Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહાશિવરાત્રિ તથા વેલેન્ટાઇન દિનના પર્વની ઉજવણી

- યુનાઈટેડ સીનીયર પરિવાર શિકાગો

- ૧૧મીને રવિવારે હોળી-ધૂળેટી યોજાશે

બાર્ટલેટ (શિકાગો), તા. ૨૬ ફેબ્રુઆરી 2018, સોમવાર

યુનાઈટેડ સીનીયર પરિવાર શિકાગોના સંચાલકો તથા સભ્યોના સહકારથી ફેબુ્રઆરી માસની ૧૧મી તારીખને રવિવારે વીલીંગ ટાઉનમાં આવેલ સ્વામીનારાયણ મંદિરમાં સંસ્થાની માસિક સભાનું આયોજન સંસ્થાના પ્રમુખ રમણભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં આ સંસ્થાના ૨૫૦ જેટલા ભાઈ બહેનોએ હાજરી આપી હતી. આ યોજવામાં આવેલ સભામાં મહાશિવરાત્રી તથા વેલેન્ટાઈન ડેની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

માસિક મીટીંગની શરૃઆતમાં સંસ્થાના કાર્યકરો દ્વારા દિપ પ્રાગટયની વિધિ કરવામાં આવી હતી અને ત્યાર બાદ સંસ્થાના સેક્રેટરી રમેશભાઈ ચોક્સીએ પોતાના  પ્રવચનો સૌ સભ્યોને આવકાર આવી આ સભામાં યોજાનાર કાર્યક્રમોની વિસ્તૃત માહિતીઓ આપી હતી અને સર્વે સભ્યો દ્વારા તમામ પ્રોગ્રામમાં જે સાથ સહકાર પ્રાપ્ત થઈ રહેલ છે તે બદલ સૌનો આભાર માની તેવો જ સહકાર ભવિષ્યમાં પણ મળતો રહેશે તેવી લાગણીઓ વ્યક્ત કરી હતી.

આ વેળા સંસ્થાના અગ્રણી પ્રદ્યુમન પાઠકે પ્રાસંગિક પ્રવચનમાં મહાશિવરાત્રી પર્વ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ વેળા યુનાઈટેડ સીનીયર પરિવારના બોર્ડ ઓફ ટ્રસ્ટી ધિરેનભાઈ મિસ્ત્રીએ પણ હાજરી આપી હતી અને તેમણે પણ આ સીનીયર સંસ્થા દ્વારા જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સીનીયરોના હિતાર્થે યોજવામાં આવે છે તે બદલ તમામ સંચાલકોને અભિનંદન આપ્યા હતા તેમજ આ પર્વની ઉજવણી અંગે સૌ સભ્યોને જે આનંદ અને ઉલ્લાસથી તેમાં ભાગ લીધો હતો તે બદલ સૌની તેમણે સરાહના કરી હતી. આ વેળા વેલેન્ટાઈન ડેની પણ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી અને સૌ સભ્યોએ એકબીજાની સાથે આત્મિયભર્યા સ્નેહભાવથી અભિનંદન આપ્યા હતા.

ફેબુ્રઆરી માસમાં જે સભ્યોનો બર્થડે આવતો હતો તેની શાનદાર રીતે ઉજવણી કરી હતી અને તેઓેને આ વેળા અભિનંદન આપવામાં આવ્યા હતા.

 સંસ્થાના પ્રમુખ રમણભાઈ પટેલે પણ પોતાના પ્રવચનમાં સૌ સભ્યોને મહાશિવરાત્રી તેમજ વેલેન્ટાઈન ડેના પર્વની ઉજવણી કરવા બદલ અભિનંદન આપ્યા હતા અને સર્વે સભ્યો આવનારા કાર્યક્રમોમાં આનંદ અને ઉલ્લાસથી તેમાં ભાગ લે એવી આશા તેમણે પોતાના પ્રવચનના અંતમાં વ્યક્ત કરી હતી.

મહાશિવરાત્રીના પર્વની ઉજવણી પ્રસંગે પ્રમુખ રમણભાઈ તેમજ પન્નાબેને શિવજીની પૂજા અર્ચના કરી હતી અને આ અંગેની તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ શિકાગોના જાણીતા પ્રિસ્ટ રોહિતભાઈ જોશીએ કરાવી હતી. ત્યાર બાદ સર્વે સભ્યોએ શિવજીનો અભિષેક કર્યો હતો.

આવતા માર્ચ માસની ૧૧મી તારીખને રવીવારે હોળી તેમજ ધુળેટીના પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવશે તેવી કરેલી જાહેરાતથી સૌને આનંદ થયો હતો.

Post Comments