Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લાલુ પ્રસાદનું ચારા કૌભાંડ: સીબીઆઈ કોર્ટ આજે સજા સંભળાવશે

(પી.ટી.આઈ.) પટણા, તા. 2 જાન્યુઆરી, 2018, મંગળવાર

આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવને આજે સીબીઆઇ કોર્ટ ચારા કૌભાંડના કેસમાં સજા સંભળાવવાની છે ત્યારે આરજેડીના નેતાઓ અને કાર્યકરો તેમની ત્રણ વર્ષથી ઓછી સજા થાય તેવું ઇચ્છી ચુકાદો સાંભળળા આતુર બન્યા છે. લાલુને ત્રણ વર્ષથી ઓછી સજા થાય તો જ તેઓ જામીન માટે અરજી કરી શકશે.

ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદને ૧૯૯૧-૯૪ સરકારી તીજોરીમાંથી રૃપિયા ૯૦ લાખ ખોટી રીતે ઉપાડવા બદલ દોષિત ઠેરવ્યા છે. લાલુ સહિત અન્ય ૧૫ શખ્સોને પણ દોષિત ઠેરવાયા હતા. આરજેડીના એક સાંસદે જણાવ્યું હતું કે જો તેમને ત્રણ વર્ષથી વધુ સજા થશે તો તેમને જામીન પર છૂટતાં એક મહિનો લાગશે.

લાલુ પ્રસાદ હાલમાં બિરસા ખાતેની જેલમાં છે. ૨૦૧૩માં પણ તેમને ચારાકાંડમાં પાંચ વર્ષની સજા થયેલી. લાલુને સજા સંભળાવાશે ત્યારે લાલુની પરિવાર ઉપસ્થિત નહીં હોય તેમ સુત્રોએ જણાવ્યું હતું.

Post Comments