Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રામ રહીમની પુત્રી હનીપ્રીત સહિત ત્રણ સામે પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી

- દેશ છોડીને ભાગી જવાની શક્યતા હોવાથી લુકઆઉટ નોટિસ જારી કરાઈ

- બાબા રામરહીમનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું

- સરકારી એજન્સીના સૂચનથી પગલું ભરાયું કે કેમ તેની સ્પષ્ટતા થઈ નથી

નવી દિલ્હી, તા. ૧ શુક્રવાર, સપ્ટેમ્બર 2017
બાબા ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત સહિતના ત્રણ આરોપીઓ સામે હરિયાણા પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી છે. આ ત્રણેય સામે રાજદ્રોહ અને રામ રહીમને ભગાડવામાં મદદ કરવાના આરોપ લાગ્યા છે અને તમામ આરોપીઓ લાપતા છે.

ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત ઈન્સાન, ડેરા સચ્ચા સૌદાના પ્રવક્તા આદિત્ય ઈન્સાન સહિતના ત્રણ આરોપીઓ સામે પંચકૂલા પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી છે. આ તમામ આરોપીઓ વિરૃદ્ધ બાબાને ભગાડવાનું ષડયંત્ર કરવા સહિતના આરોપ લાગ્યા છે. હનીપ્રીત તો રાજદ્રોહના ગંભીર આરોપનો સામનો કરી રહી છે. બાબાને સમર્થકોને ભડકાવીને ઠેર-ઠેર હિંસા કરાવવામાં આ આરોપીઓની ભૂમિકા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૃ કરી છે. છેક નેપાળ સરહદ સુધી પોલીસ આરોપીઓને શોધી રહી છે.

આ આરોપીઓ દેશ છોડીને ભાગી જવાની તૈયારીમાં હોવાથી લુકઆઉટ નોટિસ જારી કરી છે. લુકઆઉટ નોટિસ જારી થાય તેનો અર્થ એ કે હવે દેશના મહત્વના એરપોર્ટ, રેલવે સ્ટેશન વગેરે ઉપર આ આરોપીઓ વિરૃદ્ધ એલર્ટ રહેવાનો આદેશ થયો છે તેવું પંચકૂલના પોલીસ કમિશ્નર એ.એસ. ચાવલાએ જણાવ્યું હતું.

દરમિયાન બાબા ગુરમીત રામ રહીમનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. બળાત્કારના ગુનામાં દોષિત ઠરેલા બાબા જેલમાં છે એ દરમિયાન તેનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ થયું છે. સામાન્ય રીતે ટ્વિટર ઉપર અપશબ્દો કે અશ્લિલ હરકતો થતી હોય તો ટ્વિટર એવા એકાઉન્ટને બંધ કરી દે છે. બાબાનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાનું સૂચન સરકારી એજન્સીએ કર્યું છે કે ટ્વિટરે તેના ફોલોઅર્સની ટ્વિટ્સના મારાને ધ્યાનમાં રાખીને બંધ કર્યું છે કે પછી બાબાએ બંધ કરાવ્યું છે એ બાબત સ્પષ્ટ થઈ નથી, પણ હાલ પૂરતું બાબાનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરી દેવાયું છે.

જેલના કેદીઓ રામ રહીમ ઉપર હુમલો કરે તેવી શક્યતા
ભક્તોએ હિંસા આચરી હોવાથી જેલના અન્ય કેદીઓ પણ બાબા સામે રોષે ભરાયા
બાબા સાથે જેલમાં રહેનારા કેદીએ જામીન મળ્યા પછી જેલની સ્થિતિનું વર્ણન કર્યું
નવી દિલ્હી, તા. ૧
ગુરમીત રામ રહીમ રોહતકની જેલમાં બંધ છે. તેને જેલની સજા થઈ પછી ભક્તોએ જે રીતે હિંસા આચરીને અસંખ્ય લોકોનો જીવ લીધો એનાથી જેલના અન્ય કેદીઓ પણ બાબા ઉપર ગુસ્સામાં છે. જેલમાં બાબા ઉપર હુમલો થઈ શકે છે એવી શક્યતા જેલના જ એક કેદીએ વ્યક્ત કરી હતી.

