Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિર્ભયા કેસ: સુપ્રીમે રિવ્યૂ પીટીશન ફગાવી, ચારેય દોષિતને ફાંસી થશે

- 2012માં ચકચાર જગાવનારા કેસમાં દોષિતોને ફાંસી લટકાવવાનો માર્ગ મોકળો

- અમારા ચુકાદા અંગે ફરી વિચારણા કરી શકાય તેવા કોઇ જ મુદ્દા ઉપસ્થિત નથી થતા: સુપ્રીમ

- દિલ્હીમાં ચાલતી બસમાં રેપ બાદ હત્યાના આ કેસમાં છ અપરાધી હતા, એક અપરાધીએ આત્મહત્યા કરી લીધી, એક સગીર હોવાથી ત્રણ વર્ષની કેદ બાદ છુટી ગયો

- નિર્ભયાના બળાત્કારીઓ અને હત્યારાઓને તાત્કાલિક ફાંસી આપો નહીં તો અન્ય પીડિતાઓમાં પણ અવિશ્વાસ જાગશે: નિર્ભયાની માતા

- અપરાધીઓ પાસે હવે રાષ્ટ્રપતિને દયા અરજી કરવા સિવાય કોઇ વિકલ્પ નહીં

નવી દિલ્હી,  તા. 09 જુલાઈ 2018, સોમવાર

૨૦૧૨ સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં દોષીતોને આપવામાં આવેલી ફાંસીની સજા યથાવત રહેશે. કેમ કે સુપ્રીમ કોર્ટે દોષીતોની રિવ્યૂ પીટીશનને સોમવારે પણ નકારી દીધી છે. ત્રણમાંથી ચાર અપરાધીઓ ૨૯ વર્ષીય મુકેશ, ૨૨ વર્ષીય પવન ગુપ્તા અને ૨૩ વર્ષીય વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની આગેવાનીમાં ગઠીત ત્રણ જજોની બેંચે કરી હતી. સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું હતું કે આ કેસમા ફરી વિચારણા કરવામાં આવે તેવો કોઇ મુદ્દા જ ઉપસ્થિત કરવામાં નથી આવ્યા માટે આ અરજીને નકારવામાં આવે છે. આ કેસમાં ચોથા દોષીત ૩૧ વર્ષીય અક્ષય કુમારે અરજી નહોતી કરી.

સુપ્રીમ કોર્ટે સાથે જણાવ્યું હતું કે દોષીતો એ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તેમાં ખોટુ અને ભુલભરેલુ શું છે? આવી સ્થિતિમાં સમગ્ર ચુકાદા અંગે ફરી વિચારણા કરવી શક્ય નથી. દિલ્હી હાઇકોર્ટે આ કેસમાં ત્રણેયને ફાંસીની સજા ફટકારી હતી. હાઇકોર્ટના આ આદેશને બાદમા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

જોકે સુપ્રીમ કોર્ટે ૨૦૧૭માં પોતાના ચુકાદામાં દિલ્હી હાઇકોર્ટે જે ફાંસીની સજા આપી હતી તેને યોગ્ય ઠેરવી હતી. જે બાદ દોષીતોએ સુપ્રીમ કોર્ટમાં ફરી વિચારણા માટે રિવ્યૂ પીટીશન કરી હતી, જેને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. માટે હવે આ બળાત્કારીઓ અને હત્યારાઓને ફાંસીનો માર્ગ મોકળો થઇ ગયો છે. જોકે આ ત્રણેય દોષીતો રાષ્ટ્રપતિ સમક્ષ હવે દયા અરજી કરી શકશે. જો દયા અરજીને ફગાવી દેવાય તો ફાંસીએ લટકાવવામાં આવશે.

બીજી તરફ નિર્ભયાની માતાએ જણાવ્યું હતું કે મારી પુત્રીના બળાત્કારીઓ અને હત્યારાઓ હજુ પણ જીવીત છે. તેઓને તાત્કાલીક ફાંસીએ લટકાવવામાં આવે કે જેથી દેશની અન્ય પીડિતાઓને પણ કાયદો અને વ્યવસ્થામાં વિશ્વાસ બેસે. જેટલુ મોડુ કરવામાં આવશે તેટલી અસર અન્ય રેપ પીડિતાઓ પર થશે. નોંધનીય છે કે દિલ્હીના વસંક વિહારમાં ૧૬-૧૭ ૨૦૧૨ની રાત્રે ચાલુ બસમાં એક યુવતી પર છ નરાધમોએ રેપ કર્યો હતો. ચાલુ બસમાં તેના પર રેપ કરીને અંગોમાં સળીયા પણ ભરાવ્યા હતા.

