Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેટવર્ક

સાબાશ શાહબાઝ: પાકિસ્તાનમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી સુધારા

૨૦૦૭થી ૨૦૧૫ દરમિયાન ૮૬૭ શાળા પર ત્રાસવાદી હુમલા થયા હતા

આખા બ્રિટનમાં ૨૪,૦૦૦ શાળાઓ છે, હાલ પાકના માત્ર પંજાબ પ્રાન્તમાં ૬૦,૦૦૦ સ્કૂલ

પાકમાં સસ્તા અને ગુણવત્તાપ્રદ શિક્ષણ પર ભાર

ઑક્ટોબર ૨૦૧૨માં તહરીક-એ-તાલીબાનના આતંકવાદીઓએ પાકિસ્તાનમાં સ્ત્રી ઉત્કર્ષ માટે કામ કરતી તરુણી (હાલ યુવતી) મલાલા યુસુફઝાઈને માથામાં, ખભે અને ગળા પર ગોળી મારી હતી. બે વર્ષ પછી તેને બાળ શ્રમ અને હેરાફેરી સામે લડતા આપણા કૈલાસ સત્યાર્થી સાથે ભાગીદારીમાં શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો.

તેના છ દિવસ પછી પાકિસ્તાનની આર્મી સ્કૂલ પર હુમલો થયો. તેમાં ૧૪૧ ફૂલો વીંધાઈ ગયાં. ત્રાસવાદી હુમલાના આક્રંદ અથવા માનવતાવાદી મલાલાના નિર્ભિક અવાજને લીધે વિશ્વનું ધ્યાન ખેંચતું રહેતું પાકિસ્તાન આજકાલ તેમને ત્યાં શિક્ષણ ક્ષેત્રમાં થઈ રહેલા ક્રાંતિકારી સુધારાને લીધે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મેરિલેન્ડ યુનિવર્સિટીએ ગ્લોબલ ટેરરિઝમ પર વિશાળ ડેટાબેઝ તૈયાર કર્યો છે. તે તપાસતા માલૂમ પડે છે કે ૨૦૦૭થી ૨૦૧૫ દરમિયાન ત્યાં ૮૬૭ શિક્ષણ સંસ્થાઓ ઉપર હુમલા થયા. હમલા એટલા માટે થયા હતા કેમ કે સમજું કેળવણીકારો વિજ્ઞાાન ભણાવતા હતા, વધુમાં કન્યા શિક્ષણ આપવાની ધુ્રષ્ટતા કરી રહ્યા હતા!

મોટી સંખ્યામાં આતંકી અટેકને કારણે સેંકડો શાળાઓ બંધ થઈ ગઈ. લાખો બાળકોએ ભણવાનું છોડી દીધું અને જ્યાં શિક્ષણ અપાતું હતું ત્યાં અભ્યાસક્રમના કોઈ ધડા રહ્યા નહીં. ભણતર છોડનારા વિદ્યાર્થીઓમાં બાળાઓનું પ્રમાણ મહત્તમ હતું. જોકે આજે જે ઝડપથી સુધારા લાવવામાં આવી રહ્યા છે તે જોઈને ધ ઇકોનોમિસ્ટે તેને શિક્ષણની પ્રયોગશાળા કહીને બિરદાવ્યું છે.

મોંઘું શિક્ષણ વિશ્વના વિકાસશીલ દેશોની બહુ મોટી સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા અમેરિકા જેવા વિકસિત દેશોમાંય છે. શિક્ષણ લોન લઈને વિદ્યાર્થીઓ દેવાળિયા બની જાય છે. અથવા મન મનાવી ભણવાનું મૂકી દે છે. સા વિદ્યાયા વિમુક્તયે...  મુક્તિ મળે એ પહેલા જ બંધન આવી જાય છે. ત્યારે પાકિસ્તાને લો કોસ્ટ એજ્યુકેશન (વાજબી દરનું શિક્ષણ) પર ધ્યાન આપવાનું શરૃ કર્યું છે. બંધ થઈ ગયેલી સરકારી શાળાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ભાગ રૃપે ખાનગી સંચાલકોને આપવામાં આવી રહી છે.

