Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાણી નહીં છોડાય તો સોમવારથી ઉપવાસની ચિમકી

- બનાસકાંઠાના વાવ તાલુકાની નર્મદા કેનાલમાં

- ૧૫ દિવસ થવા છતાં પાણી ન આવતાં ખેડૂતોનો રવી પાક સુકાઈ રહ્યો છે : પ્રાંત કચેરીએ સોમવારે કોંગ્રેસ ધરણાં કરાશે

થરાદ,તા.૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

બનાસકાંઠાની વાવ તાલુકામાં પેટા કેનાલોમાં પાણી ન આવતુ હોવાથી કોંગ્રેસ તથા ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં નર્મદા નિગમ દ્વારા પેટા કેનાલમાં પાણી ન આવતા કોંગ્રેસ યુવા પ્રમુખ ગુલાબસિંહ સહિત અગ્રણીઓ દ્વારા ચીમકી ઉચ્ચારી હતી કે જો રવિવારે સાંજ સુધી નહી આવે તો સોમવારથી થરાદ પ્રાંતકચેરીએ આમરણ ઉપવાસ પર બેસશે.

બનાસકાંઠાના છેવાડાના તાલુકા વાવ-સુઈગામ થરાદ ભાભર વિસ્તારોમાં છેલ્લા દશેક વર્ષથી નર્મદા નહેર દ્વારા સીંચાઈ અને પીવા માટે પાણી આપવામાં આવે છે. હમણા જુલાઈ માસમાં થયેલ ભારે વરસાદના કારણે કેનાલોમાં ગાબડા પડયા હોઈ તેનુ રિપેરીંગ કરવાનુ કામ હાથ ધરવામાં આવતું હોઈ એક સપ્તાહમાં પાણી નહી આપવામાં આવે અને કેનાલને ડાયવર્ઝન કરીને પાણી આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ થરાદની મુખ્ય કેનાલ માપણી આવ્યું પણ અન્ય તાલુકાની પેટા કેનાલોમાં પંદર દિવસ થયા છતાં પાણી ન આવતા ખેડૂતોનો શિયાળુ પાક બળી જવાની શંકા સેવાઈ રહી છે.

 જો બે દિવસમાં પાણી નહી આવે તો શિયાળુ પાકને નુકશાન થાય તેમ છે અને ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવશે જેને લઈ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અનેક વખતે રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા ગત શુક્રવારે કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ થરાદ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવેલ કે સરકારનુ વારંવાર ધ્યાનદોરી રજૂઆતો કરવા છતાં પેટા કેનાલોમાં પાણી આપતી નથી જેને લઈ રવિવાર સાંજ સુધી જો પેટાકેનાલોમાં પાણી નહી આવેતો સમગ્રકોંગ્રેસની ટીમ સાથે થરાદ પ્રાંત કચેરી સોમવારે આમરણાંત ઉપવાસ પર બેસવામાં આવશે.

Post Comments