બાદમાં ઘાયલ અવસ્થામાં યુવતીને ચાલુ બસે નીચે ફેંકી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર દેશમાં રોષ જગાવ્યો હતો, લોકો મહિલા સુરક્ષાને લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા. ૨૯મી ડિસેમ્બરે ઘાયલ યુવતી મોતને ભેટી હતી. જે બાદ છ અપરાધીઓની ધરપકડ કરી લેવાઇ હતી. છમાંથી એક રામ સિંઘે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે એક સગીર વયનો છે. તેથી ચાર દોષીતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

નિર્ભયા ગેંગરેપ-હત્યાકાંડનો ઘટનાક્રમ
૧૬ ડિસેમ્બર, ૨૦૧૨ : દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ચાલુ બસમાં યુવતી પર છ શખ્સોએ રેપ કર્યો, ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં ફેંકી દીધી
૨૦ ડિસેમ્બર, ૨૦૧૨ : દેશભરમાં મહિલા સુરક્ષાને લઇને રોષ ભભુકી ઉઠયો, લોકો રસ્તા પર ઉતર્યા, આરોપીઓને પકડવા દબાણ વધાર્યું
૨૯ ડિસેમ્બર, ૨૦૧૨ : યુવતીનું સિંગાપોરમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું, પોલીસે એફઆઇઆરમાં રેપની સાથે હત્યાની કલમ ઉમેરી.
૨ જાન્યુઆરી ૨૦૧૩ : ફાસ્ટ ટ્રેક કોર્ટનો આદેશ સુપ્રીમે આપ્યો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી રેપ, હત્યા, અપહરણ લુટની કલમો લગાવી
૧૧ માર્ચ, ૨૦૧૩ : છમાંથી એક આરોપી રામ સિંઘે દિલ્હીની તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી
૮ જુલાઇ, ૨૦૧૩ : ફાસ્ટ ટ્રેક કોર્ટે દરેક સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કર્યા
૧૩ સપ્ટેમ્બર, ૨૦૧૩ : કોર્ટે મુકેશ, વિનય, અક્ષય, પવનને ૧૩ અપરાધોમાં દોષીત ઠેરવ્યા અને બે દિવસ બાદ ફાંસીની સજા ફટકારી
૧૩ માર્ચ, ૨૦૧૪ : દોષીતોની અરજીને હાઇકોર્ટે ફગાવી ફાંસીની સજાને યથાવત રાખી
૧૫ માર્ચ, ૨૦૧૪ : સુપ્રીમ કોર્ટે ચારેય અપરાધીઓની ફાંસીની સજા પર સ્ટે આપ્યો હતો
૫ મે, ૨૦૧૭ : સુપ્રીમ કોર્ટે રેરેસ્ટ ઓફ રેર કેસ ગણીને દોષીતોને ફાંસીની સજા યથાવત રાખી
૯ જુલાઇ ૨૦૧૮ : સુપ્રીમ કોર્ટે અપરાધીઓની રિવ્યૂ પીટીશનને નકારી ફાંસીની સજા બરકરાર રાખી.

ફાંસીની સજાથી મહિલાઓ પર થતા અત્યાચાર ઓછા નહીં થાય : એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ
સુપ્રીમ કોર્ટે નિર્ભયાના બળાત્કારી અને હત્યારાઓને ફાંસીની સજા યથાવત રાખી છે. જેને ટાંકીને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકાર માટે કામ કરતી સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે એક નિવેદન જારી કર્યું હતું અને જણાવ્યું હતું કે કોઇ પણને ફાંસી આપી દેવાથી મહિલાઓ પર થઇ રહેલા અત્યાચારો ઓછા નહીં થાય. માનવ અધિકાર સંસ્થાએ જણાવ્યું હતું કે હજુસુધી એવું ક્યાય જોવા નથી મળ્યું કે ફાંસીની સજા આપવામાં આવી હોય અને અત્યાચાર ઓછા થયા હોય. ફાંસીની સજા આપવા કરતા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા પ્રયાસો સરકારે વધુ કરવા જોઇએ. ફાંસી આપી દેવાથી અપરાધો ઓછા નથી થતા. તેના માટે લોકોની માનસીક્તા બદલવી પડશે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેવા પ્રયાસો થવા જોઇએ.

Post Comments