રોહતકની જેલમાંથી જામીન ઉપર મુક્ત થયેલા સ્વદેશ કિરાડ નામના કેદીએ બાબા જેલમાં ગયા પછીની સ્થિતિનું વર્ણન કર્યું હતું. સ્વદેશ કિરાડના કહેવા પ્રમાણે બાબાના સમર્થકોએ હિંસા આચરી હોવાથી જેલમાં જ તેની સામે આક્રોશ છે. અન્ય કેદીઓ બાબાના સમર્થકોના આ વર્તન માટે બાબાને જવાબદાર ગણીને તેના ઉપર હુમલો કરવાની તૈયારીમાં હોવાનું જેલતંત્રના લાગતા હાલ પૂરતું એક પણ અન્ય કેદીને બાબાની નજીક જવા દેવામાં આવતો નથી.

જામીન ઉપર મુક્ત થયેલા આ કેદીએ જેલમાં બાબાના પહેલા દિવસ વિશે જણાવ્યું હતું. કિરાડના કહેવા પ્રમાણે પહેલી રાતે બાબા બબડતો રહ્યો હતો અને કંઈ ખાધા-પીધા વગર બેસી રહ્યો હતો. તેને જેલમાંથી કોઈ વિશેષ સુવિધા આપવામાં આવી ન હતી. બે કાળા ધાબળો અને એક પાથરણું આપવામાં આવ્યું હતું. તેણે જેલની અંદરનું કંઈ જ ખાધું-પીધું ન હતું. આખરે તેને એક પાણીની બોટલ લાવી આપવામાં આવી હતી.

કિરાડે કહ્યું હતું કે પાંચ દિવસ તે બાબાની બાજુની બેરેકમાં હતો. બાબાએ પાંચ દિવસમાં કશું જ ખાધું-પીધું ન હતું. તે માત્ર દુધ, ચા અને બિસ્કિટનો નાસ્તો કરે છે.


સમર્થકોને હિંસા કરવા માટે બાબાએ સંકેત આપ્યો હતો  : 'ટમેટા તોડી દો'
ડેરા સચ્ચા સૌદામાં કેવા કેવા શબ્દોનો શું અર્થ થતો હતો એ વિશે ખુલાસો થયો છે. વિવિધ સાંકેતિક શબ્દોનો અર્થ શું થતો હતો એ અંગે સ્પષ્ટતા થઈ છે એ પ્રમાણે 'ટમાટર તોડ દો'નો અર્થ એવો થતો હતો કે આતંક મચાવી દો. એમએસજીનો અર્થ ડેરા સચ્ચા સૌદાના ત્રણ ગુરુઓને ધ્યાનમાં રાખવામાં આવતા હતા  : મસ્તાના બલુચિસ્તાની, સતનામ સિંહ અને ગુરમીત સિંહ.

લવ ચાર્જનો વિવાદાસ્પદ રૃપમાં ભગવાનના સંદર્ભમાં તેનો ઉપયોગ થતો હતો. તો છોરા બબ્બર સિંહ એટલે પિંજરામાંથી બાહર શેર રાજા એટલે કે ખુદ ગુરમીત સિંહ. પાપાસ એન્જલસ એટલે ગુરમીતની ત્રણ દીકરીઓ. અમરપ્રીત, ચરમપ્રીત અને હનીપ્રીત.

પિતાજી કી માફી એ શબ્દ બળાત્કાર માટે વપરાતો હતો. સુખ દુવા સમાજ એટલે ટ્રાન્સજેન્ડર. ગુફા એટલે બાબાનું મુખ્ય નિવાસસ્થાન. આવા અનેક સાંકેતિક શબ્દો બાબા અને બાબાના વિશ્વાસુ લોકો વાપરતા હતા.

Post Comments