Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જજ કર્ણનની સજા રદ કરવાની અરજીની સુનાવણી કરવા સુપ્રીમનો ઇનકાર

- સજાને પડકારતી અરજી સુનાવણીને લાયક નથી

- કર્ણને બંધારણની કલમ ૭૨ હેઠળ રાષ્ટ્રપતિને અરજી કરી સજા માફ કરવા વિનંતી કરી

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
કોલકાતા હાઇકોર્ટના જજ સી.એસ. કર્ણન ધરપકડ ટાળવા માટે ૯મી મેથી છૂપાતા ફરે છે તે દરમિયાન સુપ્રીમ કોર્ટે તેમની જેલની સજા રદ કરવાની અરજી સાંભળવા ઇનકાર કરી વધુ આંચકો આપ્યો હતો. જજ કર્ણનને સુપ્રીમની અવમાનના બદલ છ મહિનાની જેલની સજા થઈ હતી. દરમિયાન કર્ણન વતી હાજર રહેલા તેમના વકીલે જણાવ્યું હતું કે, કર્ણને તેમની સજા રદ કરવા રાષ્ટ્રપતિને અરજી કરી છે.
 
રાષ્ટ્રપતિના કાર્યાલયે આ અંગે કંઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું. સુપ્રીમની અવમાનના બદલ જજ કર્ણને આપેલી છ માસની સજા સામે તેમણે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીને 'સુનાવણીને લાયક' નહિ હોવાનું જણાવી સુપ્રીમે ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, અરજદારે સુપ્રીમે કરેલા આદેશને સ્પષ્ટ પડકાર કર્યો છે. તેમને થયેલી સજાની કાર્યવાહી બરાબર હતી અને પૂર્ણ વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાયો હતો. કર્ણને સુપ્રીમની ગંભીર રીતે અવમાનના કરી હતી તેમ સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રારે જણાવ્યું હતું.
 
સુપ્રીમ કોર્ટનો આ આદેશ કર્ણનના વકીલોને મોકલવામાં આવ્યો હતો. કર્ણનની ધરપકડ હજી બાકી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે છ માસની સજા કરી પછી કર્ણન વકીલો મારફતે સુપ્રીમમાં અરજી કરી હતી અને કોલકાતા હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના તાબામાં નથી તેમ સજાનો આદેશ પાછો ખેંચવો જોઈએ.
 
કર્ણને અરજીમાં જણાવ્યું હતં કે, બંધારણીય રીતે હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના તાબામાં નથી. જો કે તેમના આદેશને સુપ્રીમમાં અપીલ કરીને પડકારી શકાય છે તેમણે જણાવ્યું હતું કે, કોર્ટની અવમાનનાનો કાયદો રોમનકાળના અંધારા યુગનો છે. આજના સમયમાં તે લાગુ પાડી શકાય નહિ તેમ જણાવી તેમણ સુપ્રીમને પોતાની સમક્ષ વધુ કાર્યવાહી કરવા મનાઈ કરી હતી.
 
દરમિયાન કર્ણનના વકીલોએ જણાવ્યું હતું કે, કર્ણને તેમની સજા સામે રાષ્ટ્રપતિને અરજી કરી છે. રાષ્ટ્રપતિ ઓફિસે આવી કોઈ અરજી નહી મળ્યાનું જણાવ્યું હતું. કર્ણનના વકીલોએ જણાવ્યું હતું કે, બંધારણની કલમ ૭૨ હેઠળ કર્ણનની અરજી રાષ્ટ્રપતિને ઇ-મેલ મારફતે મોકલી આપવામાં આવી હતી. કલમ ૭૨ની જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિને સુપ્રીમે કરેલી સજા માફ કરવાનો અધિકાર છે.
 

Post Comments