For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટી20 વર્લ્ડ કપ 2024: ભારતના આ 6 ખેલાડીઓ અમેરિકા માટે પહેલા જ થઈ જશે રવાના, જાણો કારણ

Updated: May 4th, 2024

ટી20 વર્લ્ડ કપ 2024: ભારતના આ 6 ખેલાડીઓ અમેરિકા માટે પહેલા જ થઈ જશે રવાના, જાણો કારણ

Image: Facebook

T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 1 જૂનથી થશે. ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમનું એલાન થઈ ગયું છે. 15 ખેલાડીઓને ભારતીય ટીમનો ભાગ બનાવવામાં આવ્યા છે. આ સિવાય 4 ખેલાડીઓને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે. અમેરિકા અને વેસ્ટઈન્ડિઝની મેજબાનીમાં થનારી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 5 જૂનથી કરશે. 9 જૂને ભારત અને પાકિસ્તાનની વચ્ચે મહામુકાબલો રમાશે. વર્લ્ડ કપ માટે 6 ભારતીય ખેલાડી પહેલા રવાના થઈ શકે છે. બાકી ખેલાડી બાદમાં અમેરિકાની યાત્રા કરશે. 

MI-RCB લગભગ પ્લેઓફની રેસથી બહાર

ભારત સહિત ઘણા દેશોના ખેલાડી અત્યારે IPLની 17મી સિઝન રમવામાં વ્યસ્ત છે. દરમિયાન જે ટીમ પ્લેઓફમાં સ્થાન બનાવશે તેના ખેલાડી ટી20 વર્લ્ડ કપ 2024 માટે બાદમાં રવાના થશે. જે ટીમ પ્લેઓફની રેસથી બહાર થઈ જશે તેના ખેલાડી પહેલા અમેરિકાની યાત્રા કરશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024 માં પ્લેઓફની રેસથી લગભગ બહાર થઈ ગઈ છે.

આ 6 ખેલાડી પહેલા અમેરિકા જશે

બંને ટીમોએ 10-10 મેચ રમી છે અને 3-3 માં જીત નોંધાવી છે. MI અને RCB ના 6-6 સ્કોર છે. દરમિયાન બંને ટીમ જો પોતાની બાકીની 4-4 મેચ જીતી જાય છે તો તેમના 14-14 સ્કોર થશે. IPL માં પ્લેઓફમાં સ્થાન બનાવવા માટે 16 સ્કોરની જરૂર હોય છે. દરમિયાન હવે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને પ્લેઓફની રેસથી બહાર માનવામાં આવી રહ્યા છે. આ ટીમોના 6 ખેલાડીઓને ટી20 વર્લ્ડ કપ 2024 માટે જાહેર ભારતીય સ્કવોડમાં સ્થાન મળ્યું છે. આ ખેલાડી વર્લ્ડ કપ માટે પહેલા રવાના થઈ શકે છે. આ પ્લેયર્સમાં મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ સાથે જ RCBના વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજ સામેલ છે.

Gujarat