Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સામ પિત્રોડા ને જાવડેકર આજે રાજકોટની મુલાકાતે

- સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસનો પ્રચાર બન્યો ગતિશીલ

- ટેલીકોમ ક્ષેત્રે ક્રાંતિના મંડાણ કરનાર પિત્રોડાનો લોકો સાથે વાર્તાલાપ અને ભાજપના જાવડેકર કેન્દ્રની સિધ્ધિ વર્ણવશે

રાજકોટ,શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન બાદ બન્ને પક્ષો પૂરી તાકાતથી લડી લેવાના મુડમાં આવ્યા છે ત્યારે ચૂંટણી આડે હવે એક માસ પણ પૂરો નથી ત્યારે પ્રચારમાં ગતિશીલતા આવી છે. આવતીકાલે કોંગ્રેસ માટે ટેલીકોમ તજજ્ઞા સામ પિત્રોડા અને ભાજપ માટે કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકર રાજકોટની મુલાકાતે આવશે.

આ બન્ને સવારે પોતાની વાત કહેશે અને તે ઉપરાંત મૂળ સૌરાષ્ટ્રના હળવદ પાસેના ટિકરના વતની સામ પિત્રોડા શહેરના કારખાનેદારો સહિતના વિવિધ વર્ગો સાથે વાર્તાલાપ કરશે.

સૌરાષ્ટ્રમાં રૃટીન સમયમાં તો કેન્દ્રના મંત્રીઓ, ટેકનોક્રેટ્સ, મહાનુભાવો વગેરેની મુલાકાત નહીંવત્ રહેતી હોય છે પણ ગુજરાતમાં ધારાસભાની ચૂંટણી પર સમગ્ર દેશનું ધ્યાન ખેંચાયેલું છે ત્યારે ગુજરાતનું ધ્યાન મોદી અને રૃપાણીએ જ્યાંથી પ્રથમવાર ચૂંટાઈને સીધા મુખ્યમંત્રી બન્યા તે રાજકોટ પર પણ કેન્દ્રીત થયું છે.
તા.૨૦ પછી વડાપ્રધાન પણ મુલાકાતે આવશે તો તે ઉપરાંત કોંગ્રેસ અને ભાજપ બન્ને ટોચના નેતાઓને રાજકોટ લાવવા પ્રયાસ કરી રહ્યા છે.

Post Comments