Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉ.પ્રદેશમાં ૨૩૦૦ નકલી મદરેસાઓની માન્યતા રદ્દ થવાની શક્યતા

- મદરેસાઓના કેલેન્ડરમાંથી કેટલીક રજાઓ રદ્દ, કેટલીક નવી રજાઓ સામેલ કરાઈ

(પીટીઆઈ)    લખનઉ, તા. ૩ જાન્યુઆી 2018, બુધવાર

ઉત્તર પ્રદેશમાં ૨૩૦૦ જેટલા મદરેસાઓએ તેમની વિગતો મદરેસા બોર્ડને નહીં સોંપતા, તેમની માન્યતા રદ્દ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે તેમ ઉ.પ્રદેશના લઘુમતી મંત્રાલયે માહિતી આપી હતી.

ુઉ.પ્રદેશના લઘુમતિ કલ્યાણ પ્રધાન લક્ષ્મિનારાયણ ચૌધરીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર, જેમણે વિગતો નથી આપી તેવા મદરેસાઓને નકલી ગણશે. હાલ ુઉ.પ્રદેશમાં ૧૯,૧૦૮ મદરેસાઓ છે. જેને રાજ્યના મદરેસા બોર્ડે માન્યતા આપેલી છે. જે પૈકી ૧૬,૮૦૮ મદરેસાઓએ બોર્ડની વેબસાઈટ પર તેમની વિગત મુકી છે. જ્યારે ૨૩૦૦ જેટલા મદરેસાઓએ તેમની વિગતો આપી નથી. હવે તે મદરેસાઓ છે ક્યાં? અમે તેને નકલી ગણીએ છીએ. જાન્યુઆરીના અંતમાં આવા મદરેસાઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા છે. પણ ચાલુ મહિનાના અંત સુધી સરકાર એ બાબતે રાહ જોશે કે તેઓ તેમની વિગત બોર્ડને આપી દે.

તેમણે કહ્યું કે ગત વર્ષમાં ૧૫ જુલાઈ, ૩૦ જુલાઈ, ૧૫ ઓગસ્ટ એમ ત્રણ વખત મુદત વધારાઈ હતી. હજી જાન્યુઆરીના અંત સુધી આવા મદરેસાઓની વિગતોની રાહ જોયા બાદ તેને 'નકલી' જાહેર કરી, પગલાં લેવામાં આવશે.

દરમિયાન ઉ.પ્રદેશમાં મદરેસાઓના કેલેન્ડરમાંથી સરકારે કેટલીક રજાઓ રદ્દ કરી દીધી છે. બોર્ડના જણાવ્યા મુજબ રમજાન માસમાં અપાતી ૪૬ દિવસની રજા ઘટાડીને ૪૨ કરાઈ છે, તો મદરેસાના મેનેજરો આપી શકે તેવી ૧૦ રજા પણ રદ્દ કરાઈ છે. સામે ક્રિસમસ, દશેરા, દિવાળી, મહાવીર જયંતી, બુધ્ધ પૂર્ણીમા, રક્ષાબંધનની રજાઓ સામેલ કરાઈ છે.
 

Post Comments