Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આમ આદમી પાર્ટીએ દિલ્હીની ત્રણ રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા

- કેજરીવાલને કુમારમાં 'વિશ્વાસ' ન બેઠો!

- સુશીલ ગુપ્તાએ ૨૦૧૩માં કોંગ્રેસની ટિકિટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી

- પક્ષના વરિષ્ઠ નેતા સંજ્ય સિંહ, આઇસીએઆઇના પૂર્વ પ્રમુખ નારાયણદાસ ગુપ્તા અને ઉદ્યોગપતિ સુશીલ ગુપ્તાને ટિકિટ

- મને સાચુમ  બોલવાની સજા મળી,  કેજરીવાલ સામે અસંમતિ દર્શાવનારાઓનું પક્ષમાં ટકવું મુશ્કેલ : કુમાર વિશ્વાસ

નવી દિલ્હી, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

આમ આદમી પાર્ટીએ આજે દિલ્હીની ત્રણ રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી  દીધા છે. પાર્ટીએ પોતાના વરિષ્ઠ નેતા સંજય સિંહ અને ચાર્ટડ એકાઉન્ટ એસોસિએશન (આઇસીએઆઇ)ના અધ્યક્ષ રહી ચૂકેલા નારાયણ દાસ ગુપ્તા તથા સમાજસેવક અને ઉદ્યોગપતિ સુશીલ ગુપ્તાને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીને બહુમત પ્રાપ્ત હોવાથી તેના ત્રણેય ઉમેદવારોનો રાજ્યસભામાં પ્રવેશ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.

આ નામની જાહેરાત થયા પછી આપના અસંતુષ્ટ નેતા કુમાર વિશ્વાસે આજે દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે મને સત્ય બોલવાની સજા મળી છે. તેમણે જણાવ્યું હતું કે જો કોઇ કેજરીવાલથી અસંમત છે તો તેનું આપમાં ટકી રહેવું મુશ્કેલ છે.

સિંહ પક્ષની સ્થાપના કાળથી જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. સુશીલ ગુપ્તા દિલ્હીના ઉદ્યોગપતિ છે જ્યારે એન ડી ગુપ્તા ચાર્ટડ એકાઉન્ટન્ટ છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ધારાસભ્યોની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ૫૬ ધારાસભ્યો હાજર રહ્યાં હતાં.

રાજ્યસભાના ઉમેદવારોના નામોની જાહેરાત કરતા દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન સિસોદીયાએ જણાવ્યું હતું કે સુશીલ ગુપ્તાએ દિલ્હી અને હરિયાણામાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે. તેઓ ૧૫,૦૦૦ બાળકોને મફતમાં શિક્ષણ ઉપલબ્ધ કરાવે છે. રાજ્યસભા માટે ઉમેદવારોના નામ નક્કી કરવાનો નિર્ણય પક્ષની રાજકીય બાબતોની સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.

રાજયસભાની બેઠક માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ પાંચ જાન્યુઆરી છે. સુશીલ ગુપ્તાની પસંદગીને ચોંકાવનારી ગણવામાં આવે છે કારણકે તેમણે ૨૦૧૩માં કોંગ્રેસની ટિકિટ ઉપરથી વિધાનસભા ચૂંટણી લડી હતી.

Post Comments