અલબત્ત કિફાયતી શિક્ષણ આપવાની શરત પર. તેના કારણે પાકિસ્તાની પંજાબમાં શાળાઓની સંખ્યામાં અંતરીક્ષચુંબી વધારો થયો છે. ૧૯૯૦માં ત્યાં ૩૨,૦૦૦ શાળાઓ હતી. આજે ૬૦,૦૦૦ છે. ઉલ્લેખવા જેવું છે કે આખા ઇંગ્લેન્ડમાં આજની તારીખે ૨૪,૦૦૦ શાળાઓ છે. પાકે વિશ્વની સૌથી મોટી સ્કૂલ વાઉચર સ્કીમ શરૃ કરી છે. કોઈપણ વિકાસશીલ દેશ કરતા વધુ પ્રમાણમાં શાળાઓને સરકારી અનુદાન આપવામાં આવી રહ્યું છે.

શિક્ષણની જવાબદારી દાતા સંસ્થાઓ અને ઉદ્યોપતિઓને સોંપવાનો પ્રારંભ કર્યો છે. ( પ્રમાણિત અભ્યાસક્રમ અનુસાર અને કિફાયતી દામ પર શિક્ષણ આપવાની શરતે) આ વર્ષના અંત સુધીમાં પંજાબ પ્રાન્તમાં ૧૦,૦૦૦ શાળાઓ ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવશે. એપ્રિલ ૨૦૧૬ સુધીમાં ૧,૦૦૦ શાળાઓ અપાઈ હતી અને અત્યાર લગીમાં  ૪,૩૦૦ અપાઈ ચૂકી છે. પાકિસ્તાનનો ૫૩ ટકા ભૌગોલિક વિસ્તાર પંજાબ છે. ત્યાં અત્યારે જે ઝડપથી શિક્ષણ ક્રાંતિ થઈ રહી છે તે ઝડપને અન્ય પ્રાન્તો મેચ કરી શકે તેમ નથી, પરંતુ ખૈબર પખ્તુંખ્વા અને સિંધે પણ તેના પગલે-પગલે ચાલવાનું શરૃ કર્યું છે.

નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ હાલ પંજાબના મુખ્ય પ્રધાન છે અને તેઓ જ શિક્ષણ સુધારના મશાલચી છે. આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં તેઓ પીએમએલએન તરફથી વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઊભા રહેવાના છે. તેઓ પીએમ તરીકે ચૂંટાશે તો પાકિસ્તાનને વધુ સારી નીતિઓ આપશે તેમાં કોઈ શંકા નથી.

૧૯૯ ગામડાંમાં શાળા ખોલવા પર ઉદ્યોગ સાહસિકોને સબસિડી આપવાની યોજનાને લીધે ૬થી ૧૦ વર્ષના બાળકોમાં શાળા છોડવાનું પ્રમાણ ૩૦ ટકા ઘટયું છે અને બાળકોનું પરિણામ સુધર્યું છે. જે બાળકો ખેત મજૂર અથવા સુક્યોરિટી ગાર્ડ બનવાના હતા તેમના તબીબ બનવાની તક ખૂલી છે. જે બાળાઓ ગૃહિણી બનવાની હતી તેમના માટે શિક્ષક કે અન્ય કોઈ વ્યાવસાયિક બનવાના અવસર ઊજળા થયા છે.

પાકિસ્તાનમાં પણ એવું માનવામાં આવતું હતું કે ટીચરોને ઊંચા પગાર થોડા હોય? પાકિસ્તાનના પંજાબ પ્રાન્તમાં ૨૦૦૩થી ૨૦૦૭ દરમિયાન શિક્ષકોને ૩૫ ટકા ઓછા પગારથી રાખવામાં આવ્યા. બાદમાં કરવામાં આવેલા અભ્યાસમાં (અંદરનું) બહાર આવ્યું કે શિક્ષકોની ભણાવવા પ્રત્યેની નિસબત ઘટી ગઈ હતી. કારણ કે આફ્ટર ઓલ તો શિક્ષકોય માણસો જ છે. તેમનેય પેટ છે, પરિવાર છે. એટલે માનવજાતને લાગુ પડતા નિયમો તેમને પણ લાગુ પડે. જેટલો માલ મળે એટલી તાલ વાગે.

