Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહિલા ઉમદેવારે ફોર્મ પરત નહીં ખેંચતા તેના પુત્રને નગરપાલિકામાંથી છૂટ્ટો કરાયો

- જેતપુરમાં વોર્ડ નં. ૧૦ માં ભાજપની શામ, દમ, દંડ ભેદની નીતિનો વીડિયો વાયરલ

- કોંગ્રેસનાં ત્રણ ઉમેદવારોનાં ફોર્મ પરત ખેંચાવ્યા બાદ ચોથા ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચતા વાલ્વમેન પુત્ર ઉપર રોષ ઉતાર્યો

જેતપુર, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વોર્ડ નં. ૧૦ માં કોંગ્રેસના ઉમેદવારોને શામ - દામ - દંડ - ભેદની નિતીથી ત્રણ ફોર્મ પરત ખેંચાવી લીધા, જયારે કોંગ્રેસના એક મહિલા ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા પાલિકામાં રોજમદારી પર કામ કરતા તેમના પુત્રને પાલિકા તંત્ર દ્વારા આચાર સંહિતા હોવા છતાં છૂટ્ટો કરી દેતા ભાજપની રાજનીતી ખુલ્લી પાડતો વિડીયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે.

જેતપુર નગરપાલિકાની ચૂંટણના પડઘમ વાગી ચુક્યા છે, ત્યારે વોર્ડ ન.ં ૧૦ ના ભાજપના ઉમેદવારો સામે કોંગ્રેસના ચાર ઉમેદવારો કાંતાબેન ખાચરીયા, હંસાબેન વઘાસીયા, દિલીપ છાંટબાર, દિવ્યેશ સાકરીયાએ ફોર્મ ભરેલ હતા. પરંતુ આ વોર્ડમાં ભાજપે શામ - દામ - દંડ - ભેદની નિતીથી કોંગ્રેસની પેનલમાં ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોને ખેડવી નાખ્યા પરંતુ કોંગ્રેસ પેનલના કાંતાબેન વેલજીભાઇ ખાચરીયા નામના મહિલા ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ન ખેંચતા તેઓને અનેક પ્રકારના લોભપ્રલોભનો આપવામાં આવ્યા તેમ છતાં તેઓ અડગ રહેતા

તેમનો પુત્ર અનીલભાઇ કે જે પાલિકામાં વાલ્વમેન તરીકેની નોકરી કરે છે તેને અત્યારે આચારસંહિતા અમલમાં હોવા છતાં છુટ્ટો કરી મુકવામાં આવ્યો હોવાનો વિડીયો ફેસબુક પર વોર્ડ નંબર ૧૦ ના અપક્ષ ઉમેદવાર કલ્પેશભાઇ રાંક દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે આ અંગે અનિલભાઇને પૂછતા તેમણે જણાવેલ કે હા મારી માતાનું ફોર્મ પરત ખેંચી લેવા માટે મારા પર દબાણ કરવામાં આવ્યું પરંતુ મારી માતાએ ફોર્મ પરત ન ખેંચતા મને પાલિકામાંથી છૂટો કરી મુકવામાં આવ્યો. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઇ વ્યાસને પૂછતા તેમણે જણાવેલ કે વાલ્વમેન રોજમદાર નહીં હોય તે આઉટ સોર્સિંગથી કામગીરી કરતો હશે છતાં પણ હું જોવડાવી લઇશ.

જેતપુર નગર પાલિકાના વોર્ડ નંબર ૧૦ માં ચાર બેઠક માટે માત્ર ૯ જ ઉમેદવારોના મેદાનમાં છે તેમાંથી ચાર તો ભાજપના જ છે જયારે શહેરના અન્ય વોર્ડમાં પ્રત્યેક બેઠક માટે ઓછામાં ઓછા ત્રણ ઉમેદવાર તો મેદાનમાં છે જ તે ચિત્ર જ બતાવે છે કે વોર્ડ નંબર ૧૦માં કંઇક તો ખોટું થયું જ છે.


૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ૨૧૦ ઉમેદવારો વચ્ચે જંગ

જેતપુર, તા. ૯
જેતપુર પાલિકાનો ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે. શહેરના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ૧૧૯ મતદાન મથકો પર ૪૮૨૨૧ પુરૃષ મતદારો અને ૪૩૫૨૧ સ્ત્રી મતદારો થઇને કુલ ૯૧૭૪૨ મતદારો ૨૧૦ ઉમેદવારો માટે મતદાન કરવાના છે. ભાજપે ૪૪ માંથી ૩૨ બેઠકો ઉપર અને કોંગ્રેસે ૩૦ બેઠકો ઉપર જીતનો દાવો કર્યો છે.

Post Comments