Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાણસ્મા તાલુકા પંચાયતનો મામલો નહિ ઉકેલાતા પ્રદેશમાં લઈ જવાશે !

- પાટણ જિલ્લા કોંગ્રેસની બબ્બે બેઠક છતાં

- જિલ્લા પક્ષ પ્રમુખે બોલાવેલી બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખની સૂચક ગેરહાજરીથી નારાજગી ચરમસીમાએ

મહેસાણા, તા. ૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

પાટણ જિલ્લાની કોંગ્રેસ શાસિત ચાણસ્મા તાલુકા પંચાયતમાં સદસ્યોની આંતરિક જુથબંધીનું કોકડું બે વારની બેઠકમાં ઉકેલાઈ શક્યું નથી. જિલ્લા કોંગ્રેસ દ્વારા શુક્ર અને શનિવારે બોલાવેલી બેઠકમાં પુરતા સદસ્યો હાજર ન રહેતા તેમજ તાલુકા પંચાયત પ્રમુખે ગેરહાજરી રાખતા મામલો પ્રદેશ સુધી જઈ શકે તેવી  સંભાવના છે. જિલ્લા કોંગ્રેસે બંને પક્ષને સાંભળવા તૈયારી દર્શાવી પરંતુ કોઈ નમતું જોખવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે.

ચાણસ્મા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને કારોબારી ચેરમેન વચ્ચેના ઘર્ષણથી બે જુથ પડી જતા છેવટે કોંગ્રેસ સંગઠને મામલો હલ કરવા ઝંપલાવ્યું છે.

 જિલ્લા કોંગ્રેસ પ્રમુખે શુક્રવાર બપોર પછી સંગઠન અને તાલુકા ડેલિગેટોની બેઠક બોલાવી હતી પરંતુ પ્રમુખ જુથના કેટલાક સદસ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી શનિવારે સવારે ફરીથી બંને જુથોને બોલાવવામાં આવતા ૧ અપક્ષ સહિત બંને જુથના ૧૫ સદસ્યો હાજર રહ્યા હતા. તો વળી બે વારની બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ ગેરહાજર રહ્યા હતા. જોકે બીજીવારની બેઠકમાં બંને જુથોની દલીલ અને શરતો સાંભળતા મામલો વધુ પેચીદો બની ગયો છે.

 જિલ્લા કોંગ્રેસ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને આગામી છ મહિના સુધી જાળવી રાખવા ઈચ્છે છે. તો સામે બંને જુથો પક્ષના અન્ય ડેલીગેટોને બેસાડવા તલપાપડ છે. આવી સ્થિતિમાં આગામી સોમવાર સુધી કોઈ નિર્ણય ન લેવાય તો પ્રદેશ કોંગ્રેસને દરમિયાનગીરી કરવા જણાવવામાં આવી શકે છે.  તેમજ પ્રદેશ કોંગ્રેસ નિરીક્ષકોને બોલાવવાની તૈયારી પણ રાખવામાં આવી છે.

Post Comments