૧ નંગ, આદું છીણેલું એક કટકો, લીલાં મરચાં વાટેલાં ૩ થી ૪, લસણ છુંદેલું એક કળી, ગરમ મસાલો,  ૧/૪  ટી. સ્પૂન કોપરાનું છીણ. ૧ ટે.સ્પૂન, તેલ બે ટી.સ્પૂન. મીઠું પ્રમાણસર

રીત : મેથીની અને પાલકની ભાજી બારીક સમારવી. બેથી ત્રણ વખત પાણી બદલીને ભાજીને ધોવી. સલગમને છોલીને સમારવું. તાવડીમાં તેલ ગરમ મૂકી લસણ સાંતળવું.

શાકભાજી તથા મીઠું નાંખી હલાવવું. ઢાંકણ અડધું ઢાંકી ભાજી ચઢવા દેવી. ભાજી ચઢી જાય પછી વધારાનું પાણી નીતારી લેવું.  બાકીની ચીજો નાંખી હલાવવું. ઠંડુ પડે પછી ફિલિંગ માટે વાપરવું.

સ્પીનેક પાઈનેપલ રોલ્સ

સામગ્રી : ૩/૪ કપ બાફેલી પાલકની ભાજી ૧/૪ પાઈનેપલના ટુકડા ૧/૨ કપ ગાજરના ટુકડા, ૧/૪ કાજુના ટુકડા, અથવા છોલેલી ખારી શિંગ, ૧ કપ દૂધ પાણી ભેગાં, ૧/૨ કપ મેંદો અથવા ઘઉંનો લોટ, લીંબુનો રસ, એક ચમચો વાટેલા લીલા મરચાં, ૧ ચમચો માખણ, મીઠું-મરી-ખાંડ પ્રમાણસર પાંઉનો ભૂકો ખીરા માટે મેંદો ૧/૨ કપ, તળળા માટે તેલ કે ઘી.

રીત : એક તાવડીમાં મેંદો અને દૂધ મિક્સ કરવા માખણ નાંખી ગેસ પર મૂકવું. સતત હલાવવું. ખીચા જેવું જાડુ થાય એટલે નીચે ઉતારી  તેમાં પાઈનેપલ ગાજરના ટુકડા અને બધો મસાલો નાંખવો.

પાલકની ભાજીને બારીક સમારીને બે-ત્રણવાર ધોઈ, પાણી નાખ્યા વગર બાફવી. હલાવતા રહેવું. બફાઈ જાય એટલે નીતારીને કાઢી નાખવું.

કોરી પડી જાય એટલે  મેંદા વાળા પૂરણમાં મિક્સ કરવી. એક થાળીમાં પાઉનો ભૂકો ભભરાવી. તૈયાર કરેલા પૂરણમાંથી એક ચમચા જેટલા પૂરણના ડપકાં  પાઉના ભૂકા પર મૂકવા. ડપકાં પર બીજો પાઉનો ભૂકો ભભરાવી હાથથી થાળીમાં રગદોળી લાંબા રોલ વાળવા. ત્યારબાદ ૧/૫  કપ મેદામાં મીઠું, પાણી રેડી પાતળું ખીરું બનાવવું. તૈયાર કરેલા રોલ્સ આ ખીરામાં બોળી પાઉના ભૂકામાં રગદોળવા.

તેલ કે ઘી ખૂબ ગરમ થવા દેવા, એવા આકરા તાપે આ રોલ્સ તળી લેવા.

રોલને તળવાના હોય તો કટલેટની માફક ફ્લેટ બનાવીને તવા પર તેલ મૂકીને તળવા.

નોંધ : રોલ્સ  વાળતી વખતે જો પૂરણ ઢીલું લાગે તો બે ચમચા સૂકા કોપરાનું ખમણ અથવા સૂકા પાઉનો ભૂકો (બ્રેડક્રમ્સ) પૂરણમાં નાંખી તેને ઘટ્ટ બનાવવું.

પાલક અને મગની દાળ

સામગ્રી : મગની દાળ ૧/૨ કપ, પાલક અને મેથીની ભાજી, ૫૦૦ ગ્રામ, લસણ ઝીણું સમારેલું ૬ થી ૮ કળી. લીલાં મરચાં વાટેલાં ૩ થી ૪, મીઠું  પ્રમાણસર, હળદર ૧/૨ ટી. સ્પૂન, લાલ મરચું  ૧/૨ ટી.સ્પૂન તેલ ૨ટી. સ્પૂન.

રીત : મગનીદાળ ધોઈ આશરે ૩ કલાક પલાળવી. પાલકને બારીક સમારી બે થીત્રણ વાર પાણી બદલીને ધોઈ લેવી.