શાહબાઝ શરીફે પુરવાર કરી આપ્યું કે સરકાર પણ લાગવગશાહીથી મુક્ત થઈને કામ કરી શકે. તેઓ શિક્ષકોની નિયુક્તમાં ક્યાંય છેડા અડવા દેતા નથી. જેની લાયકાત હોય તેને જ નોકરી મળે. તેનો ફાયદો વિદ્યાર્થીઓના પરફોર્મન્સમાં દેખાઈ રહ્યો છે.

બ્રિટિશ સરકારના સલાહકાર રહી ચૂકેલા માઇકલ બાર્બર જણાવે છે કે પાકિસ્તાને હજુ શિક્ષણની દિશામાં ઘણું કામ કરવાનું બાકી છે, પરંતુ જેટલું કર્યું છે તેમાંથી દુનિયાને અનેક બોધપાઠ મળી શકે તેમ છે.

શાહબાઝ શરીફ દર ત્રણ મહિને એક રેક્ટેન્ગ્યુલર ટેબલ કોન્ફરન્સ (ચતુષ્કોણમેજી પરિષદ) યોજે છે. તેમાં દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીને બોલાવવામાં આવે છે. જે જિલ્લામાં શિક્ષણ સુધાર ન થતો હોય તેના જિલ્લા શિક્ષણ અધિકારીને કાઢી મૂકવામાં આવે છે. પંજાબના શિક્ષણ સચિવ અલ્લાહ બક્ષ મલિક કહે છે કે છેલ્લા ૯૦ માસમાં રાજ્યના ૩૦ ટકા શિક્ષણ અધિકારીઓને છુટા કરી દેવાયા છે. વી આર વર્કિંગ એટ પંજાબી સ્પીડ.

સિંધ પ્રાન્તમાં આજની તારીખે સ્થિતિ બહુ ખરાબ છે. કરાંચીની ભાગોડે આવેલી સરકારી શાળાના વર્ગખંડોમાં બાવા બાઝી ગયેલા હોય છે. એક ક્લાસરૃમમાં માંડ ૧૫-૨૦ છોકરા હોય. એકેયે ગણવેશ ન પહેર્યો હોય, મોટા ભાગના પાસે સ્કૂલબેગ ન હોય, કોઈ બૂટ પહેર્યા વિના દોડયા આવ્યા હોય. અધૂરામાં પૂરું એ ક્લાસરૃમમાં શિક્ષક પણ ન હોય.

પાકિસ્તાનમાં સરકારી શાળાઓમાં ભણવા બેસતા મહત્તમ બાળકો નવ વર્ષના થાય ત્યાં સુધીમાં ભણવાનું મૂકી દે છે. (ભણવું જરૃરી નથી, ગણવું જરૃરી છે એવી મેન્ટાલિટીવાળા.) કેવળ ત્રણ ટકા જ બારમા ધોરણ સુધી પહોંચે છે. બાળાઓમાં તો આ પ્રમાણ તેનાથીય વરવું છે. સ્કૂલ એનરોલમેન્ટની બાબતમાં પાકિસ્તાન અફઘાનિસ્તાન કરતાય પાછળ ધકેલાઈ ગયું છે. તેમાંથી માત્ર ૫૦ ટકા બાળકો પાંચ ચોપડી લગી ભણી શકે છે. ગામડાંમાં તો આનાથી પણ વિકટ સ્થિતિ છે. છથી નવ વર્ષના ફકત ૪૦ ટકા બાળકો સરવાળા-બાદબાકી કરી શકે છે.

સુખદ વાત એ છે કે હવે ત્યાં સરકાર અને ખાનગી ક્ષેત્ર બંને ખભેખભા મિલાવીને શિક્ષણ સુધારની દિશામાં કામ કરી રહ્યા છે. ખાનગી ક્ષેત્ર સરકાર કરતાય વધુ પૈસા ખર્ચી રહ્યું છે.

પાકિસ્તાનમાં શિક્ષણની સ્થિતિ હમણા સુધી ખરાબ રહેવા પાછળ કેટલાક કારણો જવાબદાર છે.

૧) તાલિબાને સેંકડો કન્યા શાળાઓ બંધ કરાવી દીધી હતી.

