Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેટવર્ક

ચક દે ઇંડિયા: હોકી સ્ટિકથી એશિયા સર કરતી વિરાંગનાઓ

ફાઇનલ જીતાડનારી સવિતા પુનિયા નવ વર્ષથી નોકરી માટે ફાંફાં મારે છે

ક્રિકેટ સિવાયની રમતો માટે પણ પ્રોત્સાહક વાતાવરણ સર્જવાની જરૃર

હમણા ભારતીય રમત જગત વિશે સતત કંઈક ને કંઈક સકારાત્મક અને પ્રેરણાત્મક વાંચવા મળે છે. સલવાર કૂર્તો પહેરીને દંગલમાં ઊતરનારી ભારતની પ્રથમ ડબલ્યુડબલ્યુઇ કુશ્તિબાજ કવિતા દેવી હોય કેે પછી, આ લખાય છે ત્યારે બોક્સિંગમાં એશિયા કપમાં ફાઇનલ સુધી પહોંચનારી મેરી કોમ હોય, ભારતની મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપની ફાઇનલ સુધી દોરી જનારી માસ્ટર પ્લેયર મિથાલી રાજ હોય.

આ બધા સમાચારોમાં વળી નવું પાસું એ છે કે કિદામ્બી શ્રીકાંત, વિરાટ કોહલી તથા અન્ય રમતવીરોના નામની વીજગાજ થાય છે એ જમાનાામાં રમત વિરાંગનાઓના નામ વધુને વધુ સંખ્યામાં ઊંડાણમાંથી ઊંચકાઈને સપાટી પર આવી રહ્યા છે.

એવામાં જ્યારે ન્યૂઝ ચમક્યા કે હોકી ક્ષેત્રે ભારતની મહામહિલાઓએ એશિયાકપ કબજે કર્યો છે તે ઘડીએ ખરેખર થઈ ગયું કે ટાચાં સાધન-સુુવિધા વચ્ચે પણ આપણા ખેલાડીઓ અદમ્ય તરવરાટ અને પ્રતિભા દેખાડી રહ્યા છે.

ભારતની પુરુષોની હોકી ટીમ મજબૂત છે, પરંતુ આ સાથે પુરવાર થઈ ગયું છે કે આપણી નારી શક્તિ પણ જરાય કમ નથી.

આપણી મહિલા હોકી ટીમ દુનિયામાં ૧૨મા નંબર પર હતી અને એશિયામાં ચોથા ક્રમે. ચીન પ્રથમ, જાપાન દ્વિતીય, દક્ષિણ કોરિયા તૃતિય અને ભારત ચતુર્થ. આ મુજબ ટીમ ઇંડિયા વર્લ્ડ કપ જીતી તે અકલ્પના ફળીભૂત થઈ હતી.

૨૦૦૪માં ભારતની ટીમ એશિયા કપ જીતી હતી. ૧૩ વર્ષ પછી ભારતને ફરી વિજય શ્રી સાંપડી છે. ચીનની ટીમ સાથેની રમત અત્યંત રસાકસી ભરી રહી હતી અને મેચ છેક છેલ્લી ઘડી સુધી જીવંત રહી હતી. દુ:ખદ બાબત એ છે કે એશિયા કપનું ભારતમાં લાઇવ પ્રસારણ થતું નહોતું. રમત રસિયાઓને સોશિયલ મીડિયા અપડેટ્સ પર આધારિત રહેવું પડયું.

આમ તો તમામ ખેલાડીઓનું પરફોર્મન્સ ઉત્કૃષ્ટ હોય ત્યારે જ સિદ્ધિ મળતી હોય છે કિન્તુ કેપ્ટન રાની રામપાલની ભૂમિકા ખરેખર સરાહવા લાયક રહી. છેલ્લી મેચમાં સવિતા પૂનિયાએ નિર્ણાયક પેનલ્ટી રોકીને અભેરાઈ પર પડેલો એશિયા કપ ભારતના હાથમાં મૂક્યો. દૂૂર્ભાગ્ય એ છે કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આ હોકી વિરાંગના નોકરી માટે ફાંફાં મારી રહી છે.

૨૦૦૮માં હોકી ક્ષેત્રે પદાર્પણ કરનારી આ સંન્નારી જાપાનના કાકામિગહારામાં એશિયા કપની ફાઇનલ રમી ત્યારે તેની કારકિર્દીની આંતરરાષ્ટ્રીય મેચનો આંકડો ૧૫૦ને આંબ્યો. તેના દાદા મહેન્દરસિંહની ઇચ્છા હતી કે પૌત્રી સવિતા હોકીમાં પ્રતિષ્ઠા રળે. દીકરીએ દાદાનું સપનું તો પૂરું કર્યું કિન્તુ આજ લગી નોકરી માટે વલખા મારી રહી છે.

તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આજે હું ૨૭ વર્ષની થઈ છું અને નવ વર્ષથી નોકરી માટે સંઘર્ષ કરી રહી છું. હરિયાણા સરકારની યોજના મેડલ લાવો,નોકરી મેળવો પર મને ખૂબજ અપેક્ષા હતી, પરંતુ નોકરીના ઠેકાણે મળ્યું ફક્ત આશ્વાસન.

૨૦૧૩ના એશિયા કપમાં મલેશિયા વિરુદ્ધ બે પેેનલ્ટી શૂૂટ આઉટ બચાવી ભારતને કાંસ્ય ચંદ્રક અપાવ્યો હતો. નોકરી-ધંધામાં ઘણી વખત સફળતા મળવામાં વાર લાગતી હોય છે. ત્યાં સુધી યુવાનો તેના માતાપિતા પાસેથી ખર્ચના પૈસા લેતા હોય છે.

કોઈ આંતરષ્ટ્રીય સ્તરનો ખેલાડી આવું કહે ત્યારે વીજવાયર હાથમાં પકડાવી દેવાયો હોય એવો ઝાટકો લાગે. સવિતા પાસે નોકરી અને સ્થાયી આવક ન હોવાથી તેને ખર્ચના પૈસા આજની તારીખે માતાપિતા પાસેથી લેવા પડે છે. નોકરી ન હોવા નું માથા પર ટેેન્શન રહે છે, કિન્તુ ગોલપોસ્ટ પર ઊભેલી આ છોકરી એક પણ બોલને નેટમાં પ્રવેશવા દેતી નથી.

સરકાર સવિતા જેવી તેેજસ્વી ખેલાડીને કોચ તરીકે પણ નોકરી આપવા તૈયાર નથી. ખેલાડીઓને નોકરી આપવામાં ભારતીય રેલવે અગ્રણી છે, કિન્તુ એક સંસ્થા કેટલાકને રાખી શકે. આવા ટેલેન્ટવાળા ખેલાડી પૈસાની ચિંતા છોડી કારકિર્દી પર વધારે કેન્દ્રિત થઈ શકે તે માટે વિવિધ ખાનગી કંપનીઓએ તથા અન્ય સરકારી એકમોએ પણ આગળ આવવું જોઈએ.

ચીન ઓલિમ્પિક્સ સૌથી વધારને મેડલ મેળવવામાં પ્રથમ બે-ત્રણ દેશમાં હોય છે. તેનું એક કારણ એ પણ છે કે ત્યાંની સરકાર એક-એક ખેલાડીના ઘડતર પાછળ કરોડોનો ખર્ચ કરે છે. ભારતમાં ક્રિકેટ સિવાયની પ્રતિભાઓના ઘડતર પાછળ મમરા-ચણા જેટલો પૈસો ખર્ચાય છે.

એમાંથી પણ અધિકારીઓ કટકટાવી જાય છે. આટલી નકારાત્મક સ્થિતિમાં પણ ભારતના ખેલાડીઓ એશિયા સ્તરે નામ ઉજાળતા હોય તો ક્યાં ઓછું છે! ભારતે ઓલિમ્પિક્સમાં થેલો ભરીને મેડલ મેળવવા હોય તો એક) ક્રિકેટ સિવાયની રમતોને પણ એટલું જ મહત્ત્વ આપવાનું શરૃ કરવું પડશે, બીજું) ખેલાડીઓના વિકાસ માટે નાણાંની કોથળી ખુલ્લી મૂકવી પડશે.

ત્રીજુ) રમત ગમત ક્ષેત્ર માટે દરેક જિલ્લામાં સારામાં સારી માળખાગત સુુવિધાઓ પ્રાપ્ય બનાવવી પડશે. ચોથું) ભ્રષ્ટાચાર લઘુતમ સ્તર સુધી લઈ જવો પડશે. આટલી કવાયત એક દાયકા સુધી ચાલુ રાખવામાં આવે તો બિલકુલ એવું લાગતું નથી કે ભારતને સફળતા ન મળે. હોકિ ઇંડિયાએ એશિયા કપના પ્રત્યેક વિજેતાને રૃા. એક-એક લાખ આપવાની જાહેરાત કરી છે.

આ રમત વિરાંગનાઓનું અપમાન નહીં તો બીજું શું છે? એશિયા કપ જીતનારી માનુનીઓ એક લાખમાં શું કરી શકવાની? ક્રિકેટમાં બારમા નંબરનો ખેલાડી પણ આના કરતા ૫૦ ગણા વધુ રૃપિયા કમાય છે. આવા ઉત્સાહ ભાંગનારા વાતાવરણ વચ્ચે પણ આપણા ખેલંદાઓ ખમીર બતાવી રહ્યા છે એ મોટી વાત છે.

