For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદે ખેડૂતોનું ટેન્શન વધાર્યું, કેરીના પાકને નુકસાન થવાની ભીતિ

Updated: Apr 26th, 2024

ગુજરાતમાં ભરઉનાળે કમોસમી વરસાદે ખેડૂતોનું ટેન્શન વધાર્યું, કેરીના પાકને નુકસાન થવાની ભીતિ
Image :  File Pic

Unseasonal Rainfall in Gujarat: ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભરઉનાળે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. રાજ્યમાં વહેલી સવારે છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદ અને ભાવનગરમાં માવઠું થયું છે. આ ઉપરાંત માંડવી-ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

અનેક વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો

રાજ્યમાં અનેક જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોમાં આકરો તાપ અનુભવાયો હતો અને બપોર બાદ ભારે ઉકળાટથી લોકોને ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે સવારથી જ કેટલાક જિલ્લામાં અચાનક જ વતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં માવઠું થયું છે. ભરઉનાળે કમોસમી વરસાદ ખાબકતા એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજી તરફ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે.

દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદ

આજે સવારે ભાવનગરના કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું વરસ્યું છે. તો કચ્છના માંડવી અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પણ અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટું વરસ્યું છે. નોંધનીય છે કે આજે પવનની દિશા પશ્ચિમ અને દક્ષિણ તરફથી છે. હજુ પણ 48 વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી હતી. 

Article Content Image

Gujarat