Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજ્યસભામાં ગુજરાતના ધારાસભ્યોના અપહરણના મુદ્દે કોંગ્રેસનો ફરી હોબાળો

- કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીની ગુજરાત મુદ્દે ચર્ચાની માગ

- ભાજપે નહીં પણ કોંગ્રેસે જ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં બંધ કરી અપહરણ કર્યુ છે : મુખ્તાર અબ્બાસ નક

રાજ્યસભાના ઉપાધ્યક્ષ કુરિયનને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 31 જુલાઇ, 2017, સોમવાર

કોંગ્રેસે આજે ફરી રાજ્યસભામાં ગુજરાતમાં પોતાના ધારાસભ્યોના અપહરણનો મુદ્દો ઉઠાવી હોબાળો કરતા થોડાક સમય માટે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે આગામી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મતદાન કરાવવા માટે ગુજરાત પોલીસ કોંગ્રેસના ધારાસભ્યોનું અપહરણ કરી તેમને ધમકી આપી રહી છે.

કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીએ આ મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યોનું અપહરણ કરી તેમને ૮ ઓગસ્ટે થનારી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે ૧૦થી ૧૫ કરોડની ઓફર કરવામાં આવી રહી છે.

આ સંદર્ભમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે ભાજપ નહીં પણ કોંગ્રેસે જ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં બંધ કરી તેમનું અપહરણ કરી લીધું છે.  કોંગ્રેસના સાંસદો અધ્યક્ષની ખુરશી તરફ ધસી આવ્યા હતાં અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. જેના જવાબમાં ભાજપના સાંસદોએ પણ સૂત્રોચ્ચાર કર્યા હતાં. જેના પગલે રાજ્યસભાના ઉપાધ્યક્ષ પી જે કુરિયનને ૧૦ મિનિટ માટે સંસદની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.  

ઉલ્લેખનીય છે કે શાસક પક્ષ ભાજપે ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો પર પક્ષ પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની અને બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યને ઉભા રાખ્યા છે. બીજી તરફ કોંગ્રેસે સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને ઉભા રાખ્યા છે. મધુસુદન મિસ્ત્રીએ આ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા કરાવવાની માગ કરી હતી જેના જવાબમાં કુરિયને જણાવ્યું હતું કે નિયમ ૨૦૭ હેઠળ ચર્ચા કરાવવાની મિસ્ત્રી માગ પૂર્ણ કરી શકાય તેમ નથી કારણકે આ મુદ્દો શુક્રવારે પણ ઉઠાવવામાં આવી ચૂક્યો છે.

Post Comments