રમત ક્ષેત્રના રકાસ માટે પશ્ચિમ બંગાળ ઉત્તમ દ્રષ્ટાંત છે. પશ્ચિમ બંગાળ એક સમયે હોકીનો ગઢ ગણાતું હતું. આજે ગટરકક્ષાના રાજકારણમાં અસ્થિની જેમ વહી ગયું છે. પેટ્રિક જોન્સન, લેસ્લી ક્લોડિયસ, કેશવ દત્ત, ગુરુબક્ષ સિંહ, જોગિંદર સિંહ, ઇનામ-ઉર-રહેમાન અને થોઇબા જેવા દિગ્ગજ વાઘ સુંદરવન પ્રદેશે આપ્યા હતા.

દેશનું પ્રથમ હોકી સંગઠન સોનાર બાંગલામાં ૧૯૦૯માં રોપાયું હતું. ૧૯૨૮માં ખેલાયેલી એમ્સ્ટરડમ ઓલિમ્પિક્સ માટેની ભારતીય ટીમનું સીલેક્શન પણ અહીંથી જ થયું હતું. ભારતે શિખર પરથી જ શ્રી ગણેશ કરેલા.  આજે બંગાળનો હોકી સંઘ સુકાની વિનાના વહાણ જેવો છે. ચાર જ હોકી ટીમ રાજ્યકક્ષાએ રમે છે.

પોતાની કરિયર આગળ લઈ જવા આંતરરાષ્ટ્રીય સ્તરની હોકી ખેલાડી સ્વાતિ દોલુઇને બંગાળ છોડવાની ફરજ પડી છે. હરિયાણા અને પંજાબમાં ખેલાડીઓને હજુ કંઈકેય પ્રોત્સાહન મળે છે. એ સિવાય બધે ધોળા દિવસે અંધારું છે. ગુુજરાતમાં રમત-ગમત પાછળ કરોડો ખર્ચાય છે, કિન્તુ ખેલાડીઓના વિકાસ પાછળ ઓછા અને સરકારી પ્રચાર પાછળ ઝાઝા. ટોટલ શોમેનશિપ ચાલે છે.

ગાડાના ભરેલી નકારાત્મક્તા વચ્ચે પણ ભારતની મહિલા ટીમ પોતાનાથી બનતું કરી રહી છે. એશિયા કપ જીતી ગઈ હોવાથી તે આવતા વર્ષે યોજાનારા હોકી વિશ્વકપ માટે ક્વોલિફાઈ થઈ ચૂકી છે. તેમાં પણ પોતાનું કૌવત બતાડવા થનગની રહી છે.

એફઆઇએચ (ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન) દ્વારા પ્રગટ હોકીના વૈશ્વિક રેન્કિંગમાં ૧૨મા સ્થઇન્ટાનેથી ઊંચે ચડીને ટોપ ટેનમાં પહોંચી ગઈ છે. હજી નવ ટીમ આપણાથી આગળ છે એટલે બહેનોએ હજુ ખૂબ મહેનત કરવાની છે. એ માટે જોઈતી તમામ સુવિધાઓ અને વાતાવરણ પૂરા પાડવાની જવાબદારી ઓલિમ્પિક્સ કાસ્ય પદક વિજેતા ખેલ મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડની છે.

રમત ક્ષેત્રમાં બે બાબતો અદ્ભૂત છે. કોચની ભૂમિકા બ્રહ્મા જેવી હોય છે. તે ખેલાડીને બનાવવાનું કામ કરે છે. ખેલાડી અને કોચ વચ્ચેનો સંબંધ મૂર્તિકાર અને મૂર્તિ જેવો છે. જ્યારે મૂર્તિકાર ટાંકણું મારે ત્યારે આશાસ્પદ ખેલાડી પીડા અનુભવતો હોય છે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું.

પણ કોચના મિડાસ ટચ પછી તે સોનાનો થઈ જાય છે અને આખા જગતમાં નામના મેળવે છે. ભારતની મહિલા હોકી ટીમના કોચ હરેન્દ્ર સિંહનો રોલ કંઈક આવો જ હતો. તેમની સિદ્ધિ વધુ મોટી એટલા માટે લેખાય કે તેમણે ફકત એક માસ પૂર્વે કોચિંગની જવાબદારી સંભાળી.

એ સમયે ટીમ તેના કૌશલ્યથી લઈને ફીટનેસ લગી દરેક મોરચે નબળી હતી. માત્ર એક મહિનામાં કોચ હરેન્દ્રસિંહે તેને આખા એશિયાને આંટી મારે તેવી બનાવી દીધી. જ્યારે ટીમ એશિયા કપ લઈ આવી ત્યારે તેમણે બિલકુુલ સાચા શબ્દો વાપર્યા, ગૌરવાન્વિત પિતા જેવો અનુભવ કરી રહ્યો છું.

