Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત- અમેરિકા વચ્ચેના સંબંધોમાં વિપુલ પ્રગતિ : વજદાન

- ઇન્ડિયા ફ્રેન્ડશીપ લીગ

- મુખ્ય મહેમાન તરીકે શિકાગોના કોન્સ્યુલ જનરલ નીતા ભૂષણે હાજરી આપી હતી

- ભારત અમેરિકાનો આ ક્ષેત્રે ખર્ચો ૧૫ બીલીયન ડોલર જેટલો થવા જાય છે અને ભારતના વડાપ્રધાનની
- નીતિ વચ્ચે એરફોર્સ ઇન્ડસ્ટ્રીઝના જુના ૧૦૦ જેટલા એરક્રાફ્ટ છે તે તમામને આધુનિક બનાવવામાં આવશે

(પ્રતિનિધિ સુરેશ શાહ દ્વારા)   બાર્ટલેટ (શિકાગો), તા. ૨૬ ફેબ્રુઆરી 2018, સોમવાર

યુ.એસ. ઇન્ડિયા ફ્રેન્ડશીપ લીગના ઉપક્રમે ફેબુ્રઆરી માસની ૨૩મી તારીખે શુક્રવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રના વૉશિંગ્ટન ડી.સી.માં સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી આસિ. જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા મુખ્ય અધિકારી થોમસ વજદાને મળવાનો તેમજ તેમને આવકાર આપવાનો એક ભવ્ય સમારંભ શામ્બર્ગ ટાઉનમાં આવેલા ગેલોર્ડ ઇન્ડિયા રેસ્ટોરન્ટમાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શિકાગોના કોન્સ્યુલ જનરલ નીતા ભૂષણે હાજરી આપી હતી. આ વેળા ભારતીય બાબતોને સ્પર્શતા ઇકોનોમિક ઓફિસર ટ્રાવિસ કોબર્લીએ પણ હાજરી આપી હતી. આ વેળા ભારતીય સમાજના આગેવાનો તથા આઠમી ડીસ્ટ્રીક્ટમાંથી રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર જીતેન્દ્ર દિગવાતકર તેમજ શામ્બર્ગ ટાઉનશીપના બોર્ડ મેમ્બર નિમીષ જાની પણ હાજર રહ્યા હતા.

સૌ પ્રથમ શિકાગોના ભારતીય સમાજના આગેવાન ભરતભાઈ બારાઈએ પોતાના પ્રવચનમાં ભારતીય સમાજના આગેવાનો તથા હાજર રહેલા શુભેચ્છકોને આવકાર આપી જણાવ્યું હતું કે, જ્યારે હું વોશિંગ્ન ડી.સી.ના સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં ગયો હતો ત્યારે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા વજદાને રૃબરૃ મળ્યો હતો. અને તેમને શિકાગોની મુલાકાતે પધારવા માટે આમંત્રણ આપ્યું હતું જેનો સ્વીકાર કરીને તેઓ આજે આપણને સૌને મળવા માટે અત્ર આવેલ છે તે દર્શાવે છે કે તેઓ પ્રજાની વ્યક્તિ છે.

આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૦૧૭ના વર્ષ દરમ્યાન પાંચમી જુલાઈએ જ્યારે ઇઝરાઇલ દેશની મુલાકાતે ગયા હતા ત્યારે ભિન્ન ભિન્ન દેશોના અગ્રણી સંસ્થાના વડાઓ દ્વારા તેમના માનમાં એક ભવ્ય મિલન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે તેને તેમણે આ પ્રસંગે આછેરો ઉલ્લેખ કર્યો હતો.

સ્ટેટ ડિપાર્ટમેન્ટના આસિસ્ટંટ ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા થોમસ વજદાએ પોતાના પ્રાસંગિક પ્રવચનની શરુઆતમાં ભારત અને અમેરિકા એમ બંને દેશો વચ્ચે ગયા વર્ષે પારસ્પારિક સબંધોમાં જે વિપુલ પ્રમાણમાં પ્રગતિ થયેલ તેનો પુનરોચ્ચાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ બંન્ને દેશો વચ્ચે વધુ ને વધુ સંબોધોનો વિકાસ થાય એ પ્રત્યે હું અત્યંત આશાવાદી છું અને આપણે જો સાથે મળીને કાર્ય કરીશું તો વિશ્વમાં તેની સારી એવી અસર થશે.

આ મિલન સમારંભ યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અમેરિકા અને ભારત એમ બંન્ને દેશો વચ્ચેના પારસ્પારિક સંબંધો વધુ વિકસે અને બંન્ને દેશો વચ્ચે વિશ્વાસ અને મૈત્રીભર્યા વાતાવરણનું સર્જન થાય અને સેતુબંધ તરીકે આ કાર્ય કરે એ હતો.

તેમણે ભારતીય સમુદાયના લોકો આ દેશમાં રહી જે કાર્ય કરી રહ્યા છે તેની તેમણે અનુમોદના કરી હતી અને સાઉથ કેરોલનાના ગવર્નર નિકી હેલીએ પોતાની ફરજ બજાવ્યા બાદ હાલમાં તેઓ યુનોમાં અમેરિકાના એમ્બેસેડર તરીકે ફરજ બજાવે છે અને તેની સાથે હાઉસમાં પણ હવે સવિશેષ પ્રમાણમાં ભારતીય સમુદાયના પ્રતિનિધિઓ કાર્ય કરી રહ્યા છે.

તે ખરેખર આવકારને પાત્ર છે. પોતાના પ્રવચનના અંતમાં તેમણે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે વ્યાપારી ક્ષેત્રે વધુ પ્રમાણમાં વિકાસ થાય તે દિશામાં કાર્ય કરીશું તો બંને દેશોને જરૃરી યોગ્ય ફાયદો થશે એવું મક્કમપણે મારું માનવું છે.

મુખ્ય મહેમાન તરીકે પધારેલા શિકાગોના ભારતીય કોન્સ્યુલ નીતા ભૂષણે પોતાના પ્રવચનમાં ડેપ્યુટી આસિસ્ટંટ સેક્રેટરી થોમસ વજદાને આવકાર આપી પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સ્વતંત્રતા, લોકશાહી, તેમજ વિવિધતામાં માને છે અને તેથી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મૈત્રીભર્યા સંબંધો વિકસાવશે એમ હું માનું છું.

સંરક્ષણ ક્ષેત્રે થનાર ખર્ચનો ઉલ્લેખ કરતા કોન્સ્યુલ જનરલે જણાવ્યું હતું કે, ભારત અમેરિકાનો આ ક્ષેત્રે ખર્ચો ૧૫ બીલીયન ડોલર જેટલો થવા જાય છે અને ભારતના વડાપ્રધાનની નીતિ વચ્ચે એરફોર્સ ઇન્ડસ્ટ્રીઝના જુના ૧૦૦ જેટલા એરક્રાફ્ટ છે તે તમામને આધુનિક બનાવવામાં આવશે.

તેમણે પોતાના પ્રવચનમાં વિશેષમાં જણાવ્યું હતું કે, ઇન્ફોસીસ અમેરિકામાં પોતાના કાર્યનું વિસ્તરણ કરી રહ્યું છે અને અમેરિકન કામદારોને તેઓ નોકરીએ રાખશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તથા વિપ્રો નામની સંસ્થા પણ દિનપ્રતિદિન અમેરિકામાં પ્રગતિના પંથે આગળ પ્રયાણ કરી રહી છે.

Post Comments