૨) ગરીબ માતાપિતા એમ વિચારતા હોય છે કે મારો છોકરો સ્કૂલમાં તો કોઈ મોટું તીર મારતો નથી, એના કરતા બહેતર છે કે ખેતરમાં મજૂરી કરાવે કે કામ ધંધામાં મદદ કરે. તો ચાર પૈસાની આવક થાય. (ટૂંકી માનસિકતા)

૩) સિંધ પ્રાન્તમાં વર્ષો પહેલા થયેલા સર્વેક્ષણમાં માલૂમ પડયું હતું કે ૪૦ ટકા શિક્ષકો પગાર લઈ લેતા હતા, પરંતુ શાળાએ ભણાવા જતા નહોતા અથવા માત્ર હાજરી પુરાવીને આવી જતા હતા. સાવ દિલ દગડાઈ.

૪) થોડા વર્ષો પહેલા રાજકીય નેતાઓ શિક્ષકોની નોકરી પક્ષના કાર્યકરો અથવા લાગતા-વળગતાઓને લહાણી કરી દેતા હતા. શાહબાઝ શરીફે આ ચીલો તેના પ્રાન્તમાં ભૂંસી નાખ્યો છે.

૫) ત્યાંના શિક્ષણ ક્ષેત્રએ ઉતાર-ચઢાવ પણ ખૂબ જોયા. ૧૯૭૨માં શિક્ષણ ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ થયું હતું. ૧૯૭૯માં બિનરાષ્ટ્રીયકરણ. પછી ઇસ્લામ ભણાવવાનું ફરજિયાત કરાયું. પાછળથી વળી તેની બાદબાકી કરાઈ. પંજાબમાં શિક્ષણનું માધ્યમ ઉર્દૂમાંથી અંગ્રેજી કરાયું, પછી વળી પાછું ઉર્દૂ કરાયું. સિંધમાં તો ભાગ્યે જ કોઈ સરખું ઉર્દૂ બોલી સમજી શકે છે. તેમની માતૃભાષા સિંધી છે. એટલું ઓછું હોય તેમ હાઇસ્કૂલમાં મેન્ડેરીન (ચાઇનીઝ) ભાષા શીખવવાનું ફરજિયાત બનાવાયું. (સી-પેકમાં ચીન સાથે તાલ મિલાવવા?)

આ બાબત દર્શાવે છે કે પાકિસ્તાનમાં શિક્ષણ ક્ષેત્રે ભયંકર નીતિગત અસ્થિરતા રહી હતી. હવે તે દૂર થશે એવું દેખાય છે. છેલ્લા થોડા વર્ષોથી શાહબાઝ શરીફે જે શિક્ષણ સુધાર હાથ ધર્યો છે તે પ્રશંસ્નીય છે, પરંતુ તેમની નીતિઓને પણ સ્થાયિત્વ સાંપડવું જરૃરી છે. નહીં તો હાલ વિશ્વમાં વખણાઈ રહેલા તેના શિક્ષણ સુધારા માત્ર કિતાબી ઘટના બનીને રહી જશે. ઇચ્છિત ફળ આપી શકશે નહીં.

પાકિસ્તાનમાં ધ સિટિઝન્સ ફાઉન્ડેશન (ટીએસએફ) શિક્ષણ ક્ષેત્રે જોરદાર કામ કરી રહ્યું છે. તે એક-બે નહીં સેંકડો શાળાઓ ચલાવે છે ૨,૦૪,૦૦૦ બાળકોને ખૂબ ઓછા દરે જ્ઞાાનનું અજવાળું પીરસે છે. તેની પાસે ૧૨,૦૦૦ ટીચર્સ છે અને તમામ શિક્ષિકાઓ છે. ગરીબ બાળકો ભણવાનું ન છોડી દે એટલા માટે તેણે કરાંચીમાં કોલેજ પણ શરૃ કરી છે. આ સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષમાં પંજાબમાં ૨૫૦ સરકારી સ્કૂલો ટેક ઓવર કરી છે. ગુણવત્તાપ્રદ શિક્ષણ આપે છે.

