Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિન્દુ સમુદાયને લઘુમતીનો દરજ્જો આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

- સાત રાજ્યો અને એક સંઘ પ્રદેશમાં

- અરજદારને રાષ્ટ્રીય લઘુમતી પંચ સમક્ષ પોતાની વાત કહેવા કોર્ટે સલાહ આપી

નવી દિલ્હી, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

સાત રાજ્યો અને એક સંઘ પ્રદેશમાં રહેતા હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવા માગતી જાહેર હિતની અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. અરજીને ફગાવતા સર્વોચ્ચ અદાલતે અરજદાર દિલ્હી ભારતીય જનતા પાર્ટીના નેતા અને વકીલ અશ્વીની કુમાર ઉપાધ્યાયને રાષ્ટ્રીય લઘુમતી પંચ સમક્ષ પોતાની વાત કહેવા કોર્ટે સલાહ આપી હતી. વસ્તી ગણતરી, ૨૦૧૧ અનુસાર જ્યાં હિન્દુઓની વસ્તી ઘટી હતી તેવા સાત રાજ્યો અને એક સંઘ પ્રદેશમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની ઉપાધ્યાયે અરજી કરી હતી.

'૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, લક્ષ્યદ્વીપ, મિઝોરમ, નાગાલેન્ડ,  મેઘાલય, જમ્મુ-કાશ્મીર, અરૃણાચલ પ્રદેશ, મણીપુર અને પંજાબમાં હિન્દુઓની વસ્તી ઘટી હતી. તેમના લઘુમતીના અધિકારોને ગેરકાયદે અને એક તરફી રીતે બહુમતી વસ્તી દ્વારા આંચકી લેવામાં આવે છે, કારણ કે રાજ્ય કે કેન્દ્ર સરકારે  હિન્દુઓને  નેશનલ કમિશન ફોર માઇનોરિટી એક્ટની કલમ ૨(સી) હેઠળ નોટિફાય કર્યા નથી.

એટલા માટે હિન્દુઓને તેમના પાયાના અધિકારોથી વંચિત રાખવામાં આવે છે જે તેમને કલમ ૨૫થી ૩૦ હેઠળ આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના બંધારણમાં  ક્યાં પણ કોઇ સમુદાયને લઘુમતી તરીકે ગણવામાં આવ્યો જ નથી. તેમ છતાં ઘર્મ અને ભાષાના આધારે  લઘુમતીઓનો ઉલ્લેખ કરાયો છે. બંધારણની કલમ ૨૯ અને ૩૦માં  લઘુમતી સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાની આઝાદી આપવામાં આવી છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં લઘુમતીઓ સાથે ભેદભાવ નહીં કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

Post Comments