એક તપેલીમાં દાળ, પાલક, મીઠું, હળદર અને એક કપ પાણી ભેગાંકરી ધીમા તાપે ગેસ પર મૂકવું. ઢાંકણ ઢાંકીને ચઢવા દેવું. દાળ ચઢી જાય પછી તેમાં લીલાં મરચાં અને લાલ મરચું નાંખી હલાવવું.
તેલ ગરમ કરી તેમાં લસણનો વઘાર કરી દાળમાં રેડવો. સાચવીને હલાવવું

પાલકનો સુપ

સામગ્રી : પાલકની ભાજી ૫૦૦ ગ્રામ, માખણ ૨ થી ૩ ટેબલ સ્પૂન, કાંદો મોટો ૧ બારીક સમારીને, જામફળ, મીઠું, મરી પ્રમાણસર, ખાંડ બે ટી.સ્પૂન, કોર્નફ્લોર બે ટેબલ સ્પૂન, દૂધ  બે કપ, ક્રીમ અથવા દૂધની મલાઈ બે ટેબલ સ્પૂન, પાંઉના તળેલા નાના ટુકડા (બ્રેડ ક્રમ્સ)

રીત  : પાલકને બે થી ત્રણ વખત પાણીમાં ધોઈ નીતારી લેવી.

તપેલીમાં માખણ ગરમ મૂકી કાંદો વઘારવો.  ધીમા તાપે ૧ મિનિટે રાખી પાલક નાંખવી. મીઠું તથા પાણી રેડી, ઢાંકણ ઢાંક્યા વગર ભાજી ચઢવા દેવી. થોડી થોડી વારે હલાવતાં રહેવું. (જરૃર કરતાં વધુ સમય પાલકને ગેસ પર રાખવાથી ભાજી કાળી પડશે.) બરાબર ચડી જરા ઠંડી પડે એટલે લિક્વીડાઈઝ કરી કિચનમાસ્ટરમાં ગાળી લેવી. કોર્નફ્લોર દૂધમાં ઠાલવી સૂપમાં નાંખવો. ખાંડ નાખવી.

પીરસતી વખતે સૂપ કરી, મરી તથા જામફળ નાંખી કપમાં રેડી ઉપર ૧ ટી.સ્પૂન  ક્રીમ તથા બ્રેડક્રમ્સ નાખી પીરસવો.

પાલક પનીર

સામગ્રી : પાલકની ભાજી ૩ ગડી, બારીક કાપીને, પનીર ૧/૨ લીટર દૂધનું.

વાટવાનો મસાલો : ધાણા બે ટેબલ સ્પૂન, જીરુ ૧ ટી.સ્પૂન, લાલ મરચાં ૮ થી ૧૦, ખસખસ ૧ ટે.સ્પૂન, લીલા કોપરાનું ખમણ બે ટે.સ્પૂન બદામ, અથવા કાજુ ૧૦, મગજતરી બે ટેબલ સ્પૂન મીઠું પ્રમાણસર.

આપેલો મસાલો ખાંડવો : તજ ૩ ટુકડા૩, લવિંગ ૪, વરીયાળી ૧ ટે.સ્પૂન, મરી ૧/૪ ટી.સ્પૂન,  જાયફળની ભૂકી ૧ચપટી, કાંદો અલગ વાટવોે. મોળું દહીં ૧/૨ કપ ચોખ્ખુ ઘી ૩ ટે.સ્પૂન, પનીર તળવામાટે તેલ અથવા વનસ્પતિ, ખાંડ ૧ટી.સ્પૂન.

રીત : પાલક તાવડીમાં આકરા તાપે ૪ થી ૫ મિનિટ હલાવી ગેસ પરથી ઊતારી લેવી. પાલકમાંથી છૂટેલું પાણી નીતારી પાલક લીક્વીડાઈઝ કરવી.

તાવડીમાં ઘી ગરમ મૂકી પનીરના ટુકડા (અડધા સમચોરસ ટુકડા કરવા) આકરા તાપે આછા ગુલાબી તળવા.

તાવડીમાં ઘી ગરમ મૂકી વાટેલો મસાલો ૫ થી ૭ મિનિટ સાંતળવો. જરૃર પડે તો જરા પાણી છાંટવું. મસાલો સંતળાઈ જાય અને ઘી ઉપર આવે એટલે દહીં ભાંગીને નાખવું. દહીંનું પાણી બળી જાય પછી પાલકની પેસ્ટ તથા ગરમ મસાલાની અડધા ભાગની ભૂકી નાખી ધીમા તાપે ૫ મિનિટ ઢાંકીને રાખવું.

