For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ફિઝિયોથેરાપિસ્ટ તો ડોક્ટર જ નથી..' ગુજરાત કોંગ્રેસના નેતાએ સર્જ્યો વિવાદ, માફીની માગ

Updated: May 4th, 2024

'ફિઝિયોથેરાપિસ્ટ તો ડોક્ટર જ નથી..' ગુજરાત કોંગ્રેસના નેતાએ સર્જ્યો વિવાદ, માફીની માગ

Lok Sabha Elections 2024: વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર છે જ નથી એવી ટિપ્પણી કરીને આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવા અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોની લાગણી દુભાઈ હોવાથી કોંગ્રેસ પ્રમુખને માફી માગવા અને ન્યાય માટે અલકાપુરી ચકલી સર્કલ નજીક ફિઝિયોથેરાપી સંગઠનના અનેક ડોક્ટરો દ્વારા બેનર સાથે દેખાવો કર્યા હતો. આ ઉપરાંત તેમણે કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

Article Content Image

ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોમાં ભારે રોષ

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ શુક્રવારે (ત્રીજી મે) વડોદરાબેઠક પરના ભાજપના ઉમેદવાર ડોક્ટરના પ્રચાર પ્રસાર દરમિયાન મતદારોને પોતે ડોક્ટર છે એવી જાહેરાત કરી છે અને મતદારોને ગેરમાર્ગે દોરી ને સહાનુભૂતિ કરવાનો ભાજપ દ્વારા પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથેનું આવેદનપત્ર કલેકટરને સોંપ્યું હતું.  જેમાં જણાવ્યું છે કે ભાજપના ઉમેદવાર ડોક્ટર છે જ નહીં અને ફિઝિયોથેરાપિસ્ટ છે, જો કે, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર નથી એવા કોંગ્રેસ પ્રમુખના આવેદનથી ફિઝિયોથેરાપિસ્ટ સંગઠનમાં રોષ જોવા મળ્યો હતો. 

Article Content Image

ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોએ કલેકટરને રજૂઆત કરી 

ઋત્વિક જોશીએ ફિઝિયોથેરાપિસ્ટ પોતે નામ આગળ ડોક્ટર લગાવી શકે નહીં એવી રજૂઆત કરી હતી. પરિણામે વડોદરાના ફિઝિયોથેરાપી સંગઠનના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરો અલકાપુરી ચકલી સર્કલ પાસે બેનરો સાથે એકત્ર થઈને દેખાવો કર્યો હતો. ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોનું કહેવું છે કે, ગુજરાત ફિઝિયોથેરાપિસ્ટ કાઉન્સિલ દ્વારા આપવામાં આવતા આઈકાર્ડમાં જ જો ડોક્ટર લખીને આવતું હોય તો ફિઝિયોથેરાપી પોતે નામની આગળ ડોક્ટર કેમ લખી ન શકે એ બાબતે પ્રશ્ન કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખના આ અંગે નિવેદન બાબતે તમામ ફિઝિયોથેરાપિસ્ટોની લાગણી દુભાઈ છે અને આ અંગે કોંગ્રેસ પ્રમુખ માફી માંગે એવી માંગ કરવામાં આવી છે. ફિઝિયોથેરાપિસ્ટ ડે આઠમી સપ્ટેમ્બરે આવે છે. આ બાબતે વડાપ્રધાન મોદીએ પણ સમર્થન આપ્યું છે. ફિઝિયોથેરાપી સંગઠનના એકત્ર ડોક્ટરોએ આ અંગે કલેકટરને રજૂઆત કરી છે.

Article Content Image

Gujarat