Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોટબંધી સમયે ખાતેદારનાં રૂપિયા બે બેન્ક કર્મચારીઓએ કર્યા હડપ

- એક વર્ષ પહેલા અઢી લાખ જમા કરાવ્યા, પણ હવે ખબર પડી કે થયા જ નથી

જામનગર, તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

જામજોધપુરની એસબીઆઈ બેન્ક શાખાનાં ખાતેદાર પ્રૌઢએ ગત વર્ષે નોટબંધીના સમયગાળા દરમ્યાન ચૌદમી નવે.નાં રોજ પોતાની પુત્રીનાં ખાતામાં જમા કરાવેલી અઢી લાખની રકમ કોઈપણ રીતે ખાતામાં જમા ન કરી બેન્ક તથા ખાતેદાર સાથે છેતરપિંડી આચરી સરકારી નાણાની ઉચાપત કર્યાની ફરીયાદ બેન્કના કેશ ઓફિસર સહિત બે કર્મચારી સામે પોલીસ મથકમાં નોંધાવાતા ચકચાર જાગી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામજોધપુરમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં ભરતભાઈ અને અમીબેન નામનાં પિતા પુત્ર ખાતુ ધરાવે છે. જેમાં ભરતભાઈએ ગત વર્ષે તા.૧૪.૧૧.૧૬નાં રોજ પોતાની પુત્રી અમીબેનના ખાતામાં અઢી લાખની રકમ જમા કરાવી હતી.

જે તેઓ ઉપાડવા જતા ઉપરોકત રકમ તેના ખાતામાં જમા ન હોવાનું ખુલ્યુ ંહતું. આ અંગે બેન્ક સતાવાળાનો સંપર્ક સાધીને તેઓને પણ માહિતગાર કરાયા હતાં. જેના પગલે સ્થાનિક બેન્ક અધિકારીઓ દ્વારા તપાસની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ  બનાવ અંગે બેન્કનાં હરેશભાઈ મગનભાઈ ભાણવડીયાએ અઢી લાખની રકમ ખાતેદાર અમીબેનનાં ખાતામાં જમા ન કરાવી  નાણાંની ઉચાપત કરી બેન્ક તેમજ ખાતેદાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરવા અંગે બેન્કનાં કર્મી કમલ નરેન્દ્ર મહેતા અને કેશ ઓફિસર વિપેશભાઈ અમૃતલાલ દોશી (રે. બંને જાંમજોધપુર) સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

આ છેતરપીંડીનો બનાવ ગત વર્ષે જાહેર થયેલી નોટબંધીના સમયગાળા દરમ્યાન બન્યો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે વધુ તપાસ જામજોધપુર પોલીસે હાથ ધરી છે.

Post Comments