આપણે હંમેશા પાકિસ્તનમાં થતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ, સરહદી છમકલા અને ઘૂસણખોરી વિશે જ વાંચતા-સાંભળતા હોઈએ છીએ. એ સિવાયનું પણ એક જુદું પાકિસ્તાન છે જ્યાં કેટલાક સારા માણસો લોક કલ્યાણની જેહાદ જગાવી રહ્યા છે!

સોશિયલ નેટવર્ક

ચમચી ચોરી નાક કપાવ્યું

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની બ્રિટન યાત્રામાં કેટલાક પત્રકારો પણ જોડાયા હતા. આમાંથી કેટલાક શૂરવીરોએ ડિનર દરમિયાન હોટલમાંથી ચાંદીની ચમચી અને છરી-કાંટા ચોરી નાક કપાવ્યું. તેમની હરકત સીસીટીવી કેમેરામાં છપાઈ ગઈ હતી. તેના આધારે હોટલના સ્ટાફે તેમની પાસેથી ચોરાઉ માલ પાછો કઢાવ્યો. આ મુદ્દે સોશિયલ મીડિયામાં એટલો ફિટકાર વરસ્યો કે ન પૂછો વાત.

બોબી નામના હેન્ડલરે ટ્વિટ કરીને પૂછ્યું કે આવા પત્રકારો આપણા સુધી સાચા સમાચાર પહોંચાડતા હશે? આશિષ પ્રદિપે ફેસબુક પર ફટકાર લગાવી, પત્રકારો ચમચા બની જાય એ ચમચા ચોરવા કરતા પણ વધારે ખરાબ ઘટના છે.

રાહુલ સિન્હાની બારીક ટિપ્પણી, સમાચાર એ નથી કે પત્રકાર ચમચા ચોરતા હતા, સમાચાર એ છે કે મમતા દીદી પત્રકારોને ચાંદીની ચમચીથી જમાડી રહ્યાં હતાં.

ઓમ થાનવીએ જરા ગંભીર સવાલ ઉઠાવ્યો, ચમચીવાળા પત્રકારો એક રાજનેતાના પ્રચારમાં ગયા હતા? કોના ખર્ચ પર?

રીચા શર્માએ વ્યાજસ્તુતિ કરી, ચલો, આજે પત્રકારો પરથી બિકાઉ હોવાનો કલંક ભુંસાઈ ગયો. જો તેઓ બિકાઉ હોત તો ચમચી થોડા ચોરત?

જનાર્દન મિશ્રાની અવળવાણી, એ લોકો વ્યાવસાયિક ચોર નથી. મહેરબાની કરીને તેમને ચોર કહીને તેમનું અપમાન ન કરો. તે તો ભારતનો લૂંટાયેલો માલ પાછો લેવા ગયા હતા.

આલોક પુરાણિકે વ્યંગ બુલેટ છોડી, બંગાળના સીએમ સાથે જઈને પત્રકારો બ્રિટનમાં ચમચી ચોરે છે, તે દેખાડે છે કે બંગાળી પત્રકારો સંતોષી છે, નહીં તો બ્રિટનમાં તો કોહિનૂર પણ છે.

સતીશ શુક્લાએ મજાકમાં કડવું સત્ય કહી દીધું, વરિષ્ઠ પત્રકારોના ચમચી કાંડ પરથી સમજાયું કે ભારતીય રેલવેના શૌચાલયોમાં ધોવાનો ડબો શામાટે સાંકળથી બાંધીને રાખવામાં આવે છે.

જયદીપસિંહ રાઠોડે વિનોદ કર્યો, આપણા પત્રકારો બ્રિટનમાં ચાંદીની ચમચી ચોરતા પકડાઈ ગયા. તેમને ખબર તો છે કે ભારતમાં ચમચાઓની કમી નથી. તેમ છતાં?

આજની નવી જોક

છગન (લલ્લુને): એક કામ બરાબર નથી કરી શકતો તું. તને કોથમીર લાવવાનું કહ્યું હતું ને તું ફુદીનો લાવ્યો. કોથમીર અને ફુદીના વચ્ચેનો ફરક નથી ખબર તને? તારા જેવા બેવકૂફને ઘરમાંથી કાઢી મૂકવો જોઈએ.

લલ્લુ: પપ્પા, આ ફુદીનો નથી, મેથી છે!
 

Keywords network,13,january,2018,

Post Comments