Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાર્દિક પટેલના વિરોધમાં બ્રહ્મ સમાજ દ્વારા મહેસાણા-ડિસામાં તંત્રને આવેદનપત્ર

- શહેર બીડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા અરજી આપી

ડિસા, મહેસાણા,તા.૩ જાન્યુઆરી 2018 બુધવાર

પાસ કન્વીનર હાર્દિક પટેલના બ્રહ્મ સમાજ વિરુદ્ધ કરાયેલી કથિત નિવેદનનો વિડીયો સોશિયલ  મિડીયામાં ફરી રહ્યો છે ત્યારે આ વિડીયોને લઈ બ્રહ્મ સમાજ ભારે રોષે ભરાયો છે ત્યારે બુધવારે મહેસાણા અને ડિસા બ્રહ્મ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં  આવ્યું હતું અને શહેર બીડિવિઝન પોલીસ મથકમાં હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાવતા અરજી આપવામાં આવી હતી.

આ મામલે બ્રહ્મ વિકાસ આયોગના કન્વીનર યજ્ઞોશ દવે દ્વારા બે દિવસ પૂર્વે હાર્દિક વિરુદ્ધ કાર્યક્રમ માટે બ્રહ્મ સમાજને આહ્વાન કરાયું હતું ત્યારે રાજ્યના આઠ જિલ્લામાં બ્રહ્મ સમાજ દ્વારા રેલી સાથે આવેદનપત્રો સહિત પોલીસ ફરિયાદ માટે અરજી કરાઈ છે. જે અંતર્ગત મહેસાણા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા વતી પિયુષ વ્યાસની આગેવાનીમાં બ્રહ્મ વિકાસ આયોગની કોર ટીમ દ્વારા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે હાર્દિક પટેલ સામે ભારે સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું અને સોશ્યલ  મિડીયામાં બ્રહ્મ સમાજ વિરુદ્ધ ફરી રહેલ હાર્દિક પટેલના કથિત નિવેદનવાળા વિડીયોમાં કાર્યવાહીની માંગ કરી છે. આ ઉપરાંત મહેસાણા શહેર બીડિવિઝન પોલીસ મથકમાં હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાવા બ્રહ્મ સમાજ દ્વારા લેખીત અરજી આપી હતી.

આજે ડીસા બ્રહ્મ સમાજના આગેવાનોએ હાર્દિક પટેલ અને તેમના બે સાથીદારો વિરૃધ્ધ કાયદેસરની ફરીયાદ કરી કાર્યવાહી કરવા માટે રેલી સ્વરૃપે નાયબ કલેકટર કચેરી, ડીસા ખાતે પહોચી આવેદનપત્ર આપ્યુ હતુ. અને આ લેખીત આવેદનપત્રને ફરિયાદ સ્વરૃપે ગણી કાર્યવાહી કરવા માંગ કરી હતી. બ્રહ્મ સમાજના આગેવાનોએ પોતાની ફરિયાદના સમર્થનમાં હાર્દિક પટેલની વિડીયો રેકોર્ડ કેસેટ પણ રજુ કરી હતી. આમ હાર્દિક પટેલ વિરૃધ્ધ ડીસા બ્રહ્મ સમાજે લડાયક મુડમાં મોરચો માંડી કાર્યવાહી કરવાની માંગ કરતા રાજકારણ ગરમાયુ છે.

Post Comments