Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રેકટરનું ટાયર શખ્સ પર ફરી વળતા મોત નિપજયું

- ભિલોડાના ધોલવાણી ગામની સીમનો બનાવ

- બે બાઇક ટકરાતા બે શખ્સો નીચે પટકાયા બાઇક-ટ્રેકટર ચાલક સામે ગુનો

અમદાવાદ, મોડાસા, તા. ૧૦ શુક્રવાર નવેમ્બર 2017

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ધોલવાણી ગામના બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે ગુરૃવાર સમી સાંજના વાહન અકસ્માતના બનેલા બનાવમાં ગંભીર રીતે ઇજા પામનાર એક વ્યકિતનું મોત નિપજયું હતું.

અકસ્માતનો આ બનાવ વિચિત્ર સંજોગોમાં બન્યો હતો. જેમાં સહુ પ્રથમ આમને-સામને આવી રહેલી બે બાઇક એકબીજા સાથે ધડાકાભેર ટકરાયા હતા. જેમાં એક બાઇક ઉપર સવાર બે સખ્શો ઉછળીને નીચે પટકાઇ પડયા હતા. દરમ્યાન પૂરઝડપે આવી રહેલ એક ટ્રેકટરનું તોતીંગ વ્હીલ એક વ્યકિત ઉપર ફરી વળતાં તેનું કમકમાટી ઉપજાવે તેવી હાલતમાં મોત નિપજયું હતું.

આ બનાવ અંગે ભિલોડા તાલુકાના ટોડા બાવળીયા ગામના નવજીભાઈ લાલજીભાઈ ડામોરની ફરિયાદના આધારે ભિલોડા પોલીસે જીવલેણ અકસ્માતના આ બનાવમાં સંડોવાયેલ બાઇક ચાલક તથા ટ્રેકટર ચાલક વિરૃધ્ધ ગૂનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભિલોડા તાલુકાના ટોડા બાવળીયા ગામના ચંદુભાઈ લાલજીભાઈ ડામોર તેમના બાઇક ઉપર વાલજીભાઈ કાવડાજી ડામોરને પાછળની સીટ ઉપર બેસાડીને ગઇકાલે સાંજના સાડા છ વાગ્યાના સૂમારે ધોલવાણી ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી બેફામ ઝડપે આવી રહેલી બીજી બાઇક તેમના બાઇક સાથે ધડાકાભેર ટકરાઇ હતી. જેના પરિણામે બંને ઉછળીને નીચે પટકાઇ પડયા હતા. આ બંને વ્યક્તિ ઇજાગ્રસ્ત હાલતમાં રોડ ઉપર પટકાઇને મદદ માટે કણસી રહી હતી ત્યારે જ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરનું નવું નક્કોર ટ્રેકટર પૂરઝડપે આવી રહ્યું હતું. આ ટ્રેકટરનો ચાલક સ્ટાયરીંગ ઉપર કાબૂ જાળવી શક્યો ન હતો અને માત્ર ગણતરીની જ સેકંડમાં ટ્રેકટરનું તોતીંગ વ્હીલ વાલજીભાઈ કાવડાજી ડામોર ઉપર ફરી વળતાં તેમનું કમકમાટી ઉપજાવે તેવી હાલતમાં ત્યાં જ કરૃણ મોત નિપજયું હતું.

Post Comments