પનીરના ટુકડા, ખાંડ, જાયફળ, તથા બાકી રહેલી ગરમ મસાલાની ભૂકી નાખી ૫ મિનિટ ધીમા તાપે રાખવું. પીરસતાં પહેલાં ગરમ કરી ગમે તો અડધા લીંબુનો રસ નાખવો. (પાલક અલગ બાફવાને બદલે સાંતળેલા મસાલામાં નાખી જરૃર પૂરતું પાણી રેડી  રાંધી શકાય. પાલક ચઢી ગયા પછી પાણી રહ્યું હોય તો બાળી નાંખી દહીં નાખવું.

ખાટી તીખી પાલક

સામગ્રી : પાલક ૫૦૦ ગ્રામ, બટાકુ મધ્યમ સાઈઝનું, ૧ કાંદો મોટો - ૧ સમારીને કાચી કેરી છોલીને સમારેલી,  નાના લીલા મરચાં, બારીક સમારેલા ૨, ચણાની દાળ ૧/૪ કપ, લાલ મરચું, ૧/૪ ટી.સ્પૂન, હળદર ૧/૪ ટી.સ્પૂન, મીઠું પ્રમાણસર ઘી અથવા તેલ બે ટી.સ્પૂન.

રીત : પાલકને બારીક સમારી બે થી ત્રણવાર પાણી બદલી ધોઈ નાખવી. ઘી અને કેરી સિવાયની બધી ચીજો તપેલીમાં ભેગી કરી ધીમા તાપે ગેસ પર મૂકવું. ઢાંકીને ૩ મિનિટ ચઢવા દેવું. ૧ કપ પાણી નાંખી દાળને ગળવા દેવી. તેમાં કેરી નાંખી વધુ ૧૦ મિનિટ ગેસ પર રહેવા દેવું.  કેરી ગળી જવા દેવી. મોટા ચમચા વડે હલાવી બધું એકરસ કરવું. પીરસતી વખતે ઘી નાખવું.

સ્પીનેક વેજીટેબલ એન્ડ સ્પેગેટી બેક

મેકરોની અથવા ભાત રાંધેલો ૧ થી દોઢ કપ, શાક બાફેલા બે કપ,  (ગાજર, કોબી ફ્લાવર, વટાણા, ફણસી) પનીરના ટુકડા ૩/૪ કપ, ટામેટા બાફેલા  ૫૦૦ ગ્રામ, કાંદા બે બારીક કાપીને માખણ ૨ થી ૩ ટેબલ સ્પૂન  સફરજન બારીક કાપીને, પાલકની ભાજી બાફેલી ૪ ગડી, ખાંડ ૧ ટે.સ્પૂન, મીઠું, મરી તથા ચિલીસોસ, પ્રમાણસર ખમણેલું ચીઝ ૪ થી ૬ ટેબલ સ્પૂન, ડેકોરેશન માટે કેપ્સિકમ રિંગ્ઝ.

રીત : ટામેટા તથા પાલકની ભાજીને અલગ અલગ લિક્વિડાઈઝ કરી કિચન માસ્ટરમાં ગાળી રસો તૈયાર કરવો. ૧ ૧/૨ ટેબલ સ્પૂન માખણ ગરમ કરી કાંદો વઘારવો. ધીમા તાપે ૫ મિનિટ રાખવો. અડધા ભાગનો કાંદો ટામેટાના રસામાં મિક્સ કરવો અને બાકીના અડધા ભાગનો કાંદો પાલકના રસામાં મિક્સ કરવો. ટામેટા તથા પાલકના રસામાં મીઠું મરી નાખવા.

ટામેટાના રસામાં ચિલી સોસ તથા ખાંડ નાંખવા અને પાલકના રસામાં સફરજનના ટુકડા તથા પનીરના ટુકડા મિક્સ કરવા. ગ્રીઝ કરેલી ઊંડી બેકિંગ ડિશમાં થોેડું ટામેટાનું મિશ્રણ પાથરવું.

તેના ઉપર મેકરોની પાથરવી. થોડું  ચીઝ ભભરાવવું. પાલકના મિશ્રણ ઉપર બાફેલાં શાક પાથરવા, બાફેલા શાક ઉપર બાકી રહેલું ટામેટાનું મિશ્રણ પાથરવું. છેલ્લે થોેડું ખમણેલું ચીઝ ભભરાવવું અડધા ટેબલ સ્પૂન માખણનાં છૂટાં છૂટાં ટપકાં મૂકવાં. ૨૧૦ અંશ સે. ઓવનમાં ૧૫ મિ. બેક કરવું. ડિશને ઓવનમાંથી બહાર કાઢી કેપ્સિકન રિંગ્ઝ ગોઠવી, ફરીથી ૮ થી ૧૦ મિનિટ ઓવનમાં મૂકવું.
સૂકવેલા નૂડલ્સ ફિટ ડબ્બામાં ભરી સૂકવણીની માફક લાંબો સમય રાખી શકાય છે.

- જયોત્સના


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar


 

Post Comments