Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'હનીટ્રેપ'માં શિકારને ફસાવી પોલીસનાં સ્વાંગમાં તોડ કરતી ટોળકીનો પર્દાફાશ

- આ પ્રકારની અનેક ટોળીઓ કાર્યરત

- રાજકોટનાં લાઈનબોય, તેની ગર્લફ્રેન્ડ સહિત છની ધરપકડ કરી રિમાન્ડ પર લેવાયા

- બીજા કેટલાને ફસાવ્યા તે અંગે તપાસ

રાજકોટ, તા.9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

હની ટ્રેપમાં શિકારને ફસાવ્યા બાદ પોલીસનાં સ્વાંગમાં આવી તેની પાસે મોટી રકમનાં તોડ કરતી ટોળકીઓનો રાફડો ફાટયો છે. પરંતુ આબરૃ જવાની બીકે ભોગ બનનારા ફરિયાદ કરતા ન હોવાથી આવી ટોળકીઓ નિરંતર ગુના આચરે છે આમ જ એક ટોલકીએ લોધીકાનાં નગરપીપળીયા ગામનાં કાકા - ભત્રીજાને લૂંટી લીધા બાદ વધુ રકમ પડાવે તે પહેલા મામલો પોલીસ પાસે પહોંચતાં ગુનો દાખલ કરી ટોળકીમાં સામેલ એક યુવતી સહિત છની લોધીકા પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસ હવે આ ટોળકીએ બીજા કેટલા લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે તેની તપાસ ચલાવી રહી છે. આ ટોળકીને પોલીસે સોમવાર સુધીનાં ત્રણ દિવસનાં રિમાન્ડ પર લીધા છે. ટોળકીનાં અમુક સભ્યો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. સામાન્ય રીતે ઓળખપરેડ બાકી હોવાથી પોલીસ આવી ટોલકીનાં ચહેરા ઢાંકી દે છે. પરંતુ આ કિસ્સામાં આરોપીઓનાં પોલીસે ચહેરા ઉઘાડા કર્યા છે જેથી તેમને બીજો કોઈ ભોગ બન્યો હોય તો ઓળખી શકે અને પોલીસનો સંપર્ક કરી શકે. આ ટોળકીમાં એક લાઈનબોય પણ છે.

નગરપીપળીયા ગામે રહેતા ખેડૂત ગોરધનભાઈ અનાભાઈ તારપરા (ઉ.વ.૬૦) ખેતી કરે છે. તેન પુત્રીનાં હજુ તા.૫નાં રોજ લગ્ન હતાં. ગઈ તા.૧નાં રોજ સવારે તેની ઉપર કોઈ યુવતીનો ફોન આવ્યો હતો જેણે તેને કહબ્યું કે, તમારા ભત્રીજા દિનેશ માટે મે એક યુવતી શોધી છે.હું તમને ઓળખુ છું, એટલે વાત કરવા ફોન કર્યો છે.

જેથી ગોરધનભાઈએ તેને કહ્યું કે અત્યારે મારી પુત્રીનાં લગ્ન છે લગ્ન પછી ગોઠવશું આ વાતચીત બાદ બીજા દિવસે ફરીથી તે યુવતીએ તેને કોલ કરી કહ્યું કે, જો તમે ના આવી શકો તો હું જ આવી જાઉ આ રીતે નક્કી કરી અંતે તે યુવતીને દિવસે રાત્રે નિકાવા બસસ્ટેન્ડે આવી હતી. તેને લેવા ગોરધનભાઈ અને તેનો મૂરતીયો ભત્રીજો દિનેશ મોહનભાઈ મારવીયા ત્યાં પહોંચ્યા હતાં અને તે યુવતી સાથેની નગરપીપળીયા ગામે આવેલી પોતાની વાડીએ પહોંચ્યા હતાં.

ત્યાં હજુ વાતચીત શરૃ કરી હતી ત્યાં જ પોલીસનાં સ્વાંગમાં બે આરોપીઓ રણજીત અને જયપાલસિંહ ધસી આવ્યા હતાં અને તમે યુવતી સાથે ખરાબ કામ કરો છો તેમ કહી દમદાટી માર્યા બાદ ગોરધનભાઈ અન ેતેનાં ભત્રીજા દિનેશની વચ્ચે તે યુવતી એટલે કે ફાલ્ગુનીને ઉભી રાખી તેમનાં ફોટા પાડી લીધા બાદ બંનેને નેતરની સોટીના ઘા ફટકારી હમણાં પાછળ અમારા પી.આઈ. જીપમાં આવે જ છે તમને બળાત્કારનાં ગુનામાં ફીટ કરી દેશું તેવી ધમકી અને ગાળો ભાંડી પોતે ખરેખર પોલીસ જ છે એવો પ્રભાવ ઉભો કર્યો હતો.

