Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુગલ આપણા પૂર્વજ નહીં પરંતુ લૂંટેરાઓ હતા : દિનેશ શર્મા

- યુપીના ડેપ્યુટી સીએમે કહ્યુ ઇતિહાસમાં મુગલ શાસકો લૂંટેરા છે તેવો ઉલ્લેખ કરવામાં આવશે

લખનૌ, તા. 12 સપ્ટેમ્બર 2017, મંગળવાર
 
ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ દિનેશ શર્માએ કહ્યુ કે પ્રાંતમાં અભ્યાસક્રમ બદલવામાં આવશે. આ દરમિયાન તેમણે કહ્યુ કે મુગલ શાસક લૂંટેરા હતા, તેઓ આપણા પૂર્વજ નથી અને આ જ વાતનો હવે ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવશે. 
 
જો કે, પોતાના નિવેદનમાં દિનેશ શર્મા કહ્યુ છે કે મુગલ શાસકોએ જે સારા કામ કર્યા છે તેની અમે પ્રશંસા પણ કરીએ છીએ. પરંતુ આપણી સંસ્કૃતિ ડિસ્ટ્રોયર ના હોઇ શકે. તેમણે કહ્યુ કે ઇતિહાસ ભૂલવાથી વિકૃતિ સર્જાય છે. 
 
બહાદુર શાહ ઝફર ગૌ હત્યાના વિરોધી હતા
દિનેશ શર્માએ કહ્યુ કે જે મુગલ શાસકોએ ખોટુ કામ કર્યુ છે, અમે તેમને જ લૂંટેરાઓ માનીએ છીએ. દિનેશ શર્માએ કહ્યુ, 'બાબર અને ઔરંગઝેબ લૂંટેરા હતા, શાહજહાં હાથ કાપનાર હતો. પરંતુ, મંગલ પાંડેએ જ્યારે ક્રાંતિની શરૂઆત કરી ત્યારે બહાદુર શાહ ઝફરે તેમનું સમર્થન કર્યુ હતું. તેમણે ભારતમાં ગૌ હત્યાનો વિરોધ કર્યો હતો. એટલા માટે તેમનો કોઇ વિરોધ નથી.'
 
દિનેશ શર્માએ કહ્યુ કે અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ. તેમણે કહ્યું, 'હું પૂજા કરવા સાથે મજાર, ગુરુદ્વાઆ અને ચર્ચમાં પણ પૂજા કરવા માટે જઉં છું.'
 
દિનેશ શર્માએ પીએમ મોદીના બહાદુરશાહ ઝફરની દરગાહ પર જવાને લઇને પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યુ કે બહાદુરશાહ ઝફર સારા મુગલ શાસક હતા, એટલા માટે મોદીજી મ્યાનમારમાં તેમની દરગાહ પર ગયા હતા. 
 
અકબરે સારા કાર્યો કર્યા હશે તો તેનો ઉલ્લેખ ઇતિહાસમાં કરવામાં આવશે. દિનેશ શર્માએ જણાવ્યું, 'ઇતિહાસકાર નક્કી કરશે કે અકબરને ક્યાં જગ્યા મળવી જોઇએ. સરકાર એવા લોકોને પસંદ કરશે.' દિનેશ શર્માએ કહ્યુ કે હું ઇચ્છુ છું કે જે ઇતિહાસ છે તે જ ઇતિહાસમાં રહે. 

Post Comments