Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જામનગરમાં ચાર વર્ષની પુત્રી સાથે વેપારીની પત્નીએ કર્યો આપઘાત

- સત્યમ કોલોની વિસ્તારનો અરેરાટીજનક બનાવ

-જિંદગી ટૂંકાવી રહ્યાનો પતિને મોબાઇલ ફોનમાં મેસેજ કર્યા બાદ મહિલાએ પુત્રી સાથે ટ્રેન  હેઠળ ઝંપલાવી દેતાં બન્નેનાં કરૃણ મોત

જામનગર, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં પસાર થતી ટ્રેન હેઠળ આજે મહિલાએ પોતાની ચાર વર્ષની પુત્રી સાથે ટ્રેન હેઠળ પડતું મુકી દેતાં ધસમસતી ટ્રેન હેઠળ ચગદાઇ જવાથી માતા - પુત્રી બન્નેનેનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા. મૃતકયુવતીએ પોતાના પતિને મોબાઇલ પોનમાં આત્મહત્યા કરવાનો મેસેજ મોકલ્યા પછી તુરંત જ અંતિમ પગલું ભરી લીધું હતું.

આ કરૃણાજનક બનાવની વિગત એવી છે કે, જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા આશાબેન જયેશભાઇ સુતરીયા નામની ૩૦ વર્ષની પરણિત યુવતીએ પોતાની ચાર વર્ષની પુત્રી કાવ્યાને સાથે રાખીને આજે બપોરે ૧૧.૪૫ વાગ્યે સત્યમ કોલોની વિસ્તારમાં આવેલા રેલવેનાં અન્ડરબ્રિજ પાસે પહોંચી હતી અને અન્ડરબ્રિજની ઉપરથી પસાર થતી રેલવે લાઇન પર ઓખા - દેહરાદુન ટ્રેનનાં એન્જીન હેઠળ પોતાની પુત્રી સાથે પડતું મુકી દેતા ધસમતી ટ્રેન હેઠળ માતા - પુત્રી બન્નેનાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નિપજયા હતા.

આ અકસ્માતના બનાવની જાણ થતાં આસપાસનાં લોકોએ એકત્ર થયા હતા અને પોલીસને બોલાવી લેવામાં આવી હતી. સીટી સી. ડીવી.ના પી.એસ.આઇ. ગામેતી ઘટના સ્થળે દોડી ગયા હતા અને માતા - પુત્રીના મૃતદેહો કે જે તદ્દન ક્ષતવિક્ષત બની ગયા હતા, જે મૃતદેહોનો કબજો લઇ જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ બનાવ પછી મૃતકના પતિ જયેશભાઇ સુતરિયા કે જે સત્યમ કોલોની વિસ્તારમાં જ કટલેરીની દુકાન ચાવે છે, તેને બોલાવી લીધા હતા.

પ્રાથમિક પુછપરછમાં પતિ જયેશભાઇએ જણાવ્યું હતું કે, પોતાની પત્ની આશાબેન આત્મહત્યાનું પગલું ભરી રહી છે, તેઓ મેસેજ પોતાના મોબાઇલ ફોનમાં કર્યો હતો અને તુરંત આત્મઘાતી પગલું ભરી લીધું હતું. જે મેસેજનાં આધારે પોલીસે તપાસ શરૃ કરી હતી. મૃતક આશાબેનનાં માતા - પિતા વગેરે સુરતમાં રહેતા હોવાથી પોલીસે તુરત જ જાણ કરી જામનગર બોલાવી લીધા હતા અને આ સમગ્ર પ્રકરણની ઉડાણપૂર્વકની તપાસ શરૃ કરી હતી.

Post Comments