Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીએસટીના રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટેની પેનલ્ટી રૃા. ૨૦૦થી ઘટાડી ૨૦ કરી

- બે કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ માટેની પેનલ્ટી રૃ. ૨૦૦થી ઘટાડીને રૃા. ૫૦ કરી આપવાનો નિર્ણ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 10 નવેમ્બર, 2017, શુક્રવાર

નાના વેપારીઓ એટલે કે વર્ષે રૃા. ૨ કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિટર્ન ફાઈલ કરવા માટે રોજના એસજીએસટીના રૃા. ૧૦૦ અને સીજીએસટીના રૃા. ૧૦૦ મળીને રૃા. ૨૦૦ની લેવાતી પેનલ્ટી ઘટાડીને રોજના રૃા. ૨૦ કરી દેવામાં આવી છે. જીએસટી કાઉન્સિલના આજના આ નિર્ણયને પરિણામે જીએસટીના રિટર્ન ફાઈલ કરનારા વેપારીઓને ખાસ્સી રાહત મળી છે.

આ જ રીતે મોટા વેપારીઓ પાસેથી લેવામાં આવતી પેનલ્ટીનો દર રૃા. ૨૦૦થી ઘટાડીને રૃા ૫૦ કરી દેવામાં આવ્યો હોવાનું મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ આજે સાંજે કરેલા ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે. વેપારીઓના રિટર્ન ફાઈલ કરવાની તાારીખ સુધીમાં રિટર્ન ન ફાઈલ થાય તો તે પછી ૨૧ દિવસે વિન્ડો રિઓપન થતી હતી. તેથી વેપારીએ સીધી રૃા.૪૨૦૦ની પેનલ્ટી સાથે જ રિટર્ન ફાઈલ કરવા પડતા હતા. તેથી વેપાર ઉદ્યોગ તરફથી તેની સામે પ્રચંડ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

બીજું, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના પોર્ટલ બરાબર ન ચાલતા હોય અને છેલ્લા દિવસોમાં રિટર્ન અપલોડ જ ન થાય તો તેવા સંજોગોમાં સરકારની ભૂલનો ભોગ વેપારીઓ બને છે. તેથી તેમને ભરવી પડતી પેનલ્ટી અસહ્ય બની જતી હતી.

ખુદ નાણાં મંત્રી અરુણ જેટલીએ ભૂતકાળમાં જણાવ્યું છે કે ભારતના વેપાર ઉદ્યોગો અત્યારે સંક્રમણ કાળ (વેટમાંથી જીએસટીની સિસ્ટમ) તરફ જઈ રહ્યા છે. આ સંજોગોમાં જીએસટીના દર પણ બદલાય છે. તેના નિયમોમાં પણ ફેરફાર આવ્યા કરે છે. આ સંજોગોમાં રિટર્ન ફાઈલ કરવામાં ભૂલ થવાની પૂરે પૂરી શક્યતા છે.

વેપારીઓ કે ટેક્સ કન્સલ્ટન્ટ્સ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ ભૂલ કરી શકે છે. તે માટે પેનલ્ટી લેવી ન જોઈએ. આ હકીકતને ખુદ નાણાં પ્રધાન સમજતા હોવા છતાંય તેમણે વેપારીઓન દંડ કર્યો તેથી દેશભરમાં હોબાળો થયો હતો.
 

Post Comments