Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડબ્રહ્મા પોલીસે બાઇકચોર પકડયો ૧૯ બાઇક ચોરીની શખ્સે કબૂલાત કરી

- ત્રણ ફરાર : કોટડા ગઢીના ખેતરો અને ડુંગરમાં બાઇક સંતાડી રાખ્યા હતા : પાંચ લાખનો મુદ્દામાલ પકડાયો

ખેડબ્રહ્મા, તા. ૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બાઇક ચોરીના બનાવો વધી રહ્યા હતા જેના કારણે નાગરિકોમાં ફફડાટ ફેલાયો હતો. બાઇક ચોરોને પકડી પાડવા માટે ખેડબ્રહ્મા પોલીસે પેટ્રોલિંગ કરી રાજસ્થાન તરફથી આવી રહેલ એક બાઇકચાલનકે ઊભો રાખી પૂછપરછ કરતા ૧૯ બાઇક ચોરીની કબૂલાત કરી હતી તેમજ રૃા. પાંચ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

ખેડબ્રહ્મા શહેરમાં બાઇક ચોરીનું પ્રમાણ વધી ગયું હતું જેને લઈને પોલીસ માટે પણ આ બાઇક ચોરો માથાના દુ:ખાવા સમાન બન્યા હતા.

આ અંગે સાબરકાંઠા પોલીસવડા સૌરભસિંહની સૂચનાના આધારે ખેડબ્રહ્માના પી.એસ.આઇ. એ.વી. દેસાઈએ તેમના સ્ટાફ સહિત પેટ્રોલિંગ કરતા વાહન ચેકિંગ દરમ્યાન રાજસ્થાન બાજુથી એક બાઇક ચાલકને ઉભો રાખતા તે ઉભો ન રહેતા તેનો પીછો કરી પકડી પાડયો અને બાઇકના કાગળો માંગતા કાગળો ન આપતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પુછતાછ કરતા તે મહેશ ભોઇલાભાઈ ખોખરીયા (રહે. કોટડા ગઢી તા. પોશીના) હોવાનું જણાવ્યું હતુ.

 અને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ૫ દિવસના રિમાન્ડ મેળવતા ૧૯ બાઇક ચોરીની કબૂલાત કરી હતી અને તેની સાથે જયંતીભાઈ ઉર્ફે ધર્માભાઈ ગમાર (રહે. કોટડા ગઢી), ગોવિંદભાઈ ઉર્ફે ગોવો ઉર્ફે કાળિયો લાલભાઈ (રહે. કોટડા ગઢી) તથા શકીલ રફીકભાઈ પઠાણ (રહે. કોટડા છાવણી જી. ઉદેયપુર, રાજ.) ચારેય ભેગા મળીને ચોરી કરતા હતા.

આ બાઇક ચોરીને કોટડાગઢીમાં ખેતરોમાં અને ડુંગર ઉપર બાઇક સંતાડી રાખતા હતા. પોલીસે મુદ્દામાલ સહિત ૧૯ ચોરીની બાઇક પકડી રૃા. પાંચ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. અન્ય ત્રણ આરોપીને પકડવા પોલીસ તજવીજ કરી રહી છે.

Post Comments