આ વાત સાંભળી ગોરધનભાઈ ફફડી ઉઠયા હતાં. ત્રણ દિવસ પછી પુત્રીનાં લગ્ન હ ોવાથી બદનામી થશે તો તેવા ડરથી ગભરાઈ ગયા હતા રણજીત અને જયપાલસિંહે તેને જો ગુનો દાખલ કરવો હોય તો ૧૦ લાખની માંગણી કરી હતી. જેની સામે ગોરધનભાઈએ રકઝક કરતાં તેને કોઈ પરિચિતને બોલાવી લેવાનું કહેતા તેણેૈ ગામમાં રહેતાં રમેશ લખમણ રામાણીને બોલાવ્યા હતા તેણે આવી બાટાઘાટ કરી ૪.૭૫ લાખમાં બધુ પતાવવાનું નક્કી કર્યું હતું. તે વખતે ગોરદનભાઈનાં પાકીટમાં ૨ હજાર હોવાથી તે પડાવી લીધા હતાં.

૪.૭૫ લાખ પુત્રીનાં લગ્ન બાદ આપવાનાં હોવાથી ગોરધનભાઈએ પુત્રીનાં લગ્ન બાદ અંતે હિંમત દાખવી લોધીકા પોલીસ મથકનાં મહિલા પીએસઆઈ એચ.પી. ગઢવીનો સંપર્ક કરી આપવીતી જણાવતા તપાસ શરૃ કરાવી એએસઆઈ ગજુભા જાડેજા અને લખધીરસિંહ જાડેજા સહિતની જુદી જુદી ટીમોને તપાસમાં રવાના કરી હતી. તપાસનાં અંતે પોલીસે છ સભયોની બનેલી આ ટોળકીને જડપી લીધી હતી.

જેમાં પોલીસનો સ્વાંગ રચનાર રણજીત રતિલાલ મકવાણા (રહે. મોરબી રોડ, સત્યમ પાર્ક), જયપાલસિંહ વનરાજસિંહ જાડેજા (રહે. રેલનગર શેરી નંબર, પોપટપરા), લાઈન બોય વિજયસિંહ રણજીતસિંહ મકવાણા (રહે. પોપટપરા-૧૧), મનાજી કૂરજીભાઈ લીંબાસીયા (રહે. ઈશ્વરીયા, તા.પડધરી), રમેશ લખમણ રામાણી (રહે. નગરપીપળીયા, તા.લોધીકા) અને ફાલ્ગુની દિલીપભાઈ જોબનપુત્રા, (રહે. જંકશન પ્લોટ, ૧૫/૨, રેલવે સ્ટેશન પાસે, રાજકોટ)નો સમાવેશ થાય છે.

ચોંકાવનારી વાતએ છે કે, આ કેસનો મુખ્ય સૂત્રધાર રમેશ રામાણી છે જેને ફરિયાદીએ જ મિડીયેટર તરીકે બોલાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, તેણે આરોપીઓને ટીપ આપી હતી. હાલમાં ફરિયાદી ગોરધનભાઈની પુત્રીનાં લગ્ન હોવાથી તેની પાસે પૈસા હશે અને આબરૃ જવાની બીકે તે પૈસા પણ આપી દેશે તેવું વિચારી તેણે તેનું નામ મનસુખને આપ્યું હતું. પછી લાઈનબોય વિજયસિંહને તેનું નામ આપ્યું હતું. ત્યારબાદ તેણે પોતાની ગર્લ્ફ્રેન્ડ ફાલ્ગુનીને આ કામ માટે તૈયાર કરી હતી. અંતે આ ટોળકીએ કામને પાર પાડયું હતું પરંતુ તેમાં સફળતા મળી ન હતી. વિજયસિંહનાં પિતા પીએસઆઈ હતાં. હાલ તે હયાત નથી.

Post Comments