Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષકનાં ચહેરા પર શાહી ફેંકાઈ, ૪ની ધરપકડ

- ન્યુરોસર્જનની નિમણુંક નહીં થવાના મુદ્દે રાજકોટની સિવિલનાં

- બે ન્યુરોસર્જનની સેવા શરૃ થઈ ગયાનો તબીબી અધિક્ષકના દાવો, કાર્યકરો કહે છે જો ન્યુરોસર્જનની નિમણુંક થઈ ગઈ હોય તો સિવિલમાં દેખાતા કેમ નથી?

રાજકોટ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણાં સમયથી ન્યુરોસર્જનની નિયુક્તિ નહીં થવાના મુદ્દે અગાઉ અનેક વખત આશ્ચર્યજનક કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરવા ઉપરાંત છેક ગાંધીનગર સુધી આરોગ્ય મંત્રીને રજૂઆતો કરનાર અને પોતાને જીવદયાપ્રેમી તરીકે ઓળખાવનાર મુકેશ પટેલને આજે આ મુદ્દે સિવિલનાં તબીબી અધિક્ષક મનિષભાઈ મહેતા પર શાહી ફેંકવાનું ભારે પડયું હતું. પ્ર.નગર પોલીસે તેનાં સહિત અન્યો વિરુદ્ધ ગુનો દાખલ કરી ચારની ધરપકડ કરી હતી.

તબીબી અધિક્ષક ડો. મહેતાએ જણાવ્યું કે હાલમાં સિવિલમાં બે ન્યુરોસર્જન આવે છે. જેમાંથી એક સી.એમ. સેતુ અંતર્ગત અને બીજા રાજ્ય સરકારે કરેલી નિયુક્તી અંતર્ગત સેવા આપે છે. આ બંને તબીબો નિશ્ચિત કરેલા દિવસોએ ઓપીડીમાં દર્દીઓને તપાસે છે અને નિશ્ચિત કરેલા દિવસોએ ઓપરેશન પણ કરે છે. આમ છતાં મુકેશ પટેલે ન્યુરોસર્જન નહીં હોવાના મુદ્દે આજે સ્ટંટ કર્યો છે.

સામા પક્ષે આજે તેને અપાયેલા આવેદનપત્રમાં મુકેશ પટેલ સહિતનાઓએ એવી રજૂઆત કરી હતી કે સિવિલમાં લાંબા સમયથી ખાલી ન્યુરોસર્જનની નિયુક્તિ થાય તે માટે છેક ગાંધીનગર સુધી રજૂઆતો કરાઈ છે. અનેક વખત આશ્ચર્યજનક કાર્યક્રમો અપાયા છે આમ છતાં તંત્ર દ્વારા માત્ર લોલીપોપ જ મળી છે. તબીબી અધિક્ષક ન્યુરોસર્જનની નિયુક્તિ થઈ ગયાનું કહી પોતાની અને સરકારની વાહવાહી કરાવે છે પરંતુ જો નિયુક્તિ થઈ ગઈ હોય તો ન્યુરોસર્જન ક્યાં છે? ક્યારે આવે છે? તેની કાયમી ઓફિસ ક્યાં છે? જે ન્યુરોસર્જનને મુકવામાં આવ્યા હોવાનું જણાવાય છે તે કેમ સિવિલમાં દેખાતા નથી? શું મુર્હુત જોવાનું બાકી છે કે પછી નિમણુંકના નામે નાટક કરાયું છે?

આ આવેદનપત્ર લઈ આજે મુકેશ પટેલ સહિતના કાર્યકરો તબીબી અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા. શરૃઆતમાં તેમને મળવાનો ઈન્કાર કરાયો હતો. પરંતુ માત્ર આવેદનપત્ર આપવાની વાત કરતા પાંચ કાર્યકરોને જવા દેવાની મંજુરી અપાઈ હતી. તે વખતે આવેદનપત્ર આપવાના બહાને તેમણે ડો. મહેતાને પહેલા લોલીપોપ બતાવ્યા બાદ તેની પર શાહી ફેંકી હતી. જે તેના ચહેરા અને કપડા પર ઉડી હતી. આક્ષેપ કરાયો છે કે આ વખતે આ કાર્યકરોએ ગાળાગાળી કરી હતી અને તબીબી અધિક્ષકને બહાર નીકળે ત્યારે જોઈ લેવાની ધમકી પણ આપી હતી.

આ ઘટનાક્રમ બાદ ગુજરાત મેડીકલ એસોસિએશનની રાજકોટ બ્રાન્ચના તબીબો અને વહિવટી સ્ટાફ મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યો હતો. ત્યાં ડીસીપીને રજૂઆત કરાતા તત્કાળ ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ત્યારબાદ ડો. મહેતાને ફરિયાદી બનાવી મુકેશ પટેલ અને અન્ય વિરૃદ્ધ રાયોટીંગ, ફરજમાં રૃકાવટ, ગાળો ભાંડવી, ખૂનની ધમકી આપવી, ગુનાઈત કાવતરા અંતર્ગત શાહી ફેંકવી સહિતની સાતેક કલમો હેઠળ ગુનો દાખલ કરાયા બાદ તેમને પ્ર.નગર પોલીસ મથકે લઈ જવાયા હતા જ્યાં તમામની આગવી ઢબે પુછપરછ કરાયા બાદ ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં મુકેશ સવજીભાઈ ખોયાણી (રહે. માનસરોવર પાર્ક-૨, આજીડેમ ચોકડી), રીક્ષા ડ્રાઈવર ઈસ્માઈલ ભીખુભાઈ પરમાર (રહે. દૂધસાગર રોડ), વાહન રીપેરીંગનું કામ કરતા મોહસીન ઉર્ફે સાજીદ આદમભાઈ રાઉમા (રહે. દૂધસાગર રોડ, લાખાજીરાજ શ્રમજીવી સોસા.) અને વેપાર કરતા જુસબ આમદભાઈ ઘુઘા (રહે. ભાવનગર રોડ, રામનગર)નો સમાવેશ થાય છે. બાકીના આરોપીઓની ઓળખ મેળવી ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Keywords Throwing,ink,on,face,

Post Comments