Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: જો બાળકોને શાળાએ નહી મોકલો તો જેલ ભેગા કરી દઈશઃ ઓમપ્રકાશ રાજભાર

- બાળકોને ભણવા નહીં મોકલનારા માબાપને ઉ.પ્રદેશના પ્રધાનની ધમકી

- ખાધાપીધા વગર ચાર દિવસ પૂરી રાખીશ જેલમાં

બલીઆ, તા. 8 ઓક્ટોબર, 2017, રવિવાર

ઉત્તર પ્રદેશના સામાજીક કલ્યાણના પ્રધાન ઓમપ્રકાશ રાજભારે ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે અને આ વખતે તે કેમેરામાં કેદ થઈ ગયા છે. તેમણે  પોતાના સંતાનોને શાળાએ નહીં મોકલનારા માબાપોને ચેતવણી આપી છે કે 'તેમને અન્ન-પાણી વિના પોલીસ મથકમાં પુરી રાખવા જોઇએ. તેમની આ મુજબની ધમકી આપતો વિડિયો, સોશ્યલ મિડિયામાં પ્રસારીત થતા જ આ મુદ્દે ચર્ચા જગાવી છે.'

 'દિવ્યાંગજન' સશક્તિકરણ મંત્રી રાજભાર એક પાર્ટી જેવા સંમેલનમાં બોલી રહેલા જણાય છે. પોતાના સંતાનોને શાળાએ નહીં મોકલનારા માબાપોને ચાર-પાંચ દિવસ અન્ન-પાણી વિના જેલમાં પુરી દેવા જોઇએ. સરકાર તરફથી બાળકોના ભણવાની તમામ સુવિધા મળતી હોવા છતાં જે પોતાના બાળકોને ભમવા ન મોકલતા હોય તેવા માબાપને ખરેખર સજાને પાત્ર ગણવા જોઇએ.
 

Post Comments