Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Chocolate Day 2018: અહીં છે અજીબ પરંપરા, માત્ર છોકરીઓ જ છોકરાઓને ચૉકલેટ આપી શકે છે

- વર્ષના સૌથી રોમેન્ટિક વીકના ત્રીજા દિવસે 'ચૉકલેટ ડે'ની ઉજવણી કરવામાં આવે છે

- જાણો, ચૉકલેટ ડે વિશેની કેટલીક રસપ્રદ વાતો...

અમદાવાદ, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર 
 
ક્યારેક સિક્કા તરીકે ઉપયોગમાં લેવાતી ચૉકલેટની ગણતરી આજે 'લવ ફૂડ' તરીકે કરવામાં આવે છે. ક્યાંક તેની પૂજા થઇ, યો ક્યાંક લોકોએ ચૉક્લેટના રૂપમાં ટેક્ષ ચૂકવ્યો. સ્ટ્રેસ દૂર કરવો હોય અથવા તો કોઇના માટેનો પોતાના પ્રેમનો ઇઝહાર કરવો હોય, અલગ-અલગ બહાનાથી ચૉકલેટ છેલ્લા 200 વર્ષોથી લોકોના જીવનનો મહત્ત્વનો ભાગ બની રહી છે. 
 
Chocolate Dayના બહાને જાણો કેટલીક રસપ્રદ વાતો.... 
જાપાનમાં છે આ અનોખી પરંપરા
જાપાનમાં પરંપરા છે કે વેલેન્ટાઇન વીકમાં ઉજવવામાં આવતા ચૉકલેટ ડે પર માત્ર મહિલાઓ જ પુરુષને ચૉકલેટ આપશે. આ અવસરે આપવામાં આવતી ચૉકલેટ બે પ્રકારની હોય છે. 
- હોનમેઇ ચોકો (honmei-choko): તેનો અર્થ છે ચૉકલેટ ઑફ લવ. જો કોઇ છોકરી કોઇ છોકરાને આ ચોકલેટ આપે છે તો તેનો અર્થ છે કે તે એ છોકરાને પ્રેમ કરે છે. 
- ગિરી ચોકો (giri-choko) : આ ચૉકલેટને કર્ટસી ચૉકલેટ પણ કહેવામાં આવે છે. છોકરીઓ આ ચૉકલેટ છોકરાઓને માત્ર એટલા માટે આપે છે કારણ કે આ એક પરંપરા છે. 
જો કોઇ છોકરીએ કોઇ છોકરાને પોતાનો લાઇફપાર્ટનર તરીકે પસંદ કરી લીધો હોય તો તે પોતાના હાથથી બનેલી ચૉકલેટ આપે છે. 
લગભગ એક મહીના પછી એટલે કે 14 માર્ચના રોજ 'વ્હાઇટ ડે' મનાવવામાં આવે છે, જ્યારે માત્ર છોકરાઓ છોકરીઓને ચૉકલેટ આપે છે, તે પણ સફેદ રંગની. જેની મદદથી તેઓ છોકરીઓને પોતાના દિલની વાત જણાવી શકે છે, પ્રેમનો ઇઝહાર કરી શકે છે. 
વર્ષમાં 10વાર ચૉકલેટ ડે મનાવવામાં આવે છે
વર્ષમાં સૌથી રોમેન્ટિક વીક 'વેલેન્ટાઇન વીક'ના ત્રીજા દિવસે ચૉકલેટ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે લોકોમાં, ખાસકરીને લવ કપલ્સ વચ્ચે, એકબીજાને ચૉકલેટ આપવાની પરંપરા હોય છે. જો કે, વર્ષભરમાં લોકો કેટલીયવાર 'ચોકલેટ ડે'ના નામ પર ઉજવણી કરતા હોય છે. 
 
બિટરસ્વીટ ચૉકલેટ ડે : 10 જાન્યુઆરી
ચૉકલેટ ડે : 9 ફેબ્રુઆરી
વ્હાઇટ ડે (જાપાન) : 14 માર્ચ
ચૉકલેટ ચિપ ડે : 15 મે 
ચૉકલેટ આઇસ્ક્રીમ ડે : 7 જૂન
ઇન્ટરનેશનલ ચૉકલેટ ડે : 7 જુલાઇ
મિલ્ક ચૉકલેટ ડે : 28 જુલાઇ
ચૉકલેટ મિલ્ક શેક ડે : 12 સપ્ટેમ્બર 
નેશનલ ચૉકલેટ ડે (અમેરિકા) : 28 ઑક્ટોબર 
ચૉકલેટ કવર્ડ એનિથિન્ગ ડે : 16 ડિસેમ્બર 
'ચૉકલેટ ડે'નો ઇતિહાસ 
માનવામાં આવે છે કે 'ચૉકલેટ ડે' ની શરૂઆત રિચર્ડ કેડબરીએ કરી હતી. રિચર્ડ કેડબરીએ જ સૌથી પહેલા ચૉકલેટનો બિઝનેસ શરૂ કર્યો હતો. કહેવાય છે કે તેમણે વેલેન્ટાઇન્સ ડે (14 ફેબ્રુઆરી) માટે સ્પેશિયલ ચૉકલેટ બૉક્સ બજારમાં લોન્ચ કર્યા હતા. ચૉકલેટ બૉક્સના લૉન્ચિંગ દરમિયાન તેમણે લોકોને સલાહ પણ આપી હતી કે ચૉકલેટ ખત્મ થાય ત્યારબાદ તે બોક્સને ફેંકવાની જગ્યાએ તેનો ઉપયોગ લવ લેટર્સ રાખવા માટે કરો. શરૂઆતના દિવસોમાં તે ચૉકલેટના ડબ્બા પર રિચર્ડ કેડબરીની તસવીર રાખવામાં આવતી હતી. 
સિક્કાની જેમ ચૉકલેટનો ઉપયોગ થયો
માયા સભ્યતામાં વર્ષા વન (રેઇન ફૉરેસ્ટ)માં કોકોઆ બીન્સ ઉગાડવામાં આવતા હતા અને તેની મૂર્તિ બનાવીને પૂજા કરવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે ચૉકલેટ કોકોઆ બીન્સથી જ બનાવવામાં આવે છે. ત્યારે મેક્સિકોની એજ્ટેક સભ્યતા દરમિયાન ચૉકલેટનો ઉપયોગ સિક્કા તરીકે કરવામાં આવતો હતો. 
ચૉકલેટ ખાવાથી શરીરમાં થાય છે આ પ્રકારના ફેરફાર 
કેટલાય અભ્યાસમાં સાબિત થઇ ચૂક્યુ છે કે ચૉકલેટ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. ચૉકલેટમાં થિયોબ્રોમાઇન હોય છે. તેને ખાવાથી શરીરમાંથી ઇન્ડોરફિન રિલીઝ થાય છે. જેનાથી ડિપ્રેશન દૂર થાય છે અને ખુશીનો અનુભવ થાય છે. આ જ કારણ છે કે લવ કપલ્સ એકબીજાને ચૉકલેટ ગિફ્ટ કરે છે. 

Post Comments