Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિરવ મોદીનું અમેરિકામાં ઉઠમણું: ૧૩૨૨ કરોડનું વધુ એક કૌભાંડ

- ન્યૂયોર્કની કોર્ટમાં કહ્યું 'અમારી પાસે પૈસા નથી, મારી પાસે સંપત્તિ અને દેવા સાથે ફક્ત એક કરોડ ડોલ

- ૧૩૨૨ કરોડના કૌભાંડમાં ગીતાંજલિના મેહૂલ ચોક્સીનું પણ નામ, પંજાબ નેશનલ બેંકે એક્સચેંજને જાણકારી આપી

ભારતની બેંકોએ પણ નાહી નાંખવાનું, વસૂલાત અશક્ય : સીબીઆઇએ પીએનબીના પૂર્વ એમડી ઉષા અનન્તસુબ્રમણ્યમ, અલ્લાહાબાદ બેંકના સીઇઓ અને એમડીની પૂછપરછ કરી
અન્ય છ દેશોમાં પણ નિરવ મોદીની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી પણ સરવાળે હાથ આવશે કેટલા તેને લઇને અવઢવ
ઇડી નિરવ મોદી સામે બીન જામીન પાત્ર વોરન્ટ માટે કોર્ટમાં

ન્યૂયોર્ક, તા. 27 ફેબ્રુઆરી, 2018, મંગળવાર

ભારતમાં સૌથી મોટુ બેંક કૌભાંડ આચરનારા નિરવ મોદીના અન્ય કેટલાક કૌભાંડો પણ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે.  નિરવ મોદીની કંપનીએ હવે અમેરિકામાં પણ દેવાળુ ફૂંક્યું છે. અને આ માહિતી ખુદ કંપનીએ જ અમેરિકાની કોર્ટને આપી હતી. નિરવ મોદીની કંપનીએ ન્યૂયોર્કમાં એક કોર્ટમાં અરજી કરીને જણાવ્યું છે કે તેની કુલ સંપત્તિ અને દેવા માત્ર ૧૦૦ મિલિયન ડોલર છે અને અરજી કરીને નાદારી નોંધાવી છે. આ મહિને જ દેશની બીજી સૌથી મોટી સરકારી બેંકમાં નિરવ મોદીએ ૧૭૦૦૦ કરોડ જેટલુ કૌભાંડ આચર્યું હતું અને પોતાના સાથી મેહુલ ચોક્સી તેમજ પરિવાર સાથે વિદેશ ભાગી ગયો હતો.

બીજી તરફ નિરવ મોદીના કૌભાંડો અલાદીનના ચિરાગમાંથી જીન બહાર આવે તેમ બહાર આવી રહ્યા છે. વધુ એક ૧૩૨૨ કરોડનું નિરવ મોદીનું કૌભાંડ ઝડપાયું છે. આ કૌભાંડ પણ પંજાબ નેશનલ બેંક સાથે જ આચરવામા આવ્યું હતું. બેંકે સ્ટોક એક્સચેંજને જણાવ્યું છે કે નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ અમારી સાથે ૧૩૨૨ કરોડનું વધુ એક કૌભાંડ આચર્યું છે. આ બીજુ કૌભાંડ પણ લેટર ઓફ અન્ડરટેકિંગ દ્વારા જ આચરવામાં આવ્યું હતું. દરમિયાન ઇડીએ પીએનબીના મુખ્ય કાર્યકારી અધિકારી સુનીલ મેહતાને સમન્સ પાઠવ્યા છે અને આ સપ્તાહે હાજર થવા કહ્યું છે.  નીરવ મોદીની કંપનીના કૌભાંડો ભારતમાં તો બહાર આવી રહ્યા છે સાથે અમેરિકામાં પણ કાળા કામો ઝડપાઇ રહ્યા છે.

અમેરિકાના બેંકરપ્સી નિયમ મુજબ બેંકરપ્સી જાહેર કરવામાં આવે તેવી માગણી કોર્ટ સમક્ષ નિરવ મોદીની કંપનીએ કરી છે. એટલે કે જે રીતે ભારતમાં નિરવ મોદીએ લીધેલી લોનની રકમ ચુકવવાની બાકી છે તેવી જ રીતે હવે અમેરિકામાં પણ દેવુ બાકી નિકળ્યું છે. એટલે કે નિરવ મોદીની કંપની પાસે એટલી સંપત્તિ હાલ હોય તેવુ લાગતુ નથી કે જેનાથી પંજાબ નેશનલ બેંકની ૧૭૦૦૦ કરોડથી વધુની લેણી રકમ ભરપાઇ કરી શકે. આવી સ્થિતિમાં નિરવ મોદીએ જે પંજાબ નેશનલ બેંક પાસેથી પૈસા લીધા હતા ત્યાં ક્યાં નાખ્યા તેને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવી શક્યતાઓ છે કે આ નાણાને તેણે વિદેશમાં ચેરીટીના નામે રોકી રાખ્યા છે. હાલ વિદેશોમાં પણ નિરવ મોદીની સંપત્તિ પર ચાંપતી નજર રખાઇ રહી છે.

આશરે છ જેટલા દેશોમાં નિરવ મોદીની સંપત્તિ હોવાનું જાણવા મળ્યંુ છે. આ સંપત્તિને જપ્ત કરવાનો એસઆર પણ કોર્ટે જારી કરી દીધો છે. હોંગકોંગ, અમેરિકા, બ્રિટન, યુએઇ, દ. આફ્રિકા, સિંગાપુરમાં નિરવ મોદીની આ સંપત્તિ હોવાનું મનાઇ રહ્યું છે. નિરવ મોદીની સાથે તેના કાકા મેહુલ ચોક્સી પણ હાલ વિદેશમાં ભાગી ગયા છે અને તેમની કંપની ગીતાંજલી પર પણ નજર રખાઇ રહી છે. દરમિયાન સમગ્ર મામલે તપાસ કરી રહેલી સીબીઆઇએ પંજાબ નેશનલ બેંકના પૂર્વ એમડી ઉશા અનંતસુબ્રમણ્યમની પણ પૂછપરછ કરી હતી. પંજાબ બેંક સાથે નિરવ મોદીએ આચરેલા કૌભાંડ મુદ્દે આ તપાસ કરવામાં આવી હતી.

Post Comments