રમત (અને બીજા કોઈપણ) ક્ષેત્રે સફળતા માટી બીજી સૌથી જરૃરી બાબત અસંતોષ છે. તેમને સંતોષ થઈ જાય તો તમારી સફળતા પર ત્યાં જ ૧૦૦ મણનું ફૂલસ્ટોપ મુકાય જાય છે. એકવાર ખોડાય જાય પછી તેને ખસેડવું ખૂબજ અઘરું. આ વિશે પણ કોચ હરેન્દ્રસિંહે સરસ વાત કહી, મને આટલાથી સંતોષ થવાનો નથી. હવે આ ટીમે દરેક ટુર્નામેન્ટમાં મેડલ જીતી આપવો પડશે.

યે હુઇ ના બાત... બેસ્ટ વિશીઝ... ગુડ લક અહેડ... બ્રેવો વિમેન ઇંડિયા... સેલ્યુટ...!

સોશિયલ નેટવર્ક

આંખમાં મોતિયો હોય તો કિડનીનું ઓપરેશન કરાવી લેવું જોઈએ

હાલ ઉત્તર-પૂર્વનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ ગાજવીજ સાથે છાંટા પડી રહ્યા છે. હમણા જ નોટબંધીની વરસી ગઈ અને સાયબર સક્રિય જનતાએ સરકારના કારનામાને હૃદયસ્પર્શી અંજલિઓ આપી. સાયંતને ઘોષે દિલ્હીના પ્રદૂષણ અને નોટબંધી બંને સમસ્યાઓનું સંકરણ કરીને લખ્યું છે, મિત્રો આ સ્મોગ નથી,

પરંતુ કાળા નાણાંના અવશેષો છે, જે ગત વર્ષે એકત્રિત કરવામાં આવ્યા હતા અને આગ ચાંપવામાં આવી હતી. આથી ઊંડા શ્વાસ ખેંચો અને મેળવો આનંદ. ખ્યાત પત્રકાર રાજદીપ સરદેસાઈનું  ટ્વિટ વચન, કાળો દિવસ અને કાળા ધન વિરોધી દિવસ ભૂલી જાઓ. તમામ નેતાઓ એકઠા થઈ રાજધાનીમાં વાયુ કટોકટી ઘોષિત કરે.

મારે મારો શ્વાસ લેવાનો અધિકાર પાછો જોઈએ છે. શેખર ગુપ્તાએ માગણી કરી છે કેે, નોટબંધીની વર્ષગાંઠ પર હું પૂરી ઇમાનદારીથી માગણી કરું છું કે હજારની નોટ પાછી લાવો. જો આપણી પાસે રૃા.૨૦૦, રૃા.૫૦૦ અને રૃા.૨૦૦૦ની નોટ છે તો રૃા.૧૦૦૦ની નોટમાં શો વાંધો?

દિલીપ ખાને મોજ લીધી, રવિશંકર પ્રસાદે નોટબંધીને દેહવ્યાપારમાં ઘટાડો લાવનારું પગલું ગણાવી છે. હવે ક્યાંક સંબિત પાત્રા એવું ન કહે કે નોટબંધીને લીધે ગ્લોબલ વોર્મિંગ ઓછું થયું છે. ડો. આનંદ રાયે મુદ્દાની વાત કરી, જો લોકો નોટબંધીથી ખુશ હોત તો ઉત્સવ સરકાર નહીં, લોકો મનાવતા હોત. અમિત તિવારીએ તો સીધો મર્મવેધ કરી દીધો, નોટબંધી આપણને શું શીખવે છે? એ જ કે આંખમાં મોતિયો હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેેવું જોઈએ.

  મિહિર રે લખે છે કે, અમેરિકાના લોકોએ ૯-૧૧ યાદ રાખી, ભારતના લોકો ૮-૧૧ યાદ રાખશે. અરવિંદ ગુણશેખરે કોંગ્રેસ ઉપાધ્યક્ષની ફિરકી લીધી છે, રવિશંકર પ્રસાદના દેહવ્યાપારવાળા વિધાન પર રાહુલ ગાંધીનું નિવેદન- હવે સરકાર પણ માને છે કે કારોબારમાં ઘટ આવી છે.

આજની નવી જોક

છગન (લીલીને): યાર, મને આજે પ્રમોશન મળ્યું.

લીલી: ખરેખર?

છગન: હા, હા... ખરેખર.

લીલી: વાહ વાહ, ખૂબ સરસ... ઈશ્વર તમને આમ ને આમ સદ્ગતિ આપે એવી પ્રાર્થના.
 

Keywords network,11,november,2017,

Post Comments